જંત્રીમાં દર્શાવેલ અમલીકરણ માટેના માર્ગદર્શનો - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, April 27, 2022

જંત્રીમાં દર્શાવેલ અમલીકરણ માટેના માર્ગદર્શનો

 એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેઇટસ

૧. અમલીકરણ માટેના માર્ગદર્શનો

(૧) ખુલ્લી જમીન (ઓપન લેન્ડ)

જંત્રીમાં દર્શાવેલ ઓપન લેન્ડ એટલે કે, ખેતી સિવાયનો ઉપયોગ થઇ શકે તેવી, વિકાસની શક્યતા અથવા ધરાવતી જમીનો દા.ત. બીનખેતીમાં ફેરવાયેલ નગર રચના યોજનામાં સમાવિષ્ટ, ગણોતધારાની કલમ-૬૩, ૬૩-એ એ હેઠળ ખરીદાયેલ, સેઝ તથા આઇ.ટી. પાર્કમાં આવેલી જમીનો.


(૨) લોડ બેરીંગ સ્ટ્રકચર

લોડ બેરીંગ સ્ટ્રકચર ઉપર બાંધેલ, ચણતર કામ, બંને બાજુ સીમેન્ટ પ્લાસ્ટર તથા યોગ્ય સામગ્રી મોઝેક, કોટા સ્ટોન વિગેરેથી ફર સંભધી પ્લમ્બીંગ, વીજળીકરણ સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ.


(૩) આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર

આર.સી.સી. ફ્રેમ, કોલમ, બીમમ બન્ને બાજુ પ્લાસ્ટર, કોટા સ્ટોન, મોજેક કે અન્ય સામગ્રીની ફરસંબધી, પ્લમબીંગ, વીજળીકરણ સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ.


(૪) સેમી પકકા સ્ટ્રકચર

આર.સી.સી. સ્લેબ વગર પરતું દિવાલ સાથે લોડ બેરીંગ સ્ટ્રકચર ઉપર બાંધેલ મકાન, બંને બાજુ પ્લાસ્ટર, પ્લમબીગ, વીજળીકરણ સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ.


(૫) ઔધોગિક શેડ (આર.સી.સી. પકકા)

એવા ઔધોગિક બાંધકામો કે જેનું બાંધ્કામ આર.સી.સી. ફ્રેમ સ્ટ્કચર અને સ્લેબ સાથે થયેલ હોય.


(૬) ઔધોગિક શેડ (પતરાવાળા શેડ)

એવા ઔધોગિક બાંધકામો કે જેનું બાંધકામમાં છાપરું, જી.આઇ.સીટ અથવા એ.સી,સીટ દ્વારા રાખવામાં આવેલ હોય.


૨. બાંધકામના ભાવો (વર્ષ - ૨૦૧૧)

(અ) બાંધકામ માટેના ભાવો

જુદા જુદા સ્ટ્રકચર માટે વર્ષ : ૨૦૧૧ ના બાંધાકામના ભાવો ભાવ પ્રતિ ચો. મી.

શહેરી વિસ્તાર           -              ગ્રામ્ય વિસ્તાર

આર.સી.સી.ફ્રેમ સ્ટ્રકચર ૯૯૦૦ - ૯૧૦૦

લોડ બેરીંગ ૮૬૦૦                    - ૭૭૦૦

સેમી પકકા ૬૩૦૦                    - ૫૯૦૦

ઔધોગિક આર.સી.સી. શેડ ૧૧૫૦૦ -૧૧૨૦૦

ઔધોગિક પતરાવાળો શેડ ૮૫૦૦       -૮૨૦૦

 

(બ) અધુરા બાંધકામ માટેના દર

અધુરુ બાંધકામ ટકા

સ્લેબ વગરનું બાંધકામ સંબધિત એસ.ઓ.આર.નાં ૫૦% ગણવા

સ્લેબ સાથેનું અધુરુ બાંધકામ સંબધિત એસ.ઓ.આર.નાં ૭૦% ગણવા

 

૩. જુના બાંધકામ માટે ધસારાના દર

૦ થી ૫૦ વર્ષ સુધી બાંધકામ કિંમત ઉપર પ્રતિ વર્ષ ૧.૨%

૫૧ થી ઉપર કુલ બાંધકામ કિંમતના વધુમા વધુ ૬૦%

 

નોંધ :- ધસારાનો નિર્ણય લેતી વખતે ઉપયોગીતા અંગેનું પ્રમાણપત્ર ન મળે તો મ્યુનિસિપલ ટેક્ષબીલ, વેરા પાવતી ધ્યાને લઇ શકાશે.


૪. કારપેટ એરિયા / બિલ્ટ અપ એરિયા

જો લેખમાં કારપેટ એરિયા દર્શાવેલ હશે તો બીલ્ટ અપ એરિયા નીચે મુજબ ગણી શકાશે.

બિલ્ટ અપ એરિયા = ૧.૨ * કારપેટ એરિયા


૫. રહેણાંક વિષયક બાંધકામો

ફ્લેટ / એપાર્ટમેન્ટના મૂલ્યાંકન માટે સંબંધિત વેલ્યુ ઝોનની કિંમત

૧૦૦ ચો.મી. સુધી બિલ્ટ અપ એરિયા એ.એસ.આર.ના ભાવમાં ૧૦% ઘટાડો

૧૦૧ થી ૨૦૦ ચો.મી. સુધી બિલ્ટ અપ એરિયા એ.એસ.આર.ના ભાવ મુજબ

૨૦૦ ચો.મી. થી સુધી બિલ્ટ અપ એરિયા એ.એસ.આર.ના ભાવમાં ૨૦% વધારો

 

૬. જુદા જુદા માળે આવેલા ફલેટ એપાર્ટમેન્ટના મુલ્યાંકન

જ્યારે જુદા જુદા માળે આવેલા ફલેટ/એપાર્ટમેન્ટનું મુલ્યાંકન કરવાનું થાય ત્યારે નીચે કોઠામાં મુજબ એ.એસ.આર.નાં ભાવ ધ્યાને લઇ ગણતરી કરવાની રહેશે.


માળ લીફટ સાથે        લીફટ વગર

ગ્રાઉન્ડ ફ્લોર ૧૦૦%   ૧૦૦%

પ્રથમ માળ ૧૦૦%       ૧૦૦%

બીજો માળ ૧૦૦%        ૯૫%

ત્રીજો અને તેનાથી ઉપર ૧૦૦% ૯૦%

ટોપ ફ્લોર ૯૫% -

 

૭. બેંક, હોસ્પીટલ, નર્સિગ હોમનું મુલ્યાંકન

જ્યારે બેંક, હોસ્પીટલ, નર્સિગ હોમ, પ્રથમ માળ કરતાં ઉપરના માળે આવેલી હોય ત્યારે સંબધીત વેલ્યુઝોનના ઓફિસના ભાવ ધ્યાને લેવાના રહેશે. પરતું આવી મિલ્કતો ભોયતળીયે અને પ્રથમ માળ ઉપર આવેલી હોય ત્યારે સંભધિત વેલ્યુઝોનના દુકાનના ભાવ ધ્યાને લેવાના રહેશે.


૮. ભોયરૂ

જો ભોયરૂ રહેણાંક ઉપયોગ માટે લેવામાં આવ્યું હોય તો સંબધિત વેલ્યુઝોનના રહેણાંકના ભાવના ૪૦% મુજબ ગણવાના રહેશે. વાણિજય વિષયક મિલકતોમાં ભોયરા માટે સંબધિત વેલ્યુઝોનના ૮૦% ગણવાના રહેશે.


૯. મેજનીન

મેઝનીન ફ્લોર માટે સંબંધીત વેલ્યુઝોન લાગુ ભાવના ૭૦ % મુજબ ગણવાના રહેશે.


૧૦. રોડ ફંટેજ / રોડ ફંટેજ વગર તેમજ ગ્રાઉંડ ફ્લોર, પહેલા માળે અને બીજા માળે કે તેથી ઉપરના માળે આવેલી દુકાનોના મુલ્યાકન બાબત

જયારે ઉપર મુજબની દુકાનોનું મુલ્યાંકન કરવાનું થાય ત્યારે નીચેના કોઠામાં દર્શાવ્યા મુજબના ભાવો ધ્યાને લેવાના રહેશે.


