ગણોતધારાની નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા ૨૫ કરોડના મૂલ્યાંકનની સત્તા કલેક્ટરોની રહેશે.
Date :- 11/02/24
નવી અને અવિભાજ્ય શરતની તેમજ ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા પદ્ધતિનું સરળીકરણ કરવામાં આવ્યું છે જે અનુસાર જંત્રી મુજબ થતાં મૂલ્યાંકન પ્રમાણે ૨૫ કરોડ સુધીના મૂલ્યાંકન અંગેની સત્તા જિલ્લા કલેક્ટરની રહેશે.
આ પહેલાં ૧૫ કરોડના મૂલ્યાંકન માટે કલેક્ટરને સત્તા હતી, પ્રિમિયમના કેસોમાં ઝડપ લાવવા બદલાવ કરાયો.
રાજ્યના મહેસૂલ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે ૨૫ કરોડથી વધારે મૂલ્યાંકન થતું હોય તેવા પ્રકરણો સરકારને પૂર્વ મંજૂરી અર્થે મોકલી આપવાના રહેશે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને મહેસૂલ વિભાગની કચેરીઓને આ સૂચના મોકલવામાં આવી છે.
વિભાગે તેના આદેશમાં જણાવ્યું છે કે ગણોતધારા સહિતની નવી અને અવિભાજ્ય શરતની જમીનોને ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવતી વખતે પ્રિમિયમ લેવાના હેતુ માટે જે ઠરાવ હતો તેમાં જંત્રી પ્રમાણેના મૂલ્યાંકન વખતે ૧૫ કરોડથી વધારે મૂલ્યાંકન અંગેના પ્રકરણો સરકારની પૂર્વમંજૂરી માટે મોકલવાના થતાં હતા પરંતુ તેમાં બીજા ૧૦ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે ૨૫ કરોડ સુધીના મૂલ્યાંકનની સત્તા જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે.
પ્રિમિયમ અંગેના કેસોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે ત માટ જિલ્લા કલેક્ટરોને મૂલ્યાંકનની પ્રવર્તમાન સત્તામાં આ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે પ્રિમિયમના કેસોમાં ઝડપ આવશે અને બિનજરૂરી વિલંબ ઓછો થશે.
No comments:
Post a Comment