સ્થાવર મિલકતની કરેલી તબદિલી બીજી વ્યક્તિની તરફેણમાં ક્યારે અસરકર્તા બને?
અવિભક્ત કુટુંબના રહેઠાણનો હિસ્સો એ કુટુંબના સભ્ય ન હોય એવી વ્યક્તિ ભોગવટા માટે હક્કદાર ગણાય ખરી?
: સ્થાવર મિલકતની તબદિલીની બાબત ઘણી અગત્યની અને તેના અણલી કરણમાં અનેક કાયદાકીય અર્થઘટનો માગી લે છે. આપણે ત્યાં અમલી બનેલા ટ્રાન્સફર ઓફ પ્રોર્પટી એક્ટ-૧૮૮૨ની ક્લમ ૩૮ થી ૪૯ની જોગવાઈઓ વિષે આજે જોઈશું. આ કલમોની જોગવાઈ નીચે મુજબ છે.
સ્થાવર મિલકતની તબદિલી : અમુક સંજોગોમાં જ તબદિલ કરવા અધિકૃત વ્યક્તિએ કરેલી તબદિલી : સ્વાભાવિક રીતે બદલાતા રહેતા અમુક સંજોગોમાં જ કોઈ સ્થાવર મિલકતની વ્યવસ્થા કરવા માટે અધિકૃત વ્યકિત એવા સંજોગો છે એમ કહી અવેજસર એવી મિલક્ત તબદિલ કરે, ત્યારે તબદિલીથી મેળવનાર એવા સંજોગો છે એની ખાતરી કરવા માટે વાજબી કાળજી લઈને શુદ્ધબુદ્ધિથી વર્ત્યા હોય તો, એક તરફ તબદિલીથી મેળવનાર અને બીજી તરફ તબદિલ કરનારની અને તબદિલીની જેના ઉપર અસર પહોંચી હોય તેવી, હોય તેવી અન્ય વ્યક્તિઓ વચ્ચેનો પ્રશ્ન હોય ત્યાં સુધી, એવા
સંજોગો અસ્તિત્વમાં હતા એમ ગણાશે. ત્રાહિત વ્યક્તિ ભરણપોષણ મેળવવા હક્કદાર હોય ત્યારે તબદિલી : કોઈ ત્રાહિત વ્યક્તિને કોઈ સ્થાવર મિલકતના નફામાંથી તેનું ભરણપોષણ મેળવવાનો અથવા તેની ઉન્નતિ અથવા લગ્ન માટેનું ખર્ચ મેળવવાનો હક્ક હોય અને તેવી મિલક્ત તબદિલ કરવામાં આવે, ત્યારે તબદિલીથી મેળવનારને, તે હક્ક અંગેની જાણ હોય તો, અથવા જો તે તબદિલી વિનામૂલ્યે કરવામાં આવી હોય તો, તબદિલીથી મેળવનારની વિરુદ્ધ તે હક્કનો અમલ કરાવી શકાશે, પણ તે હક્ક અંગેની જાણ વિના અવેજ આપીને તબદિલીથી ફેળવનાર વિરુદ્ધ અથવા તેના હસ્તકની તે મિલકત વિરુદ્ધ તે હક્કનો અમલ કરાવી શકારો નહીં. જમીનના ભોગવટા ઉપર નિયંત્રણ મૂકતી જવાબદારીનો બોજો અથવા માલિકીની સાથે સંલગ્ન, પરંતુ તેમાંનું હિત કે પડોશ હક્ક ન હોય તેવી જવાબદારીનો બોજો : કોઈ ત્રાહિત વ્યક્તિને, પોતાની સ્થાવર મિલકત વધુ લાભકારક રીતે ભોગવવા માટે બીજી વ્યક્તિની સ્થાવર મિલક્તમાંનો કોઈ હિત અથવા પડોશીહક્કથી સ્વતંત્ર એવો, તે બીજી વ્યક્તિની મિલક્તનો અમુક રીતે ભોગવટો થતો અટકાવવાનો હક્ક હોય ત્યારે અથવા કરારથી ઉત્પન્ન થયેલી અને સ્થાવર મિલકતની માલિકી સાથે જોડાયેલી હોય પણ જે મિલકતમાંનું હિત અથવા તેનો પડોશ હક્ક ન બનતો હોય એવી કોઈ જવાબદારીનો ફાયદો મેળવવાનો કોઈ ત્રાહિત વ્યક્તિને હક્ક હોય ત્યારે એવા હક્ક અથવા જવાબદારીની જાણ સાથે તબદિલીથી મેળવનાર વિરુદ્ધ અથવા તેની અસર પહોંચતી હોય તે મિલક્ત વિનામૂલ્યે તબદિલીથી મેળવનાર વિરુદ્ધ તેનો અમલ કરાવી શકાશે, પણ તે હક્ક અથવા જવાબદારીની જાણ વિના અવેજસર તબદિલીથી મેળવનાર વિરુદ્ધ અથવા તેના હસ્તકની એવી મિલક્ત વિરુદ્ધ તેનો અમલ કરાવી શકાશે નહિ. દેખીતા માલિકે કરેલી તબદિલી : કોઈ સ્થાવર મિલક્તમાં હિત ધરાવતી વ્યક્તિઓની સ્પષ્ટ અથવા ગર્ભિત સંમતિથી કોઈ વ્યક્તિ એવી મિલક્તનો દેખીતો માલિક હોય અને તે મિલક્ત અવેજસર તબદિલ કરે ત્યારે તબદિલ કરનારને તબદિલ કરવાને અધિકાર આપેલ ન હતો તે કારણે તે તબદિલી રદ થવા પાત્ર થશે નહીં, પરંતુ તબદિલીથી મેળવનાર તબદિલ કરનારને તબદિલ કરવાની સત્તા હતી તેની ખાતરી કરવા માટે વાજબી કાળજી લીઘા પછી શુદ્ધબુદ્ધિથી વાઁ હોવો જોઈએ.
:- સંપૂર્ણ વિગત નીચેના પેપર કટિંગ પ્રમાણે છે.
No comments:
Post a Comment