ગણોતધારાની જોગવાઈઓ હેઠળની એવી કોઇ ખેતીની જમીન જે કલેક્ટરના પૂર્વ મંજૂરી વિના અને રાજ્ય સરકાર નક્કી કરે તેવી પ્રીમિયમની રકમની રાજ્ય સરકારને ચુકવણી કર્યા વિના વેચાણ , બક્ષિશ , વિનિમય , ગીરો , પટ્ટા અથવા નામફેર ( એસાઇમેન્ટ થી તબદીલ કરી ન શકાય તેવી અથવા તબદીલ કરવા માટે લખાણ કરી શકે નહીં અને કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના આવી કોઈ જમીનમાં યા તેમાં રહેલા હિત સંબંધના ભાગલા પાડી શકાય નહી તેવી જમીનો નવી શરતની જમીન તરીકે ઓળખાવી શકાય .
પરંતુ કેટલાક કિસ્સાઓમાં અને કેસની હકીકતો જોતા કોર્ટે જે તે કેસની હકીકતોને આધારે નવી શરતની જમીનો અંગે થયેલી તબદીલીઓ નિયમબદ્ધ કરી રાહત આપવી જોઈએ. તે મુજબનો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટે ઘાંચીભાઈચંદભાઈ નાલાભાઈ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત , સ્પે.સિ.લાઇસન્સીપા એપ્લિકેશન નં . ૧૧૦૩૨ / ૨૦૦૦ ના કામે તા.પસાવતી ૨૫ / ૦૯ / ૨૦૧૭ ના રોજ હુકમ કરી પ્રસ્થાપિત કરેલ છે . આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે . પાળના કેસના પિટિશન યાને ભાઈચંદભાઈએ વિવાદિત જમીન સિપાઈ રસુલખાન સાહેબખાન વિગેરે કનેથી ખરીદસમા કરેલ , વિવાદિત જમીન ચાકરિયાત પસાયત ઇનામી સત્તાપ્રકારવાળી જમીન હતી . આમ વિવાદિત જમીન નવી શરતની જમીન હતી અને તેવી જમીન અંગે પૂર્વ પરવાનગી મેળવ્યા વિના પિટિશનરની તરફેણમાં વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલો . જેની ફેરફાર નોંધ પણ ૭ / ૧૨ માં દાખલ કરવામાં આવેલ , પરંતુ નવી શરતની જમીન હોવાથી તેવી વેચાણની નોંધ પ્રમાણિત થયેલી નહી . ત્યારબાદ શરતભંગ બદલ કાર્યવાહી શરૂ કરેલ અને ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર સમક્ષના કેસમાં એવા તારણો આપવામાં આવેલ કે , વિવાદિત જમીન ચાકરિયાત પસાધન ઇનામી સત્તાપ્રકારવાળી જમીન તરીકે આપવામાં આવેલ હોવાથી અને જમીનને રિચાન્ટ કરવામાં આવેલ ન હોવાથી ધારણકર્તા માત્ર સ્પે.સિ.લાઇસન્સીપા બજેદાર ગણાય આધી તા.પસાવતી જમીનનું વેચાણ એ સંપૂર્ણ ગેરકાયદેસર છે , જે મામલતદાર અને નાયબ કલેક્ટર સાહેબના હુકમ વિરુદ્ધ બનાસકાંઠા કલેક્ટર સમક્ષ દાખલ ફેરતપાસ અરજી પણ ડિસમિસ કરવામાં આવેલી અને બનાસકાંઠા કલેક્ટરના હુકમ વિરુદ્ધ અગ્રસચિવ સાહેબપિટિશનરના ખરીદસમા થયેલ ફેરતપાસ અરજી પણ ર ૬ કરવામાં આવેલ .
જે હુકમ વિરુદ્ધ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ હાલનો આ કેસ ઉપસ્થિત થયેલ જે કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે જો પિટિશનરે તા ૩૦/૦૭/૧૯૮૩ પહેલાં ઓયોરિટી સમક્ષ કાર્યવાહી કરી હોત તો તા . ૧૧ / ૦૯ / ૧૯૬૮ ના રોજના પરિપત્રનો લાભ પક્ષકારોને આપવા એ સાણ યોરિટીની ફરજ ગણાય પરંતુ એક્વા જ્યારે તા . ૧૧ / ૦૬ / ૧૯૬૮ ના રોજના પરિપત્રને કોઈ રાજ્ય સરકાર દ્વારા તા . ૧૩ / ૦૭ / ૧૯૮૩ ના રોજથી રદ કરવામાં આવેલ છે, ત્યારબાદ પિટિશનર તબદીલી તા . ૧૧ / ૦૬ / ૧૯૬૮ ના રોજના પરિપત્ર પહેલાં થયેલ હોવાની રજૂઆત કરી તેવા પરિપત્રનો લાભ માગી શકે નહીં . પરંતુ કોર્ટે જે તે કેસની હકીકતોને આધારે રહત આપવી જોઈએ . તેમજ પિટિશનર તરફથી કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવેલ કે, પિટિશનર વિવાદિત જમીનનો કબજો સાચવવા માટે પ્રવર્તમાન જંત્રીની આજની કિંમત ચૂકવવા તૈયાર છે .
