મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ ની કલમ -૮૮ ન્ય મુજબ અમુક સાર્વજનીક ટ્રસ્ટને જમીન અંગેની માફી બંધ કરવા બાબતનો અમલ કરવા બાબત .
ગુજરાત સરકાર મહેસુલ વિભાગ પરિપત્ર ક્રમાંકઃ ગણત - ૧૧૦૭-૩૭૪૦-ઝ
સચિવાલય , ગાંધીનગર તારીખ : ૮-૪-૨૦૧૦
વંચાણે લીધા – મહેસૂલ વિભાગના તા .૨.૩.૮૭ ના પરિપત્ર ક્રમાંકઃ ગણત - ૧૦૮૭-૬૯૪
પરિપત્રઃ
વંચાણે લીધેલ પરિપત્રથી આપેલ સુચના મુજબ ગણોતધારાની કલમ - ૮૮-૨ ( 88- E ) નીચે દેવસ્થાન ઈનામી ખરીદ હક્ક આપવામાં આવેલ જમીનોને કલમ -૪૩ ના નિયંત્રણો લાગુ થાય છે . એટલે કે આવી જમીનના કોઈપણ પ્રકારના વ્યવહારથી જમીનની કરાતી તબદીલી બાબતે કલેક્ટરશ્રીની પુર્વ મંજુરીની આવશ્યકતા રહે છે અને પુર્વ મંજુરી આપતી વખતે સરકારના પ્રવર્તમાન સ્થાયી હુકમો મુજબ વસુલ કરવા પાત્ર પ્રિમિયમ ભરવાની જોગવાઈ લાગુ થાય છે . મુંબઈ ગોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ ની કલમ - ૮૮ - ચ ની જોગવાઈ નીચે મુજબ છે . કલમ - ૮૮-૨ ( ૮૮ )
( ૧ ) કલમ - ૮૮ - ખ ( 88- E ) માં ગમે તે મજકુર હોય તે છતાં , નિર્દિષ્ટ તારીખે અને તે તારીખથી સાર્વજનીક ધાર્મિક પુજા માટેની સંસ્થાની મિલકત હોય તેવી જમીનને , કલમ - ૮૮ - ખ મુજબ અધિનિયમ જે કલમો ૩૧ થી ૩૧ - ધ ( બન્ને સહીત ) માંથી માફી આપવામાં આવેલી હોય તે સિવાયની અધિનિયમની જોગવાઈઓમાંથી એ જમીનને માફી આપવાનું બંધ થશે અને એવી જમીનના સંબંધમાં તે કલમ હેઠળ આપેલા તમામ પ્રમાણપત્રો રદ થયેલા ગણાશે .
( ૨ ) એવી કોઈ જમીનને એવી રીતે માફી અપાતી બંધ થાય ત્યારે , નિર્દિષ્ટ તારીખથી તરત પહેલાં ચાલુ રહેલા ગણોત વહીવટ બાબતમાં ગણોતીયાએ નિર્દિષ્ટ તારીખે જમીન ખરીદી છે એમ ગણાશે અને કલમ ૩૨ થી ૩૨-૫ ( બન્ને સહીત ) ની જોગવાઈઓ , બને ત્યાં સુધી લાગુ પડશે .
( રસ્પષ્ટીકરણ - આ કલમમાં નિર્દિષ્ટ તારીખ એટલે કે ગુજરાત દેવસ્થાન ઈનામ નાબુદી અધિનિયમ , ૧૯૬૯ શરૂ થયાની તારીખ )
ગુજરાત દેવસ્થાન ઈનામની નાબુદી અધિનિયમ -૧૯૬૯ ની શરુ થયાની તારીખઃ ૧૫-૧૧-૨૦ છે તથા ઉપરોક : કલમ - ૮૮ - ચ ૧૯૬૯ ના ગુજરાત અધિનિયમ ૧૬ ની અનુસુચિની બાબત ( ૨ ) થી દાખલ કરવામાં આવી , જેના અમલની તારીખઃ ૨૦૪ / ૮૭ છે .
મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ ની કલમ - ૮૮ - ખ ( 88- B ) પ્રમાણે સ્થાનીક સત્તા મંડળો , યુનિવર્સિટીઓ અને ટ્રસ્ટોની જમીનોને જોગવાઈ - ૮૮ - ચ થી સાર્વજનિક ધાર્મિક પુજા માટેની સંસ્થાની મિલકત હોય તેવી જમીનોને આવી માફી આપવાનું બંધ ક ૨ વામાં આવેલ છે . તે અન્વયે દેવસ્થાન ઈનામી નાબુદી ધારાના અમલની તારીખઃ ૧૫/૧૧/૯૯ થી ગણોતધારાની કલમ - ૮૮ - ચ ના અમલની તારીખઃ ૨૦/૪૮૭ એમ તા .૧૫ / ૧૧ / ૧૯ થી તા .૨૦ / ૪૮૭ વચ્ચેના ગાળામાં ગણોતધારાની કલમ - ૮૮ - ચ માં દર્શાવ્યા મુજબની માફી આપવાનું બંધ કરવાની જોગવાઈ છે .
