1. શૈક્ષણિક સંસ્થાઓ પાંજરાપોળ વૃધ્ધાશ્રમો જેવી અનેક સંસ્થાઓ જે નહીં નફો નહીં નુકશાનના ધોરણે સમાજમાં કાર્યરત છે. આવી સંસ્થાઓને જે તે સમયે યોગ્ય માર્ગદર્શન ન મળવાના કારણે કોઈપણ જાતના બદઈરાદા વિના તેમનાથી સરકારી જમીનમાં દબાણ થઈ ગયું હોય તેવા કિસ્સાઓ બનવા પામેલ છે .
ર . સામાન્ય રીતે સરકારી જમીન ઉપરનું દબાણ કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેતાં દબાણ દૂર કરવું તેવી સરકારની નીતિ રહી છે. કોઈ કિસ્સામાં દબાણ નિયમિત કરવાનો નિર્ણય લેવાનો થાય ત્યારે શિક્ષાત્મક દંડ લઈ બજાર કિંમતની અઢી ગણી કિંમત વસૂલ કરી દબાણ વિનિયમિત કરી આપવામાં આવે છે, પરંતુ ઉપરના ફકરામાં દર્શાવ્યા મુજબ ખરેખર સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય અને આમ સમાજને ઉપયોગી હોય તેવી જાહેર સંસ્થાઓ ધ્વારા કોઈપણ પ્રકારના આશય વિના દબાણ થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં અને જમીન મહેસૂલ નિયમોના નિયમ ૩ ર અને ૩ ર ( ક ) હેઠળ જમીન ફાળવણી માટે લાયકાત ધરાવતા હોય તેવા ટ્રસ્ટો કે જેઓની આર્થિક સ્થિતિ સધ્ધર ન હોય અને સમાજ ઉપયોગી સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય તેવા ટ્રસ્ટો, સંસ્થાઓ, વ્યકિતઓ વગેરે જેવા ખાસ કિસ્સામાં બજાર કિંમતની અઢી ગણી કિંમત વસૂલ કરી દબાણ નિયમિત કરી આપવું તે યોગ્ય હોતું નથી સંસ્થા કે ટ્રસ્ટને તે આર્થિક રીતે પરવડે તેમ પણ હોતું નથી તથા આવા ટ્રસ્ટ કે સંસ્થાની પ્રવૃત્તિઓ બંધ કરાવી દબાણ હટાવવું તે પણ જાહેર હિતમાં યોગ્ય જણાતું ન હોઈ આવા કિસ્સામાં એકવડી કિંમત લઈ દબાણ નિયમિત કરી આપવું કે કેમ તે, બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી .
પેજ નંબર. ૫૭ અને ૫૮
No comments:
Post a Comment