આપી કેસની હકીકત જૈતા કોર્ટે પિટિશનરને રાહત આપવાની જરૂરિયાત છે . કારણ કે સાહેબપિટિશનરના પિતાએ તા . ૨૨ / ૦૬ / ૧૯૬૧ ના રોજ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ આધારે વિવાદિત જમીન ખરીદ કરેલ તેમજ તે અંગેની નોંધ પણ રેવન્યૂ રેકર્ડમાં દાખલ થયેલ અને પિટિશનરના પિતા સને -૧૯૮૪ માં મરણ પામ્યા ત્યાં સુધી તેઓનો કબજો, ભોગવટો ચાલી આવેલ હતો અને જ્યારે તેવી વ્યક્તિ આટલા વર્ષો સુધી જમીનમાં ખેતી કરતા હોય ત્યારે આ સમય દરમિયાન ખેતી માટે તથા જમીનના વિકાસ માટે જરૂરી ખર્ચો પણ કરતા હોય છે તેમજ પિટિશનરની રજૂઆત મુજબ તેઓ પોતે કુટુંબના જીવનનિર્વાહ માટે વિવાદિત જમીન ઉપર જ આધાર રાખે છે તેમજ સૌથી મહત્ત્વની કીક્ત અને રજૂઆત કે પિટિશનર જરૂરી પેનલ્ટી ચૂકવવામાં પણ રાજી અને તૈયાર છે.
આવી નામદાર ગુજરાત હાઇકોર્ટ ઉપરોક્ત તમામ હકીકતો ધ્યાને લઈ એવા તારણ ઉપર આવેલા કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ અને કેસની હકીકતો ધ્યાને લેતા નીચલી કોર્ટોના તમામ હુકમો રદ કરવાની જરૂર છે અને ડેપ્યુટી કલેક્ટરે ગુજરાત હાઇકોર્ટના હાલના ચુકાદાને તથા કેસની હકીકતોને ધ્યાને લઈ નવેસરથી નિર્ણય લેવાની જરૂર છે . આથી નામદાર ગુજરાત હાઇકોર્ટે પિટિશનરને આદેશ આપેલ કેપિટિશનરે હાઇકોર્ટ સમક્ષ હલના હુકમ મળ્યાના પંદર ( ૧૫ ) દિવસમાં સોગંદનામા ઉપર બાહેંધરી આપવી પડશે કે પિટિશનર વિવાદિત આજની જંગી મુજબની રકમ ચૂકવવા તૈયાર અને રાજી છે
આપી નામદાર ગુજરાત હાઇકોર્ટે પિટિશન મંજૂર કરેલ અને નીચલી તમામ કોર્ટોના હુકમ રદ કરેલ અને પિટિશન જંત્રી મુજબની કિંમત ચૂકવવી પડશે તે શરતે વિવાદિત જમીનની તબદીલીઓ અને જમીન પિટિશનરની તરફેણમાં નિયમબદ્ધ કરવા માટે ડેપ્યુટી કલેક્ટરને કેસ રિમાન્ડ કરવાનો આદેશાત્મક હુકમ ફરમાવેલ . આમ , ગણોતધારાની જોગવાઈઓ હેઠળની એવી કોઈ ખેતીની જમીન જે કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના અને રાજ્ય સરકાર નક્કી કરે તેવી પ્રીમિયમની રકમની રાજ્ય સરકારને ચુકવણી કર્યા વિના વેચાણ , બદિશ , વિનિમય , ગીરો , પટ્ટા અથવા નામફેર ( એસાઇમેન્ટથી તબદીલ કરી ન શકાય તેવી અથવા તબદીલ કરવા માટે વખાણ કરી શકે નહીં અને ક્લેક્ટરની પૂર્વ મંજૂરી વિના આવી કોઈ જમીનમાં થા તેમાં રહેલા હિત સંબંધમાં ભાગલા પાડી શકાય નહીં તેવી જમીનો નવી શરતની જમીન તરીકે ઓળખાવી શકાય .
પરંતુ કેટલાંક કિસ્સાઓમાં અને કેસની હકીતતો જોતા કોર્ટે જે તે કેસની હકીકતોને આધારે નવી શરતની જમીનો અંગે પહેલી તબદીલીઓ નિયમબદ્ધ કરી હત આપવી જોઈએ
No comments:
Post a Comment