પ્રસ્તુત બાબતમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પેશ્યલ સીવીલ એપ્લીકેશનઃ ૯૮૭૬/૧૯૯૨ ( શ્રી પટેલ નરોત્તમભાઈ રણછોડદાસના વારસદારી વિરૂધ્ધ ગુજરાત સરકાર ) માં માનનીય જજ સુ.શ્રી આર.એમ.દોશિત સાહેબે તા .૧૩ / ૧૦ / ૨૦૦૦ માં આપેલ ચુકાદા મુજબ ‘ ‘ In that case , inclusion of Section - 88 - E in section 43 shall become nugatory since all such lands are deemed to have been purchased on 15 th November , 1969 and no land can be said to have been purchased under section 88 - E of the Act on or after 20th April , 1987. Necessarily , therefore , inclusion of Section - 88 - E in Section - 43 of the Act is intended to govern the transfer of land on and from the date of amendment of the said section i.s. 20 th April , 1987 , which under section 88 - E of the Act the tenant is deemed to have pur chased on 15th November , 1969 , irrespective of the actual date of such purchase and payment of price thereof . In my view therefore the authority below as well as the learned tribunal are right in holding that since dt . 20 / 4 / 87 the lands purchased by the petitioner under section 88 - E of the act are subject to the restrictions contained in section - 43 of the act .
" આ બાબતમાં અત્રેથી સમાન ક્રમાંકની ફાઈલ પર કાયદા વિભાગનો અભિપ્રાય મેળવેલ છે , જે નીચે મુજબ છે
. “ The amendment had come into force with effect from 20/4/87 ... As such it would appear that this has been the law right from 20/4/87 and High Court has only confirmed this legal position vide its judgement dated 13.10.2000 "
ઉપર મુજબના નામદાર હાઈકોર્ટના જજમેન્ટ તથા કાયદા વિભાગનો , અભિપ્રાય જોતાં નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે .
ગુજરાત દેવસ્થાન ઈનામની નાબુદી અધિનિયમ ૧૯૬૯ ની શરૂ થયાની તારીખ ૧૫/૧૧/૯૯ થી મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ ની કલમ - ૮૮ - ચ ૧૯૬૯ ના ગુજરાત અધિનિયમ ૧૬ ની અનુસૂચિની બાબત ( ૨ ) થી દાખલ કરવામાં આવેલ છે . જેના અમલની તારીખ ૨૦/૪/૮૭ છે . તેમાં દર્શાવ્યા પ્રમાણે સાર્વજનિક ધાર્મિક પૂજા માટેના સંસ્થાની મિલકત હોય તેવી જમીનને કલમ - ૮૮–ખે મુજબ અધિનિયમની જે કલમો ૩૧ થી ૩૧-૫ ( બન્ને સહીત ) માંથી માફી આપવામાં આવી હોય તે સિવાયની અધિનિયમની જોગવાઈઓમાંથી એ જમીનને માફી આપવાનું બંધ થશે અને એવી જમીનના સંબંધમાં તે કલમ હેઠળ આવેલા તમામ પ્રમાણપત્રો રદ થયેલા ગણાશે . તથા તે પ્રમાણે ગણોતધારાની કલમ -૪૩ ( ૧ ) પ્રમાણે ગણોતધારા હેઠળ ખરીદેલી અથવા વેચેલી જમીનની તબદીલી ઉપરના નિયંત્રોમાં કલમ -૮૮ નો સમાવેશ કરવામાં આવેલ છે . તે પ્રમાણે તા .૧૫ ૧૧ ૧૯ થી તા .૨૦૦૪ ૮૭ વચ્ચેના સમયમાં દેવસ્થાન નાબુદી ધારા હેઠળ જાહેર થયેલા ગણોતિયાઓને પણ મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ -૧૯૪૮ ની કલમ -૪૩ ( ૧ ) ના નિયંત્રણો લાગુ પાડવાના રહેશે . આ બાબતનો ચુસ્ત અમલ થાય તે જોવા સંબંધિતોને જણાવવામાં આવે છે .
આ અગાઉ મામલતદાર મેન્યુઅલ તયા બીજા સરકારી પરિપત્રોમાં ઉપર જણાવેલ સ્થિતિ કરતાં અન્ય ઉલ્લેખ થયેલ હોય તો તે રદ ગણવા અને નામદાર ગુજરાત હાઈકોર્ટના સ્પે.સી.એ.નં .૯૮૭૯ ૧૯૯૨ નાં ચુકાદા મુજબ ચુસ્ત અમલ કરવા જણાવવામાં આવે છે . ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
( એચ.એ. સંઘરીયાત )
ઉપ સચિવ ( જ.સુ. )
મહેસુલ વિભાગ , ગુજરાત સરકાર
No comments:
Post a Comment