ગુજરાત પટેલ વતન નાબુદી ધારી-૧૯૬૧ અધિનિયમ હેઠળની જમીનોના અધિકૃત કબજા નિયમબધ્ધ કરવા બાબત, - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, September 7, 2023

ગુજરાત પટેલ વતન નાબુદી ધારી-૧૯૬૧ અધિનિયમ હેઠળની જમીનોના અધિકૃત કબજા નિયમબધ્ધ કરવા બાબત,

ગુજરાત પટેલ વતન નાબુદી ધારી-૧૯૬૧ અધિનિયમ હેઠળની જમીનોના અધિકૃત કબજા નિયમબધ્ધ કરવા બાબત.

પ્રસ્તાવના :-

ધી ગુજરાત પટેલ વતન નાબુદી ધારો-૧૯૬૧ કાયદાના અમલ દરમ્યાન નિયત સમયમર્યાદામાં નિયત કરેલ કબજાકિમત ભરાવીને રીગ્રાન્ટ કરી કબજેદારોને માલીકીહક્ક આપવામાં આવેલ હતા. આવા કબજેદારો મોટા ભાગના ખેડૂતો અભણ નાના અને સીમાંત ખેડૂત હોઇ માત્ર ખેતી કરીને રોજગાર મેળવતા હોઇ તેમજ કાયદાની અજ્ઞાનતાના લીધે ઇનામ નાબૂદી કાયદાની નિયત સમયમર્યાદામાં આવી કબજા કિંમત ભરી શકેલ નથી.આ કાયદાની જોગવાઇઓમાં આવા કબજાહ ની રકમ ન ભરનાર સંક્ષિપ્ત હકાલપટ્ટીને પાત્ર થાય છે અને આ જમીનો સરકારી જમીન તરીકે નિકાલને પાત્ર બને છે, પરંતુ જે તે વખતે આવી કાર્યવાહી થયેલ છે અથવા થયેલ નથી, જમીન પરની આ પ્રત્યક્ષ કબજો આજદિન સુધી કબજેદારો અથવા તેના વારસદારોનો ચાલી આવેલ છે અથવા તો તેઓ આ જમીન કબજાર્કિમતની રકમ ભર્યા વિના સ્વત્વાર્પણ વેચાણ) કરેલ છે. આ કાયદો રીપીલ એક્ટ-૨૦૦૦ થી રદ્દ થયેલ હોઇ હવે આવા કબજાકિંમત ભર્યા વિનાના અનઅધિકૃત કબજેદારોને સંક્ષિપ્ત હકાલપટ્ટી કરીને દૂર કરી શકાય તેમ નથી, તેમજ આવી કબજાકિંમત ભરવાની નિયત સમયમર્યાદા પણ વધારી શકાય તેમ નથી.

આ જમીનો પરત્વેના તેઓના અનધિકૃત કબજા નિયમબધ્ધ કરવાની બાબત રાજ્ય સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી.

ગુજરાત પટેલ વતન નાબુદી ધારી-૧૯૬૧ અધિનિયમ હેઠળની જમીનોના અધિકૃત  કબજા નિયમબધ્ધ કરવા બાબત,


ઠરાવ :-

કાળજીપૂર્વકની પુખ્ત વિચારણાને અંતે ધી ગુજરાત પટેલ વતન નાબુદી ધારો-૧૯૬૧ હેઠળના કબજેદારોના અનધિકૃત કબજા નિયમબધ્ધ કરવા નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

૧. રીગ્રાન્ટ કરેલ જમીનની કબજાકિંમત નિયતસમયમાં ભરપાઇ ન કરનાર કબજેદાર અથવા તેમના વારસદારો જો આવા અનધિકૃત ધારણ કરનાર હોઇ અથવા કબજાહક્કની રકમ ભર્યા સિવાય જે જમીનોની તબદીલીઓ થઈ ગયેલ હોઇ અને હાલ આવી જમીનો અન્ય ઇસમના કબ્જામાં હોય તેવા હાલના કબ્જેદારો પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતની ૨૦% કબજાહક્કની રકમ વસૂલી આવા અનઅધિકૃત કબજા નિયમબધ્ધ કરી આપાના રહેશે.

૨. ઉપર મુજબ નિયમબધ્ધ કરેલી જમીની જે તે કબજેદાર આ જમીનો નિયમિત થયા તારીખથી ખેતીના હેતુ માટે જુની શરતે ધારણ કરશે, પરંતુ જમીનની તબદીલી હેતુફેરના કિસ્સામાં વંચાણે લીધેલ ક્રર્માક-(૪) સામે દર્શાવેલ ઠરાવની જોગવાઇ અનુસાર પ્રિમીયમ પાત્ર થશે તથા આ બાબતે સરકારશ્રીની વખતો વખતની સૂચનાઓને ધ્યાને લેવાની રહેશે.

3. તા: ૦૮/૦૧/૮૦ ના ઠરાવ ક્રમાંક :- દબણ-૧૦૭૨-૨૮૭૬૫-લ ના ફકરા-૬(૨)માં દર્શાવેલ ૮(આઠ) એકરની મર્યાદા આવી જમીનોના કબજા નિયમબધ્ધ કરવાના કેસમાં લાગુ પાડવાની રહેશે નહિ, પરંતુ આ જમીનોમાં ગુજરાત ખેત જમીનો ટોચ મર્યાદા અધિનિયમ- ૧૯૬૦ અને તેમાં થયેલ વખતોવખતના સુધારાની જોગવઇ લાગુ પાડવાની રહેશે.

૪. આવા અનધિકૃત કબજા નિયમબધ્ધ કરવાની સંપૂર્ણ સત્તા આથી કલેક્ટરશ્રીની રહેશે.

૫. ઉક્ત કરાવ હેઠળની જમીનો પરત્વે સરકારપક્ષે દાખલ કરવામાં આવેલ પીટીશન/અપીલો આ ઠરાવ અમલમાં આવ્યેથી વિડ્રો કરવાની રહેશે અને ઉક્ત ઠરાવ મુજબ તમામ કલેક્ટરશ્રીઓએ સદરહુ જમીનો નિયમબધ્ધ કરવાની રહેશે, 

આ હુકમો સરખા ક્રમાંકની ફાઈલ ઉપર કાયદા વિભાગના પરામર્શમાં સરકારશ્રીની તા.૩૧/૦૭/૨૩ ની મળેલ મંજુરી અન્વયે બહાર પાડવામાં આવે છે.

ગુજરાત પટેલ વતન નાબુદી ધારી-૧૯૬૧ અધિનિયમ હેઠળની જમીનોના અધિકૃત  કબજા નિયમબધ્ધ કરવા બાબત,


No comments: