ઠરાવ :
જમીન મહેસૂલ કાયદાની કલમ ૬૫ અંતર્ગત ગામઠાણ કે સીટી સરવે વિસ્તાર કલમ ૧૨૬ ની સીટી લિમીટ ઉપરાંતના બિનખેતી વિસ્તારમાં મિલકત કાર્ડ બનાવવા , જાળવવા અને નિભાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવા નીચે મુજબ ની પદ્ધતિ અનુસરવાની રહેશે .
( અ ) ઓનલાઇન ડાટાબેઝનો ઉપયોગ કરીને પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા બાબત iora.gujarat.in સોફ્ટવેર સાથે www.csis.gov.in ના જોડાણ કરી તેના આધારે ઓનલાઇન બિનખેતી થયેલ સરવે નંબરના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા માટેની કાર્યપદ્ધતિ નીચે મુજબ છે .
( 1 ) 1 - ORA સોફ્ટવેરના આધારે બિનખેતી થયેલ સરવે નંબરના સીધા સીટી સરવેના www.csis.gov.in ના સોફ્ટવેર સાથે જોડાણ કરીને સીટી સરવેના જરુર મુજબ વોર્ડ ખોલવાના રહેશે .
( 2 ) બિનખેતીના વોર્ડમાં સીટી સરવે નંબર જનરેટ કરવા માટે જે સરવે નંબર બિનખેતી થયેલ છે તે સરવે નંબરની આગળ “ NA ” લખીને સીટી સરવે નંબર બનાવવો . બિનખેતી થયેલ સરવે નંબરમાં માપણીની પ્રક્રિયા હાથ ધરવાની ન હોઈ સોફ્ટવેરમાં શીટ નંબર માટે " NA 99 " જનરેટ કરવો . ક્ષેત્રફળ પ્લોટના કારપેટ એરીયા મુજબ દાખલ કરવાનું રહેશે .
( ૩ ) જેના નામે હુકમ થયેલ છે તેના કોમન પ્લોટ અને રસ્તા સિવાયના તમામ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા પ્રોપર્ટીકાર્ડમાં નિયત કરેલ સતા પ્રકારની યાદી મુજબ બિનખેતીનો સત્તા પ્રકાર નક્કી કરવાનો રહેશે .
( 4 ) બિનખેતીના વિશેષધારાની ગણતરી શહેરનો વર્ગ તેમજ મિલકતના ઉપયોગ ( રહેણાક , ઉદ્યોગ અને વ્યાપારીક હેતુ ) મુજબ પસંદ કરવો અને સક્ષમ અધિકારીના હુકમમાં દર્શાવેલ બિનખેતીના વિશેષધારા મુજબની રકમ લખવાની રહેશે .
( 5 ) સીટી સરવેના સોફ્ટવેરમાં જો સક્ષમ અધિકારીના હુકમની સાથે તે જમીનનો મંજુર થયેલ લે - આઉટ પ્લાન ઉપબ્ધ થાય તો સોફ્ટવેરમાં ઉપલબ્ધ સુવિધા મુજબ કુલ પ્લોટમાં ખાનગી પ્લોટ , રસ્તા , કોમન પ્લોટ એમ કુલ પ્લોટ વાઇઝ મિલકત કાર્ડ તૈયાર કરવા અને પ્લોટના કારપેટ એરીયા મુજબ ક્ષેત્રફળ દાખલ કરવાનું રહેશે . આ કામગીરી સંબંધિત બિનખેતીના વોર્ડની કામગીરી જેને સોંપવામાં આવે તે સરવેયર મેન્ટેનન્સ સરવેયર દ્વારા કરવાની રહેશે . પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા તથા ડાટાના વેરીફિકેશનની કામગીરી પણ સંબંધિત સરવેયર મેન્ટેનન્સ સરવેયર દ્વારા હાથ ધરવાની રહેશે . ડાટા એંટ્રી તથા વેરીફિકેશનની કામગીરી દૈનિક ધોરણે કરવાની રહેશે .
( 6 ) ઓનલાઇન તૈયાર કરવામાં આવેલ પ્રોપર્ટીકાર્ડ કે જે પ્રથમવાર જ તૈયાર થતું હોઇ તેનો બિનખેતી થયેલ સરવે નંબર પ્રમાણિત કરવાની નોટીસ સંબંધિત જિલ્લાના ડી.આઇ.એલ.આર સીટી સરવે સુપરીટેન્ડેન્ટએ પ્રસિધ્ધ કરવાની રહેશે . પ્રોપર્ટીકાર્ડ એ સક્ષમ અધિકારીના હુકમ અન્વયે બનાવવામાં આવેલ હોઇ , પ્રમાણિત કરવાની નોટીસના એક દિવસ બાદ આ પ્રોપર્ટીકાર્ડને સંબંધિત સીટી સરવેના વોર્ડમાં નિભાવણી માટે તબદીલ કરવાનું રહેશે , પ્રોપર્ટીકાર્ડ તૈયાર થતાની સાથે iora.gujarat.in પર આ બાબતની નોંધ કરી ખેતીના ગામ નમુના -૭ અને ફેરફાર નોંધને ફ્રીઝ કરવાના રહેશે ,
( બ ) બિનખેતીના હુકમો તથા ઇ - ધરા ના ડાટાબેઝનો ઉપયોગ કરીને પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા બાબત હાલની તથા અગાઉની બિનખેતીની પ્રક્રિયાનો વ્યાપ તથા આ કામગીરીમાં ઝડપ લાવવાની આવશ્યકતાને ધ્યાને લેતાં ,
( 1 ) આ કામગીરીની ઝડપ વધારવા જિલ્લાકક્ષાએ નિવાસી અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતા હેઠળ એક સમિતિનું ગઠન કરવાનું રહેશે . આ સમિતિ સંબંધિત જિલ્લાના ડી.આઇ.એલ.આર , સીટી સરવે સુપરીટેન્ડેન્ટ , ટાઉન પ્લાનીંગ અધિકારી , નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા કક્ષાના અન્ય સંબંધિત અધિકારી પ્રતિનિધિઓની બનેલી રહેશે . આ સમિતિ દૈનિક ધોરણે પોતાના જિલ્લામાં થયેલ બિનખેતીના હુકમોની રજીસ્ટરમાં નોંધ , બિનખેતી હુકમોનું સ્કેનીંગ , ડાટા એંટ્રી અને વેરીફિકેશન વિગેરે કામગીરી નિયત સમયમાં પૂર્ણ થયેલ છે કે કેમ તેની સમીક્ષા કરવાની રહેશે . જે કિસ્સામાં બિનખેતીના હુકમો ઉપબ્ધ ( થાય તેવા સંજોગોમાં ડી.આઇ.એલ.આર કચેરીમાં બનાવેલ કે.જે.પી. ઉપરાંત અધિકૃત ગામ નમુના નંબર -૨ કે બી.યુ.પરમીશનના હુકમો આધારે સોફટવેરમાં ડાટા એંટ્રી કરાવવાની રહેશે . આવા કિસ્સામાં તેની અલગ અલગ રજીસ્ટરોમાં નોંધ કરી અને તેની સોફટવેરમાં ડાટા એંટ્રી કરાવવાની રહેશે .
( 2 ) ઉપર્યુક્ત સમિતીના નિર્દેશન હેઠળ જિલ્લાના ડી.આઇ.એલ.આર / સીટી સરવે સુપરીટેન્ડેન્ટ તથા સુપરીટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડએ સમિતિ દ્વારા સોંપેલ કામગીરીને ઝુંબેશરૂપે પૂર્ણ કરાવવા માટે જરુરી સીટી સરવેના વોર્ડ ખોલવા , તાલુકા કક્ષા / વોર્ડ કક્ષાના મેન્ટેનન્સ સરવેયરની ટીમ પાસે સ્કેનીંગ તથા ડાટા વેરીફિકેશનની કામગીરી પૂર્ણ કરાવવાની રહેશે .
( 3 ) ઉપર જણાવ્યા મુજબ નવા તૈયાર થતા પ્રોપર્ટીકાર્ડમાં બિનખેતીના વોર્ડમાં સીટી સરવે નંબર જનરેટ કરવા , ક્ષેત્રફળ કારપેટ એરીયા મુજબ લેવાનું રહેશે અને યોગ્ય સત્તા પ્રકાર પસંદ કરી વિશેષધારો પણ શહેરના વર્ગ તથા સક્ષમ અધિકારીના હુકમ મુજબ લાગુ કરવાનો રહેશે .
( 4 ) આ કામગીરી માટે ખાનગી સરવેના બિનખેતીના હુકમો માટેના રજીસ્ટરની જેમ જ સરકારી જમીનોની વિવિધ હેતુ માટેની જમીનો ફાળવણીનું રજી.નગરપાલિકા મહાનગરપાલિકા કે પંચાયતો દ્વારા ફાળવેલ જમીનો , આવાસ યોજનાની જમીનોની ફાળવણીનું રજીસ્ટર ટી.પી. સ્કીમ અંતર્ગત " એફ " ફોર્મ મુજબ રીઝર્વ રાખવાના રજીસ્ટર એમ અલગ - અલગ રજીસ્ટરો આ સાથે સમાવિષ્ટ નિયત નમુનાઓમાં નિભાવવાના રહેશે . આવા તમામ રજીસ્ટરોમાં નોંધાયેલ જમીનોના પણ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાના રહેશે . આ પ્રોપર્ટીકાર્ડમાં પણ હુકમો અને તેઓના ઉપલબ્ધ લે - આઉટ પ્લાનના આધારે પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા અને તેમાં પણ ક્ષેત્રફળ , નિયત ઠરાવેલ સત્તા પ્રકાર અને અન્ય વિગતો આગળ દર્શાવેલ વિગતે દાખલ કરવી . જ્યારે સક્ષમ સત્તાધિકારીના કોઇ હુકમોની સાથે લે - આઉટ પ્લાન ન મળી આવે તેવા સંજોગોમાં હુકમ મુજબના ક્ષેત્રફળનું એક પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાનું રહેશે .
( 5 ) આ કામગીરી સંબંધિત બિનખેતીના વોર્ડની કામગીરી જેને સોંપવામાં આવે તે સરવેયર મેન્ટેન્સ સરવેયર દ્વારા કરવાની રહેશે . પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા માટે ડાટા એંટ્રી તથા વેરીફિકેશનની કામગીરી પણ સંબંધિત સરવેયર મેન્ટેનન્સ સરવેયર દ્વારા હાથ ધરવાની રહેશે . ડાટા એંટ્રી તથા વેરીફિકેશનની કામગીરી દૈનિક ધોરણે કરવાની રહેશે .
( 6 ) ઓનલાઇન તૈયાર કરવામાં આવેલ પ્રોપર્ટીકાર્ડ કે જે પ્રથમવાર જ તૈયાર થતું હોઇ તેના બિનખેતી થયેલ સરવે નંબર પ્રમાણિત કરવાની નોટીસ સંબંધિત જિલ્લાના ડી.આઇ.એલ.આર. / સીટી સરવે સુપરીટેન્ડેન્ટએ પ્રસિધ્ધ કરવાની રહેશે .
( 7 ) પ્રોપર્ટીકાર્ડ એ સક્ષમ અધિકારીના હુકમ અન્વયે બનાવવામાં આવેલ હોઇ , તેને પ્રમાણિત કરવાની નોટીસ ના એક દિવસ બાદ આ પ્રોપર્ટીકાર્ડને સંબંધિત સીટી સરવેના વોર્ડમાં નિભાવણી માટે તબદીલ કરવાનું રહેશે .
( 8 ) ઉપર મુજબની પ્રક્રિયાથી એક વખત પ્રોપર્ટીકાર્ડ તૈયાર થાય એટલે હવે ખેતીના ગામ નમુના -૭ અને નમુના- માં પ્રોપર્ટીકાર્ડ જનરેટ થવાથી બંધ " નો શેરો લગાવી નમુના -૭ નું પાનીયુ બંધ કરવાનું રહેશે .
( 9 ) આ તમામ પ્રોપર્ટીકાર્ડમાં મૂળ બિનખેતી કરાવનારના નામ દાખલ કરવાના રહેશે . સાર્વજનિક પ્લોટ તથા રસ્તાનું અલગ પ્રોપર્ટીકાર્ડ બનાવવાનું રહેશે , જે પ્રોપર્ટીકાર્ડ ફ્રીઝ રહેશે અને તેમાં કોઇ હુકમ સિવાય ફેરફાર કરવા પાત્ર થશે નહિ .
( ક ) પ્રથમ મિલકત તૈયાર થયા બાદ ઇ - ધરા કે અન્ય સોફ્ટવેરના ડાટાથી પ્રોપર્ટીકાર્ડને અદ્યતન કરવા
( 1 ) હુકમોના આધારે તૈયાર કરવામાં આવેલ પ્રોપર્ટીકાર્ડને અદ્યતન કરવા માટે ઇ - ધરાના સોફટવેરમાં કે જ્યાં , અગાઉ બિનખેતીના પાનીયાની નિભાવણીની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી તે ડાટા બેઝમાંથી બિનખેતીના હુકમો સિવાયની જે ઉતરોત્તર નોંધો દાખલ થયેલ છે તે તમામ નોધોની ખાતરી કરીને પ્રોપર્ટકાર્ડમાં ગામ નમુના -૬ અને ગામ નમુના -૭ તપાસીને આખરી નોંધ દાખલ કરવાની રહેશે . જ્યાં ક્ષેત્રફળનો સવાલ આવે ત્યાં બિનખેતી હુકમ સાથેના લે - આઉટ પ્લાનમાં દર્શાવેલ પ્લોટના કારપેટ એરીયાને આખરી ગણવાનો રહેશે . આ માટે ઇ - ધરા અને સીટી સરવેના સોફ્ટવેરને જોડાણ કરવાની કાર્યવાહી એન.આઇ.સી. ની ટીમ દ્વારા કરવાની રહેશે .
( 2 ) ઉતરોત્તર વેચાણ બાબતેની ખાતરી gARVI તેમજ IORA સોફટવેરના ડાટાનો પણ ઉપયોગ કરીને પ્રોપર્ટીકાર્ડમાં નોંધો દાખલ કરી અદ્યતન કરી શકાશે . ઉતરોત્તર નોંધના આધારે દાખલ કરવામાં આવેલ નોંધની વિગતને આખરી કરવા અને પ્રોપર્ટીકાર્ડને અદ્યતન કરવા સંબંધિત મેન્ટેનન્સ સરવેયરએ જમીન મહેસૂલ કાયદાની કલમ ૧૩૫ - ડી ની નોટીસ આપીને નિયત સમયમાં આ પ્રોપર્ટીકાર્ડમાં નોંધ પર નિર્ણય લેવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે .
( ૩ ) જે કિસ્સામાં ખેતીની જમીનના કોમ્પ્યુટરાઇઝેશન વખતે બિનખેતીના પાનીયાનો ડાટા બેઝ તૈયાર કરવામાં આવેલ ન હોઈ તેવા કિસ્સામાં અધિકૃત ગામ નમુના - ર ના અથવા બી.યુ.પરમીશન હુકમ અન્વયેની નોંધોના અસલ રેકર્ડની ખાતરી કરીને પ્રોપર્ટીકાર્ડ અદ્યતન કરવાના રહેશે .
( 4 ) પ્રોપર્ટીકાર્ડની સાથે સાથે જે તે પ્લોટના સીટી સરવે નંબર મુજબ ગામ નમુના નંબર - ર ને પણ તૈયાર કરવા તેમજ અદ્યતન કરવાની કામગીરી સંબંધિત મેન્ટેનન્સ સરવેયરની રહેશે . પ્રોપર્ટીકાર્ડને અદ્યતન કરવા તેમજ તેની નિભાવણી અંગેની કાર્યપદ્ધતિ નક્કી કરવા માટેની સત્તા સેટલમેન્ટ કમિશનરશ્રીને રહેશે તેમજ મુંબઇ જમીન મહેસુલ ( ગુજરાત સુધારા ) વિધેયક -૨૦૧૦ અંતર્ગતના ઠરાવ અન્વયે મુકરર અધિકારી " જાહેર કરી તેઓનું કાર્યક્ષેત્ર નક્કી કરી , રેકર્ડ ઓફ રાઇટ્સની કામગીરી કરાવી રેકર્ડની નિભાવણી કરાવી શકશે .
ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
No comments:
Post a Comment