મહેસૂલી કલમ 70-કના સુધારાથી બિનખેડૂતને કોઈ ફાયદો નહીં
રાજ્યસરકાર દ્વારા વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલી કાયદાની કલમ 70-કમાં કરાયેલા સુધારાનો અમલ કરવા માટે આજે વડોદરા કલેકટરને જાણ કરવામાં આવી હતી. પરંતુ સુધારાથી બિનખેડૂત વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવેલી જમીનને કોઈ ફાયદો નહીં થાય. કાયદાના અમલથી માત્ર ગણોતધારાનો ભંગ કરી થયેલી તબદીલીને નિયમબદ્ધ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
સુધારા મુજબ ગણોતિયાના અસ્તિત્વનો કોઈ નિર્ણય લેવામાં આવે તે પૂર્વે જમીન મૂળ જમીનમાલિક દ્વારા ત્રાહિતને વેચાણ આપી દેવામાં આવી હોય. ઉપરાંત ગણોતધારાની જમીન હોવા છતાં રેકોર્ડની ભૂલના કારણે જૂની શરત ચાલતી હોય અને તેમાં પણ માલિકી બદલાઈ હોય તેવા કિસ્સામાં નવા સુધારાનો સીધો લાભ મળશે.
જે માટે હાલના જમીનમાલિકે કૃષિપંચ મામલતદારની કચેરીમાં જઈ અરજી આપવાની રહેશે. જે આધારે રેકોર્ડની ચકાસણી કરી કૃષિપંચ દ્વારા આવા વ્યવહારને નિયમબદ્ધ કરવા માટે એક રૂપિયો દંડ કરવામાં આવશે. જેની સાથે જેટલા વ્યવહાર થયા હશે તે તમામ માટે ખેતીની જંત્રીના 25 ટકા પ્રિમિયમ જમા કરાવવું પડશે.

7 વર્ષ પહેલા

આમ, કાયદાના સુધારાનો લાભ માત્ર ગણોતધારાની કલમ 43ની જોગવાઈનો ભંગ કરી થયેલી તબદીલી માટે છે. જેનાથી બિનખેડૂત દ્વારા કરવામાં આવેલી ખરીદીને નિયમબદ્ધ કરવાની કોઈ જોગવાઈ કરાઈ નથી. નવા કાયદાનો અમલ કરવા માટે આજે રાજ્ય સરકાર દ્વારા વડોદરા કલેકટરને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
શું થશે પ્રક્રિયા
{ જમીનનામહેસૂલી ઉતારા અને ખેડૂત ખાતેદારના પુરાવા સાથે કૃષિપંચ મામલતદારને અરજી કરવી પડશે.
{અરજીનેઆધારે કૃષિપંચ મામલતદાર રેકોર્ડની ચકાસણી કરાવશે.
{હાલનાકબજેદારને ~1 દંડ કરી જમીન પ્રતિબંધિત શરતે દાખલ કરાશે.
{કૃષિપંચનાહુકમની નોંધ 7/12ના ઉતારામાં કરાશે.
{જેબાદ જમીન વેચાણ કે હેતુફેર કરવાની અરજી સમયે જમીન સુધારણા કચેરી દ્વારા તમામ જૂની તબદીલી માટે ખેતીની જંત્રીના 25% વસૂલાત કરાશે.
{જોબિનખેતીના હેતુ માટે શરતફેર કરવાની થાય તો જૂની તબદીલીની ખેતીની જંત્રી ઉપરાંત બિનખેતીની શરતફેર ઉપયોગ માટે જંત્રીના 40% રકમ ભરવી પડશે.
એકથી વધુ વ્યવહારનું પ્રિમિયમ ભરવું પડશે
ગણોતધારાનીજોગવાઈહેઠળ આવતી નવી શરતની કેટલીક જમીનોમાં આટલાં વર્ષોમાં એકથી વધુ વ્યવહાર થયા હોય છે. કાયદાના સુધારાથી મૂળ જમીનમાલિક અને ગણોતિયા બાદ જેટલી વખત જમીન વેચાઈ હોય તે તમામ વ્યવહારનું જંત્રીના 25 ટકા પ્રિમિયમ હાલના માલિકે ભરવું પડે.
No comments:
Post a Comment