ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા તથા કૌટુંબિક વહેંચણી પરિણામે પોતાનો હક્ક જતો કરનાર સભ્યનો ખેડૂતનો દરજ્જો ચાલુ રાખવા બાબત .
ગુજરાત સરકાર , મહેસુલ વિભાગ ,
ઠરાવ ક્રમાં કઃ ગણત / ૨૨૦૯ એમએલએ -૯ / ઝ ,
સચિવાલય , ગાંધીનગર તારીખઃ ૧,/7/૨૦09
વંચાણમાં લીધા
મહેસુલ વિભાગ , સચિવાલય , ગાંધીનગરનો તા . ૨૪ / ૧ / ૨૦૦૩ નો ઠરાવ ક્રમાંક : ગણત ૨૬૯૯ ૪૩૪૩ /ઝ,
મહેસુલ વિભાગ , સચિવાલય , ગાંધીનગરનો તા .૨૬ / ૧૨ / ૨૦૦૮ નો ઠરાવ ક્રમાંક : ગણત ૨૬૯૯ ૪૩૪૩/ઝ
પ્રસ્તાવના
મહેસુલ વિભાગના આમુખ ( ૧ ) માં દર્શિત તા .૨૪.૧,૨૦૦૩ ના ઠરાવથી ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ જમીન ખરીદવા ક્લેક્ટરને સંબંધિત ખાતેદાર અરજી કરવાની રહે છે . હાલ કલેક્ટર તરફથી ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મળ્યા બાદ ૧૮૦ દિવસમાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદી લેવાની એ છે . આ સમય મર્યાદામાં જમીન ખરીદી થઈ ન શકવાને કારણે આ સમય ગપિંદા વધારવા માટે અરજદારો તરફથી તથા પ્રજાના પ્રતિનિધિઓ તરફથી રજુઆતો કરવામાં આવે છે તેમજ એકત્રીકરણ કાયદાના અમલીકરણમાં પડતી મુશ્કેલીઓના સંદર્ભમાં કૌટુંબિક વહેંચણીના પરીણામે પોતાનો હક્ક જતો કરનાર સભ્યનો ખેડૂત તરીકેનો દરજ્જો જમીન સંપાદનમાં જમીન ગુમાવનાર વ્યક્તિની જેમ ચાલુ હી શકે તે માટે ખેડૂત પ્રમાણપત્ર આપવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી.
ઠરાવ
પુખ્ત વિચારણાને અંતે સરકારશ્રી ખેડૂત પ્રમાણપત્ર આપવાની આમુખ ( ૧ ) અને ( ૨ ) ના ઠરાવોની પ્રવર્તમાન જોગવાઈઓમાં નીચે મુજબના સુધારા કરવાનું આથી ઠરાવે છે .
( ૧ ) વેચાણના કિસ્સામાં વેચાાની રેકર્ડમાં નોંપણી સમયે જ આપોઆપ ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે . તે માટે ખેડૂત પાસેથી કોઈ અરજી મેળવવાની રહેશે નહીં . ક્લેક્ટર તરફથી ખેડૂતપ્રમાણપત્ર મળ્યા બાદ ૧૮૦ દિવસમાં જમીન ખરીદવાની સમય મર્યાદાના બદલે તે સમય મર્યાદા ૨ ( બે ) વર્ષની કરવામાં આવે છે .
( ૨ ) જમીન સંપાદનમાં જમીન ગુમાવનાર ખેડૂતનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ૩ ( ત્રણ ) વર્ષની સમય મર્યાદામાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાનું આમુખ ( ૨ ) ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે . તે જ ધોરણે એકત્રીકરણ કાયદાના અમલીકરણના કારણે કૌટુંબિક વહેંચણીના પરીણામે પોતાનો ભાગ જતો કરનાર સભ્યનો ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ૩ ( ત્રણ ) વર્ષની સમય મર્યાદામાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાની રહેશે .
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
( એચ.એ.સંધરીયાત ) ઉપસચિવ ,
મહેસુલ વિભાગ , ગુજરાત સરકાર
No comments:
Post a Comment