જાહેર સંપત્તિને નુકસાન કરનારે પાસેથી નુકસાનીની રકમ ભરપાઈ થાય પછી જ જામીન. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Friday, February 9, 2024

જાહેર સંપત્તિને નુકસાન કરનારે પાસેથી નુકસાનીની રકમ ભરપાઈ થાય પછી જ જામીન.

જાહેર સંપત્તિને નુકસાન કરનારે પાસેથી નુકસાનીની રકમ ભરપાઈ થાય પછી જ જામીન.

| નવી દિલ્હી ।

જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક પગલાં લેવાના સૂચન સાથે લૉ કમિશને કેન્દ્ર સરકારને ઘણી ભલામણો કરી છે. લૉ કમિશને કહ્યું છે કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગુનાના આરોપીઓ પાસેથી તેમણે કરેલા નુકસાન જેટલી રકમ ભરપાઈ ન થાય ત્યાં સુધી તેમને જામીન પણ ન આપવા જોઈએ. કમિશને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી (પીડીપીપી) અધિનિયમમાં સુધારાનું પણ સૂચન કર્યું છે. કમિશનના અધ્યક્ષ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીના વડપણ હેઠળની સમિતિએ તેના ૨૮૪મા રિપોર્ટમાં આ ભલાણો/સૂચનો કર્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવાના કેસોમાં પીડીપીપી હેઠળ દોષસિદ્ધિ અને સજાનો ડર પર્યાપ્ત નથી. આવા ગુનાના આરોપીઓ માટે જામીનની શરતો વધુ આકરી હોવી જોઈએ. તેઓ જાહેર સંપત્તિના અંદાજિત મૂલ્ય જેટલી રકમ જમા ન કરાવે ત્યાં સુધી તેમને જામીન ન આપવા જોઈએ. એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી કે આપણા દેશમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ મોટાપાયે બને છે અને સતત જારી છે. લૉ કમિશને કહ્યું કે જાહેર સંપત્તિની સુરક્ષા કરવી દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. જાહેર સંપત્તિની સુરક્ષા સૌના હિતમાં પણ છે.

Public Property Damage Act : જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓ પર સકંજો કસવા કાયદા પંચે (Law Commission) કેન્દ્ર સરકાર (Center Government)ને કડક ભલામણ કરી છે. આરોપી જ્યાં સુધી નુકસાન કરેલી જેટલી રકમ ન ભરે, ત્યાં સુધી તેના જમીન ન કરવા પંચે ભલામણ કરી છે. આ ઉપરાંત પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી (PDPP) એક્ટમાં પણ સુધારા કરવાની સલાહ આપી છે. આ ભલામણ કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ ઋતુ રાજ અવસ્થીની આગેવાની હેઠળની કમિટીના રિપોર્ટમાં કરાઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, જાહેર સંપત્તિને નુકસાન કરવાના મામલામાં પીડીપીપી કાયદા હેઠળના ગુનાઓ માટે દોષિત ઠેરવવા અને સજાનો ડર પૂરતો નથી.


જાહેર સંપત્તિમાં જેટલું નુકસાન થશે તેટલી રકમ ચુકવવી પડશે


કાયદા પંચે કહ્યું કે, જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓની જામીનની શરતો વધુ કડક હોવી જોઈએ. જ્યાં સુધી આરોપી સાર્વજનિક સંપત્તિની અંદાજીત રકમ જમા ન કરે, ત્યાં સુધી તેને જામીન આપવામાં ન આવે. કેન્દ્ર સરકારે 2015માં પીડીપીપી એક્ટમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. 


અગાઉ ગૃહમંત્રાલયે ડ્રાફ્ટ જારી કર્યો હતો


ગૃહ મંત્રાલયે જાહેર મિલકત નુકસાન નિવારણ એક્ટ (સુધારો) બિલ-2015નો એક ડ્રાફ્ટ જારી કર્યો હતો અને તે અંગે વાંધા અને સૂચનો માગ્યા હતા. જોકે વર્તમાન એક્ટમાં સુધારાનો પ્રસ્તાવ આગળ વધ્યો નહતો. કાયદા પંચે રિપોર્ટમાં કહ્યું છે કે, આપણા દેશમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવાની ઘટનાઓ મોટાપ્રમાણમાં થાય છે અને હજુ પણ આવી ઘટનાઓ બનતી રહે છે.


જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓને દંડ કરવો જોઈએ

પંચે વધુમાં કહ્યું કે, જાહેર સંપત્તિની સુરક્ષા કરવાનો તમામ નાગરિકોનો મૌલિક અધિકાર છે. આ ઉપરાંત તેની સુરક્ષા કરવી તેમના હિતમાં પણ છે. ભલે ગમે તે કારણ હોય, પરંતુ કોઈને પણ જાહેર સંપત્તિ નષ્ટ કરવાની મંજૂરી ન આપી શકાય. સંપત્તિને નુકસાન કરવું સરળ છે, પણ તેને બનાવવી અઘરી છે. રિપોર્ટમાં જાહેર સંપત્તિ રાષ્ટ્રની સંપત્તિ હોવાનો ઉલ્લેખ કરાયો છે અને કહેવાયું છે કે, સંપત્તિને નુકસાન કરવાની બાબતને ગંભીરતાથી લેવું જોઈએ અને ગુનેગારો દંડ કરવો જોઈએ.

No comments: