લીસ પેન્ડન્સની નોંધ પડાવવી શા માટે જરૂરી છે ?
કોઈ જમીન મિલકત અંગે દીવાની મુદ્દાઓ બાબતે પક્ષકારો વચ્ચે તકરારો ઉપસ્થિત થતાં દાવા - દુવીના પ્રકરણો સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવતા હોય છે અને આ રીતે સિવિલ કોર્ટમાં કોઈ જમીન મિલકતો અંગે દાવાઓ યા તકરારો પડતર હોવા બાબતે પક્ષકારો દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી સમક્ષ લીસ પેન્ડન્સ ( પડતર તકરાર ) અંગેની નોટિસ રજિસ્ટર્ડ કરવામાં આવતી હોય છે અને તેવી રજિસ્ટર્ડ નોટિસ અંગેની નોંધ વિવાદિત જમીનની ૭ / ૧૨ માં દાખલ કરવા બાબત પક્ષકારો દ્વારા કાર્યવાહીઓ કરવામાં આવતી હોય છે . જેમાં ઘણાં કિસ્સાઓમાં લીસ પેન્ડન્સ ( પડતર તકરાર ) અંગેની રજિસ્ટર્ડ નોટિસ અંગેની નોંધ વિવાદિત જમીનની ૭ / ૧૨ માં દાખલ કરવામાં આવતી નથી અને મહેસૂલી કચેરીઓ દ્વારા તેને નકારવામાં આવે છે . મિલકત તબદીલી અધિનિયમની કલમ -૫૨ માં સમાવિષ્ટ લીસ પેન્ડન્સનો સિદ્ધાંત એક જાહેર નીતિનો સિદ્ધાંત હોઈ , તે એવી શરતની જોગવાઈ કરે છે કે સ્વત્વાર્પણ કોઈ પણ રીતે દાવામાં પસાર એવા કોઈ હુકમનામા હેઠળના અન્ય પક્ષકારના હકોને અસર કરશે નહીં , સિવાય કે મિલકતનું સ્વત્વાર્પણ કોર્ટની પરવાનગી સાથે કરવામાં આવેલ હોય . ઉપરોક્ત સંજોગો જોતાં કહી શકાય કે , લીસ પેન્ડન્સ ( પડતર તકરાર ) ની નોંધ મહેસૂલી અધિકારીઓએ દાખલ કરવી જરૂરી છે . વિરુદ્ધ ઉપર મુજબનો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉસ્માનગની અબ્દુલકાદર કારમારી અજિત ઈન્દ્રવદન ઠક્કર અને બીજા , સિવિલ એપ્લિકેશન લીવ ટુ અપીલ ) નં . : ૧૮૧૯ / ૨૦૧૬ ના ૦૨ / ૦૫ / ૨૦૧૭ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે . ( લેન્ડ લૉઝ જજમેન્ટ્સ ( LL ) વોલ્યુમ -૨ , ઈશ્યૂ -૯ , સપ્ટેમ્બર -૨૦૧૭ , પાનાં નં . ૮૧૬ ) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે . રેગ્યુલર દીવાની અપીલ નં . ૮૨ / ૨૦૦૪ ના કામે વિદ્વાન ચોથા વધારાના જિલ્લા જજ , ભરૂચ દ્વારા અપાયેલ તા . ૨૩-૦૧-૨૦૧૫ના રોજના વિવાદી ચુકાદા અને હુકમને પડકારીને બીજી અપીલ દાખલ કરવાની પરવાનગી માગવા સાથે અરજીમાં જણાવેલ આધારો ઉપર હાલની દીવાની અરજી અરજદાર - ત્રાહિત પક્ષકાર દ્વારા દાખલ કરવામાં આવેલ છે . કામે તા.