માળ રોડ ફંટેજ મેળવતી દુકાનો માટે સંબંધીત વેલ્યુઝોનના ટકા રોડ ફંટેજ ન મેળવતી દુકાનો માટે સંબંધીત વેલ્યુઝોનના ટકા

ગ્રાઉંડ ફલોર ૧૦૦% ૭૫%

પહેલો માળ ૭૫% ૭૦%

બીજો માળ અને ઉપર ૭૦% ૬૫%

 

(શોપીંગ મોલ, આર્કેડ અને મલ્ટીપ્લેક્ષ માં માળ તેમજ રોડ ફંટેજ ન મળવા માટે કોઇ ઘટાડો મળિ શકશે નહિ.)


૧૧. ટેરેસ

વ્યકતિગત બંગલા ઉપરના અગાસી સહિત ફ્લેટ / ઓફિસ/ દુકાન ઉપરના અગાસી માટેના મુલ્યાંકન માટે સંબધીત વેલ્યુઝોનના ભાવના ૪૦% મુજબ ગણવાના રહેશે.


૧૨. મિલકતની આજુબાજુની ખુલ્લી જમીન (એપર્ટંટ લેન્ડ)

જ્યારે ફ્લેટ /ઓફીસ /દુકાનની બાજુમાં આવેલી ખુલ્લી જમીન ખરીદવામાં આવે ત્યારે તે ખુલ્લી જમીનના મુલ્યાકન માટે સંબંધીત વેલ્યુઝોનના ઓપન લેંડના ભાવના ૩૦% મુજબ ગણવાના રહેશે. આ જોગવાઇ ફ્લેટ /એપાર્ટમેંટ /ઓફીસ /દુકાન જેવા બાંધકામ કે જેના માટેના બાંધકામ સાથેના સંયુક્ત ભાવ આપેલ છે. ત્યાં લાગુ પડશે.


૧૩. કાર પાર્કિંગ

જ્યારે કાર પાર્કિગના વેચાણની કિંમત અંદાજવાને થાય ત્યારે નિચે મુજબ સંબંધીત વેલ્યુઝોનના ભાવની ટકાવારી ગણવાની રહેશે.


બાંધકામનો પ્રકાર કવર્ડ પાર્કિગ સંબંધીત વેલ્યુઝોનના ટકા ઓપન પાર્કિગ સંબધીત વેલ્યુઝોના ટકા

રહેણાક ૧૦% ૫%

કોર્મશિયલ ૨૦% ૨૦%

 

નોંધ :- જ્યારે પાર્કિગ ક્ષેત્રફળ દર્શાવેલ ન હોઇ ત્યારે પ્રત્યેક કાર માટે ૮ ચો.મી. ક્ષેત્રફળ ગણવાનુ રહેશે. પરંતુ લેખમા જો કોઇ ચોકકસ ક્ષેત્રફળ દર્શાવેલ હોય તો, તે ધ્યાને લઇ ગણતરી કરવાની રહેશે. અને જો ૮ ચો.મી. કરતાં ઓછું ક્ષેત્રફળ દર્શાવેલ હોઇ તો પણ ઓછામાં ઓછું ૮ ચો.મી. ક્ષેત્રફળ ગણવાનુ રહેશે.


૧૪. આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેણાક

આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેણાક માટે સરકારની યોજના અંતર્ગત બાંધવામાં આવેલ હોઇ તો યોજના હેઠળની ફાળવણીની કિંમત ઉપર સ્ટેમ્પ ડ્યુટી લેવાની રહેશે. આ હેતુ માટે સરકારની યોજના જેવી કે યુ.આઇ.ડી. એસ. એમ.ટી., જે.એન.યુ.આર.એમ. વિગેરે હેઠળ બાંધવામાં આવેલ રહેણાકનાં મકાનોનો સમાવેશ થશે. નફો કરવાનાં હેતુથી બાંધવામાં આવેલ કોઇ પણ બોર્ડ/નિગમ કે સંસ્થા બાંધકામ થયેલ મકાનોનો સમાવેશ થશે નહિ.


૧૫. જુના બાંધકામની વિગત

(૧૫ વર્ષથી વધુ સમયના ભાડુઆત મિલકત)


(ફકત રહેણાંક વિષયક ભાડુઆતવાળી મિલકત માટે)


જો ૧૫ વર્ષથી વધુ સમયના ભાડુઆત મિલકતનું મુલ્યાંકન કરવાનું થાય ત્યારે એ.એસ.આર. મુજબ નક્કી કરેલ બજારકિંમતના ૮૦ % ગણવાના રહેશે. (આ માટે સળંગ ૧૫ વર્ષથી વધુ સમયના ભાડુઆત તરીકે દર્શાવતા મ્યુનિસિપલ ટેક્ષ બીલ / વેરા પાવતી રજુ કરવાની રહેશે.)


૧૬. હરાજી અથવા ટેંડર વિધિથી વેચાણ થયેલ મિલકત

આવા કિસ્સામાં એ.એસ.આર. દ્વારા નક્કી કરેલ કિંમત અને લેખમાં દર્શાવેલ કિંમત, બે માંથી જે વધુ હોઇ તે બજારકિંમત ગણવાની રહેશે.


૧૭. બીન ખેતીના કામે ખરીદાયેલ ખેતીનીજમીન

(સદર્ભ :- મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીન ૧૯૪૮ ની કલમ-૬૩, ૬૩ એએ, સૌરાષ્ટ ઘરખેડ, ગણોત, વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ ૧૯૪૯ ની કલમ-૫૪, ૫૫ તથા મુંબઇ ગણોત વહિવટ અને ખેતીની જમીન (વિદેર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ ૧૯૫૮ ની કલમ-૮૯, ૮૯એ).


જો ખેત્તીની જમીન સક્ષમ અધિકારીની પરવાનગીથી બીનખેતી હેતુ માટે ખરીદવામાં આવેલ હોઇ તેવા કિસ્સામાં સ્ટેમ્પ ડયુટી હેતુ માટે સંબંધિત વેલ્યુઝોનના ઓપન લેન્ડના ભાવ ગણવાના રહેશે. પરંતુ જમીન ઔધોગિક હેતુ માટે ખરીદવામાં આવેલ હોઇ અને તે વેલ્યુઝોનમાં ઔધોગિક બીનખેતી ભાવ ઉપલબ્ધ હોઇ તો ઔધોગિક બિન ખેતી ભાવ ગણવાના રહેશે. અને જો આવી જમીનનુ ક્ષેત્રફળ ૧૦,૦૦૦ ચો.મી. કરતા મોટુ હોઇ તો ૨૦% બાદ આપી ગણવાના રહેશે. (કલમ-૬૩ અન્વયે ખરીદાયેલ જમીન માટે સક્ષમ અધિકારીના હુકમની નકલ દસ્તાવેજ સાથે જોડવાની રહેશે.)


ઔધોગિક હેતુ માટે જંગલ ખાતા હસ્તકની જમીન ફાળવવામાં આવે તેવા કિસ્સામાં ઔધોગિક હેતુનો ભાવ ગણવાનો રહેશે. પરંતુ આવા કિસ્સામાં ઔધોગિક એકમ દ્વારા ફોરેસ્ટ ખાતાને વનીકરણના હેતુ માટે જમીન ફાળવવામાં આવે તે વ્યવહાર માટે આવી વનીકરણના હેતુ માટે ફાળવાતી જમીન પુરતી બજારકિંમત નક્કી કરવા ખેતીની જમીનના ભાવો મુજબ બજારકિંમત નક્કી કરવાની રહેશે.


જંત્રીમાં દર્શાવેલ સ.નં/ બ્લોક ન. /સી.સં નં/ ફા. પ્લો. નં પૈકીની મિલ્કતની બજાર કિંમત નક્કી કરવા માટે જે તે સં. નં . /બ્લોક નં. /સી.સ.નં/ ફા. પ્લો. નં ના જંત્રીમાં દર્શાવેલ ભાવો ધ્યાને લેવાના રહેશે.




No comments: