ધ્યાનમાં રાખવા યોગ્ય મુદ્દાઓ :
સામાન્ય રીતે કંપનીઓ અંગેના લખાણો અને વ્યવહારો અંગ્રેજીમાં થતા હોય છે અને તે અંગે કંપની લોમાં નકકી કર્યા મુજબની જોગવાઈઓ પ્રમાણે વર્તવાનું રહેતું હોય છે . તેથી અત્રે તે તમામ બાબતો અંગે આ પુસ્તકમાં સમાવેશ કરવાનું શક્ય નથી તેમ છતાં કેટલીક જરૂરી બાબતો અંગે માત્ર અંગુલીનિર્દેશ કરીને સંતોષ માનવો પડે છે . કંપનીઝ એકટમાં ધી કંપનીઝ એકટ ૧૯૫૬ નથા તેમાં વખતોવખત કરવામાં આવના સુધારાઓને લગતા કાયદાઓની વિગતો નીચે પ્રમાણે છે ( ૧ ) ધી ઈન્ડિયન કંપનીઝ એકટ ૧૮૫૭ જે ઈંગ્લેન્ડના ૧૮૪૪ ના કંપનીઝ એકટ પ્રમાણેનો હતો ત્યાર પછી ધી કંપનીઝ એકટ ૧૯૫૬ પસાર કરવામાં આવ્યો અને તેમાં વખતોવખત સુધારાઓ કરવામાં આવ્યા છે . ( ૨ ) ધી કંપનીઝ એકટ ( એમેન્ડમેન્ટ એકટ ) ૧૯૬૦ , ૧૯૬૨ , ૧૯૬૩ , ૧૯૬૪ , ૧૯૬૫ , ૧૯૬૬ નથા સેકન્ડ એમેન્ડમેન્ટ એકટ ૧૯૬૬ , ધી કંપનીઝ એમેન્ડમેન્ટ એકટ ૧૯૭૪ , ૧૯૭૭ જમ્મુ એન્ડ કાશ્મીર ( એકસ્ટેન્સન ઓફ લોઝ ) એકટ ૧૯૫૬ , ધી એડોપ્શન ઓફ લો . એન્ડ ૧૯૫૬ , ૫ રીપીલીંગ એન્ડ એમેન્ડીંગ એકટ ૧૯૫૫ ને ૧૯૬૪ , સેન્ટ્રલ લો એટેન્શન ( જમ્મુ એન્ડ કાશ્મીર ) એકટ ૧૯૬૮ , કેટલીક સંખ્યાની વધુ સંખ્યા ભાગીદારી પેઢી ન કરી શકે તેવો પ્રતિબંધ કંપનીઝ એક્ટ ૧૯૫૬ ક . ૧૧ થી મૂકવામાં આવેલો છે . વળી કો . ઓપરેટીવ સોસાયટી ૧૯૧૨ ની કલમ ૧૮ અને ૧૯ મુજ્બ તેવી સોસાયટીઓ કોર્પોરેશન ન થઈ શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે . ઈન્ડિયન કંપનીઝ એકટ ૧૯૫૬ ની કલમ ઈન્કોપોરેટેડ કંપનીઓ બનાવવાની પહિત અંગે છે , કંપનીઝ એકટ ૧૯૫૬ ની કલમ ૧૨ ( ૧ ) અને ૧૨ ( ૨ ) કંપનીઓના વિભાગીકરણ અંગે છે , સામાન્ય રીતે કંપનીઓ નીચે જણાવ્યા મુજ્ગની બનતી હોય છે.
( ૧ ) શેરોની મર્યાદાવાળી કંપની .
( ૨ ) ગેરંટીની મર્યાદાવાળી કંપની ,
( ૩ ) મર્યાદા વગરની કંપની .
( ૪ ) પબ્લિક અને પ્રાઈવેટ કંપની .
( ૫ ) સરકારી કંપનીઓ
( ૬ ) પરદેશી કંપનીઓ ,
આ તમામ અંગે કંપની એકટની જુદી જુદી કલમોમાં જોગવાઈ કરવામાં આવેલી છે તથા તેમને અંગે જે મેમોરેન્ડમ ઓફ એસોશીયેશનની વિગતો પણ કંપનીઝ એકટ ૧૯૫૬ ની કલમ ૧૭ નથા તેની પેટા - કલમોમાં આપવામાં આવી છે . વળી આર્ટીકલ્સ ઓફ એસોર્શીયેશન અંગે ઈન્ડિયન કંપનીઝ એકટ ૧૯૫૬ ની કલમ ૩૦ અને ૩૧ જોવી હિતાવહ છે કંપની દ્વારા અથવા કંપનીવતી જે કરારો કરવાના હોય તેની કાર્યવાહી અંગે કંપનીઝ એકટ ૧૯૫૬ ની ક્લમ ૪૬ થી ૪૮ જોવી પડે . કંપની દ્વારા બહાર પાડવામાં આવતા જુદા જુદા શેરોનું વર્ગીકરણ સામાન્ય રીતે નીચે મુજ્બ હોય છે ( ૧ ) ઓર્ડિનરી શેર્સ ( ૨ ) પ્રેરન્સ શેર્સ ( ૩ ) ઇન્સુમુલેટીવ પ્રેફરન્સ શેર્સ ( ૪ ) રીડીમેબલ ( ૫ ) ડીઈસ શેર્સ ( ૬ ) ઈકિવટી શેર્સ . આ અંગેની જોગવાઈઓ ઈન્ડિયન કંપનીઝ એકટ ૧૯૫૬ ની તેને લાગુ પડતી કલમોમાંથી મળી શકે . વળી નવા શેરો અંગે કંપનીઝ એકટ ૧૯૫૬ ની કલમ ૯૪ તથા ૧૯૭૪ થી દાખલ કરવામાં આવેલ કલમ ૯૪ ( એ ) જોઈ લેવી જરૂરી છે . પ્રોસ્પેકટસ અંગે કંપનીઝ એકટની કલમ ૨ ( ૩૬ ) તથા કલમ ૫૫ ને ( ૫૬ ) ( ૧ ) જોઈ લેવી જરૂરી છે . ડિપોઝીટ અંગે કંપનીઝ એકટની કલમ ૫૮ ( ૧૯૫૬ ) , કલમ ૫૮ ( એ ) , ૫૮ ( બી ) ( ૧૯૭૪ ) જોઈ લેવા જરૂરી છે . પ્રોસ્પેકટસ અંગેની જવાબદારી અંગે લમ ૬૨ તથા ૬૩ માં ઉલ્લેખ કરવામાં આવેલ છે . વળી શેરો અને ડિબેન્ચર્સના એલોટમેન્ટ અંગે કંપનીઝ એકટની કલમ ૬૯ અને ૭૩ ખ્યાલમાં રાખવી જરૂરી છે તથા સિક્યોરિટીઝ કોન્ટ્રેકટસ ( રેગ્યુલેશન ) એકટ , ૧૯૫૬ ની કલમ ૨૨ માં ખ્યાલમાં રાખવી જરૂરી છે . ટ્રાન્સફર ઓફ શેર્સ અંગે કંપનીઝ એકટની કલમ ૧૦૮ થી ૧૧૨ ધ્યાનમાં રાખવી જરૂરી છે . કંપનીઝ એકટની કલમ ૧૫૪ તથા ૧૫૫ શેર રિસ્ટર અંગેની છે . ડિબેન્ચર્સની વ્યાખ્યા કંપનીઝ એકટ ૧૯૫૬ ની કલમ ૨ ( ૧૨ ) માં આપવામાં આવી તે તથા છે અંગે કલમો ૫૬ , ૬૦ , ૬૪ , ૬૭ , ૭૦ થી ૭૪ , ૮૧ , ૧૧૭ થી ૧૨૩ અને ૨૯૩ ખ્યાલમાં રાખવી જરૂરી છે . ડિબેન્ચર્સ રાઈસ્યુ કરવા માટે કલમ ૧૨૧ માં જોગવાઈ કરવામાં આવી છે . બેંક એકાઉન્ટ અંગે કલમ ૭૩ જોવી જરૂરી છે . ડિબેન્ચર હોલ્ડર્સના રન્સ્ટિર અંગે કલમ ૧૫૨ જોવી જરૂરી છે . વળી ડાયરેકટરોના કો અને જ્વાબદારીઓ અંગે કંપની લોની તેમને લાગુ પડતી કલમ અભ્યાસ કરવો જરૂરી છે , તેમજ કંપનીના ઓફ્સિરોને કર્મચારીઓની નિમણુંક અંગે પણ કંપનીઝ એકટમાં જે પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે તેનો અભ્યાસ કરવો જરૂરી છે . મેનેજિંગ ડાયરેકટર તથા મેનેજરો અંગે કંપનીઝ એકટમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે તે મુજબ તેમની નિમણૂક કરવી જરૂરી છે અને ચેમનું મહેનતાણુંપણ તે જોગવાઈઓને આધિન રહીને નક્કી કરવું જરૂરી છે.કંપનીના એકાઉન્ટર અંગેની કંપની લોની કલમ ૨૦૯ થી ૨૨૩ છે , કંપનીના જે શેરહોલ્ડરો લધુમતીમાં હોય તેમના હિતોની જોગવાઈઓ પણ કંપની લોમાં કરવામાં આવી છે . ડિવિડન્ડ જાહેર કરવા તથા ચૂકવવા અંગે કંપનીઝ એકટની કલમ ૨૦૫ ( ૧ ) તથા તેની પેટા કલમો કામમાં લાગે તેમ છે . વળી કલમ ૨૦૬ અને ૨૦૭ તેમજ કલમ ૮૫ અને ૮૫ ( એ ) પણ ખ્યાલમાં રખાય તે જરૂરી છે . કેટલીક બાબતોમાં કંપનીમાં ફેરફાર કરવા અંગે કેન્દ્ર સરકારની પરવાનગીની જરૂરી પડે તે માટે પણ કંપનીઝ એકટમાં જોગવાઈઓ કરવામાં આવી છે વળી કંપની લો અને ઈન્કમટેક્ષ એકટ એકબીજા સાથે એવા સંકળાયેલા છે કે કંપનીમાં કોઈપણ જાતનો ફેરફાર કરતા અગાઉ ઈન્કમટેક્ષ એકટની લાગુ પડતી કલમોનો અભ્યાસ કરવો જરૂરી છે . આપણે કંપની લો અંગે માત્ર અછડો ઉલ્લેખ કરીને જ સંતોષ માનવો જરૂરી છે . કારણ કે કંપની લો એક વિશાળક્ષેત્ર છે અને તેનો તલસ્પર્શી અભ્યાસ તેના અંગેનો કોઈપણ દસ્તાવેજ કરતા અગાઉ કરવો જરૂરી છે તેમજ તે સાથે સંકળાયેલ અન્ય કાયદાઓને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે .
નોધ - નવા સુધારા માન્ય રહેશે.
No comments:
Post a Comment