રાણાએ સ્પેશિયલ દીવાની દાવા નં . ૩૩૩/૧૯૯૩ વિદ્વાન સિવિલ જજ , ભરૂચની કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવ્યો હતો અને તે સપ્ટેમ્બર , ૨૦૦૪ માં ૨૬ કરવામાં આવ્યો હતો . તેને વિદ્વાન મદદનીશ જજ , ભરૂચ સમક્ષ પરચૂરણ દીવાની અપીલ નં . ૨૩ / ૧૯૯૫ ની રાહે આગળ લઈ જવામાં આવ્યો હતો અને તે અપીલ મંજૂર થઈ હતી , કે જે વડે દાવાવાળી જમીનનું સ્વત્વાર્પણ અને તબદીલી દાવાની સુનાવણી પડતર હોય તે દરમિયાન પ્રતિબંધિત કરવામાં આવી હતી . જોકે , આખરે સ્પેશિયલ દીવાની દાવા નં . ૩૩૩/૧૯૯૩ અહીં ઉપર જણાવ્યા મુજબ રદ થવા પામ્યો હતો કે જેની વિરુદ્ધ પહેલી અપીલ નં.તબદીલી ૮૨/૨૦૦૪ દાખલ કરવામાં આવી હતી , તેમ છતાં પહેલી અપીલમાં કોર્ટ સ્ટે ( મનાઈ હુકમ ) ચાલુ નહોતો . તેથી કાશીબેન દ્વારા ઈસ્માઈલભાઈની તરફેણમાં વર્ષ ૨૦૦૪ માં કરી આપવામાં આવેલ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની રાહે વિગતવાર જણાવ્યા મુજબના વધુ વ્યવહારો થયા હતા અને ત્યાર બાદ વર્ષ ૨૦૦૮ માં કાશીબેને મોહંમદ ઈસ્માઈલ પટેલની તરફેણમાં તા . ૨૩-૮ ૨૦૦૮ ના રોજનો રજિસ્ટર્જ વેચાણ દસ્તાવેજ કર્યો હતો અને મહેસૂલ નોંધ નં.જોગવાઈ ૭૧૦૪ વાળી ફેરફાર નોંધ પાડવામાં આવી છે . ફરીથી કથિત મોહંમદ ઈસ્માઈલે સિરાજ હસન વિજયસિંઘ રાણાની તરફેણમાં વર્ષ ૨૦૧૨ માં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો . કથિત સિરાજ હસન વિજયસિંઘ રાણાએ વધુમાં પ્રશ્નવાળી જમીન તા . ૨૯-૦૫-૨૦૧૨ના રોજના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ વડે ઉસ્માનભાઈની તરફેણમાં વેચાણે આપી હતી કે જેના બદલ મહેસૂલ નોંધ નં . ૭૩૦૯ વાળી નામફેર નોંધ પડી હતી . પહેલી અપીલ નં . ૮૨/૨૦૦૪ કે જે દીવાની દાવા નં . ૩૩૩ / ૧૯૯૩ ના કામે અપાયેલ ચુકાદા અને હુકમની વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી , તે મંજૂર કરવામાં આવી હતી . કાર્યવાહી પડતર હતી તે દરમિયાન કોઈ મનાઈહુકમ કે સ્ટે હતો નહીં કે જે બાબત વ્યવહારોની શ્રેણીમાં પરિણમી હતી અને તેથી હાલના અરજદાર ત્રાહિત પક્ષકાર રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ વડે શુદ્ધ બુદ્ધિના ખરીદદાર હોવાનો દાવો કરે છે અને એ કે કોઈ જાણકારી વિનાના પાછળથી ખરીદદારે અરજીમાં જણાવેલ આધારો ઉપર અપીલ દાખલ કરવાની પરવાનગી માગતી અરજી દાખલ કરેલ છે . નામદાર ગુજરાત હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે , જો લીસ પેન્ડન્સની નોંધ પાડવામાં ન આવે તો તેના પરિણામ અંગેનો અહીં વિવાદાસ્પદ પ્રશ્ન છે . એક ઉપયોગી સંદર્ભ પ્રેમચંદ જે . પંચાલ વિ . શાહજહાબાનુ લીયાકતખાન પઠાણ , ૨૦૧૧ ( ૨ ) ( જી.એલ.આર. ) ૧૧૨૧ ના કેસમાં આ કોર્ટે આપેલ ચુકાદાનો લઈ શકાય કે જેમાં માનનીય ઉપલી કોર્ટના ચુકાદા અને મિલકત તબદીલી અધિનિયમની કલમ -૫૨ નો સંદર્ભ લેવામાં આવ્યો છે . મિલકત તબદીલી અધિનિયમની કલમ -૫૨ માં સમાવિષ્ટ લીસ પેન્ડન્સનો સિદ્ધાંત એક જાહેર નીતિનો સિદ્ધાંત હોઈ , તે એવી શરતની જોગવાઈ કરે છે કે , સ્વત્વાર્પણ કોઈ પણ રીતે દાવામાં પસાર એવા કોઈ હુકમનામા હેઠળના અન્ય પક્ષકારના હકોને અસર કરશે નહીં , સિવાય કે મિલકતનું સ્વત્વાર્પણ કોર્ટની પરવાનગી સાથે કરવામાં આવેલ હોય . મિલકત તબદીલી ( એકરૂપતા માટેની મુંબઈની જોગવાઈ અને સુધારા ) અધિનિયમન , ૧૯૫૯ અમલી બનાવવામાં આવ્યો હતો.
અને તે હેઠળ આખેઆખા મુંબઈ રાજ્યમાં મિલકત તબદીલી અધિનિયમનમાં એકરૂપતા માટે જોગવાઈ કરવામાં આવેલ છે કે જે ગુજરાત રાજ્યને પણ લાગુ પડશે , કારણ કે તે વર્ષ ૧૯૫૯ માં સુસંગત સમયે ભૂતપૂર્વ મુંબઈ રાજ્યનો હિસ્સો બનાવતું હતું . વધુમાં મિલકત તબદીલી અધિનિયમ અને ભારતીય નોંધણી ( મુંબઈ સુધાર ) અધિનિયમ , ૧૯૩૯ નોંધણીની જરૂરિયાત અંગે જોગવાઈ કરે છે , તેની જોગવાઈઓના અમલ માટેની પૂર્વશરત તરીકે તે બાબતને દીપકભાઈ મણિલાલ પટેલ વિ . સ્ટેટ ઑફ ગુજરાત , ૨૦૦૭ ( ૨ ) ( જી.એલ.આર. ) ૧૨૯૭ ના કેસમાં હાઈકોર્ટે આપેલ ચુકાદામાં ધ્યાને લેવામાં આવેલ છે કે જેમાં નોંધવામાં આવેલ છે કે , ૧૯૩૯ નો મુંબઈ અધિનિયમ ૧૪ ને ૧૯૫૯ ના અધિનિયમ ૫૭ સાથે વાંચતા તે વડે મિલકત તબદીલી અધિનિયમની કલમ -૫૨ માં કરવામાં આવેલ સુધારાના પરિપેક્ષમાં નોટિસ જરૂરી બનશે અને જો આવી નોટિસ સબ - રજિસ્ટ્રાર સમક્ષ કાઢવામાં અથવા નોંધાવવામાં આવી ન હોય તો પછી તબદીલીથી લેનાર કે જે ચાલુ કાર્યવાહીએ શુદ્ધબુદ્ધિનો ખરીદદાર છે તે અસર પામશે નહીં . વધુમાં હાર્દેવ સિંઘ વિ . ગુરમાઈલ સિંઘ ( મૃતક ) તેના વારસો થકી , ૨૦૦૭ ( ૨ ) ( સુ.કો.કે. ) ૪૦૪ ના કેસમાં માનનીય ઉપલી કોર્ટે આપેલ ચુકાદાનો સંદર્ભ લઈ શકાય કે જેમાં મિલકત તબદીલી અધિનિયમની કલમો ૪૧ અને ૪૩ ને કલમ -૫૨ સાથે વાંચતાં તેના અવકાશનો સંદર્ભ લેવામાં આવેલ છે . આ તે સંજોગો છે કે જેમાં બહુ ખુલાસા આપ્યા વિના , દાવાવાળી જમીનમાં હક , ટાઈટલ અને હિતનો દાવો કરી રહેલ અરજદાર પરવાનગી માટે મંજૂરીપાત્ર છે . એવી હકીકત છે કે , જો અપીલની પરવાનગી મંજૂર કરવામાં આવે છે તો તે વિરોધ કરવાની અને પોતાનો કેસ આગળ ધરવાની તક આપશે કે જેને સુસંગત સમયે તેઓ સફળ બની શક્યા હોત તે પહેલાં અલગથી અને સ્વતંત્ર રીતે તમામ મુદ્દાઓ ઉપર ધ્યાને લેવામાં આવી શકે છે . નોટિસ વિનાના શુદ્ધબુદ્ધિના ખરીદદાર અને / અથવા તથાકથિત મેળાપીપણામાં થયેલ તબદીલીને સંબંધિત મુદ્દો પણ અપીલની સુનાવણીના સમયે ધ્યાને લઈ શકાયો હોત . આથી નામદાર ગુજરાત હાઈકોર્ટે ઠરાવેલ કે , અપીલ દાખલ કરવાની પરવાનગી માગતી હાલની દીવાની અરજી મંજૂર થવા લાયક હોવાનું ઠરાવી દીવાની અરજી મંજૂર જાહેર કરેલ . આમ . કોઈ જમીન / મિલકતો અંગે દીવાની મુદ્દાઓ બાબતે પક્ષકારો વચ્ચે તકરારો ઉપસ્થિત થતાં દાવા - દુવીના પ્રકરણો સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવતા હોય છે અને આ રીતે સિવિલ કોર્ટમાં કોઈ જમીન / મિલકતો અંગે દાવાઓ યા તકરારો પડતર હોવા બાબતે પક્ષકારો દ્વારા સબ - રજિસ્ટ્રાર કચેરી સમક્ષ લીસ પેન્ડન્સ ( પડતર તકરાર ) અંગેની નોટિસ રજિસ્ટર્ડ કરવામાં આવતી હોય છે અને તેવી રજિસ્ટર્ડ નોટિસ અંગેની નોંધ વિવાદિત જમીનની ૭ / ૧૨ માં દાખલ કરવા બાબત પક્ષકારો દ્વારા કાર્યવાહીઓ કરવામાં આવતી હોય છે . જેમાં ઘણાં કિસ્સાઓમાં લીસ પેન્ડન્સ ( પડતર તકરાર ) અંગેની રજિસ્ટર્ડ નોટિસ અંગેની નોંધ વિવાદિત જમીનની ૭ / ૧૨ માં દાખલ કરવામાં આવતી નથી અને મહેસૂલી કચેરીઓ દ્વારા તેને નકારવામાં આવે છે . મિલકત તબદીલી અધિનિયમની કલમ -૫૨ માં સમાવિષ્ટ લીસ પેન્ડન્સનો સિદ્ધાંત એક જાહેર નીતિનો સિદ્ધાંત હોઈ તે એવી શરતની જોગવાઈ કરે છે કે , સ્વત્વાર્પણ કોઈ પણ રીતે દાવામાં પસાર એવા કોઈ હુકમનામા હેઠળના અન્ય પક્ષકારના હકોને અસર કરશે નહીં , સિવાય કે મિલકતનું સ્વત્વાર્પણ કોર્ટની પરવાનગી સાથે કરવામાં આવેલ હોય . ઉપરોકત સંજોગો જોતાં કહી શકાય કે , લીસ પેન્ડન્સ ( પડતર તકરાર ) ની નોંધ મહેસૂલી અધિકારીઓએ દાખલ કરવી જરૂરી છે .
( સંદર્ભ : લેન્ડ લૉઝ જજમેન્ટ્સ ( LL ) , વોલ્યુમ -૨ , ઈશ્યૂ -૯ , સપ્ટેમ્બર -૨૦૧૭ , પાનાં નં . ૮૧૬ ) ,
No comments:
Post a Comment