દેવસ્થાન ઇનામ નાબૂદી અધિનિયમ-૧૯૬૯ અન્વયે સત્તાપ્રકાર નકકી કરવા અંગે ચોકકસ કાર્યપધ્ધતિ અપનાવવા બાબત.
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક: દઈન/૧૦૨૦૧૪/૫૯૦/છ, સચિવાલય, ગાંધીનગર તા:૦૩/૦૫/૨૦૧૭
વંચાણમાં લીધા:-
(૧) મહેસૂલ વિભાગનો તા. ૨૫/૧૧/૬૯ નો પરિપત્ર નં. ડીઇવી/૧૦૬૯/ય
(૨) મહેસૂલ વિભાગનો તા. ૨૬/૩/૮૦નો ઠરાવ ક્રમાંક:-ડીઇવી-૧૯૮૦-૩૫૮૬૬-ય
(૩) મહેસૂલ વિભાગનો તા. ૮/૪/૧૦ નો પરિપત્ર ક્રમાંક:-ગણત-૧૧૦૭-૩૭૪૦-ઝ
(૪) મહેસૂલ વિભાગનો તા. ૨૯/૫/૧૫નો પરિપત્ર ક્રમાંક:-દઇન-૧૦૨૦૧૪-૫૯૦-છ
પરિપત્ર:-
દેવસ્થાન ઇનામ નાબુદી અધિનિયમ-૧૯૬૯ હેઠળની જમીનોના સત્તાપ્રકારની બાબતે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વંચાણે લિધેલ ક્રમાંક:- ૧ ના પરિપત્રથી જરૂરી સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમાંક- (૨) ના ઠરાવથી પણ. જરૂરી સ્પષ્ટતાઓ કરવામાં આવેલ છે. ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમાંક (૩) થી ગણોતધારા બાબતમાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આમ છતાં આવા પ્રકારની જમીનના સત્તાપ્રકાર તથા બીનખેતી પ્રસંગે આવી જમીનો પ્રીમીયમપાત્ર થાય કે કેમ તે બાબતે વિસંગતતા પ્રવર્તતી હોવાનું સરકારશ્રીના ધ્યાન ઉપર આવેલ છે. જે અંગે યોગ્ય સ્પષ્ટતા સાથેની સૂચનાઓ બહાર પાડવાનું ઇચ્છનીય જણાતાં પુખ્ત વિચારણાને અંતે વંચાણે લીધેલ ક્રમાંક(૪) નો પરિપત્ર રદ કરીને નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવે છે.
৭. મહેસુલ વિભાગના ઉપર વંચાણે લીધેલ ક્રમ(૨) ના પરિપત્રથી નીચે મુજબની સુચનાઓ આપવામાં આવેલ છે.
(5) કલમ-૨૨ હેઠળ ઇનામદારે રાખેલ તમામ રેકર્ડનો કબજો મેળવી લેવાનો.
(ખ) જમીન મહેસુલ અધિનિયમની કલમ-પ૨ હેઠળ જમીન મહેસુલના દર નકકી કરવાના તથા દરેક ગામે હકકપત્રક તૈયાર કરી પ્રમલગેટ કરવાના.
(ગ) કલમ-૬ હેઠળ કબજેદારો બનતા તમામ શખ્સોના ઇનામોની નોંધો હકકપત્રકમાં પાડવાની" તથા કલમ- ૧૧ હેઠળ કબજા હકક પ્રાપ્ત કરતા તમામ શખ્સોની નોંધો હકકપત્રકમાં પાડવાની તથા કલમ-૮ હેઠળ સરકાર સંપ્રાપ્ત થતી તમામ મિલ્કતોની નોંધો હકકપત્રકમાં પાડવાની.
(ઘ) બીનઅધિકૃત ધારક પાસેથી જમીનનો કબજો મેળવી લેવાનો અને જરૂરજણાયે તેમના કેસો તૈયાર કરવા.
(ચ) કલમ-૪ હેઠળ ઉપસ્થિત થતાં તમામ પ્રશ્નોનો નિર્ણય કરવાનો.
(છ) ગણોતધારા કલમ-૩૨ થી ૩૨(આર) હેઠળ કેસો ચલાવવા માટે પુરવણી ડીટઇલ્ડ લીસ્ટ તૈયાર કરવા.
(૪) કલમ-૧૯ હેઠળ ગણોતધારાના હકકોના રક્ષણ માટે પત્રકો તૈયાર કરવા.
(ઝ) ટોચ મર્યાદા ધારા હેઠળ વધારાની જમીન જાહેર કરવા યાદીઓ તૈયાર કરવી.
(2) કલમ-૯ હેઠળ વળતર ચુકવણી માટે કેસો તૈયાર કરવા.
ઉપર મુજબની કાર્યવાહી સંપુર્ણ થતાં આ ધારાનો અમલ પુરે પુરો થયેલો ગણાશે.
આવી કાર્યવાહી થયેલ હોવાની ખાતરી સંબંધિત જિલ્લા કલેકટરશ્રીઓએ કરી લેવાની રહેશે. ત્યારબાદ જ આ પરિપત્રની ક્રમ-૭ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
2. દેવસ્થાન ઇનામ નાબુદી અધિનિયમની કલમ-૬ માં ખાતેદાર તરીકેના ભોગવટા હકકો મેળવવા હકદાર વ્યક્તિઓ વિશે જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કલમ-૬(ખ) માં અધિકૃત ધારક અને કનિષ્ઠ ધારકને સરખા ભોગવટા હકક આપવામાં આવ્યા છે. જેઓ રાજય સરકારને માત્ર મહેસૂલ ભરવાને જવાબદાર છે. તેઓ પાસેથી કોઇ કબજા કિંમત લીધા સિવાય ભોગવટા હકક મેળવેલ હોવાથી આવા ધારકો પાસેની જમીનો જુની શરતની ગણાય
3. મહેસુલ વિભાગના તા. ૮/૪/૧૦ ના પરિપત્ર ક્રમાંક: ગણત/૧૧૦૭/૩૭૪૦/ઝ થી આપેલ સૂચનાઓ મુજબ જો દેવસ્થાન ઇનામની જમીનમાં ગણોતધારાની કલમ-૮૮-ચ (૮૮-ઈ) ની જોગવાઈ અન્વયે કલમ-૩૨(જી) હેઠળ ખરીદ કિંમત નકકી કરી ગણોતીયાને જમીન પ્રાપ્ત થયેલ હોય તો આવી જમીન ગણોતધારાની કલમ-૪૩ ને આધીન પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીન ગણાય. દેવસ્થાન ઇનામ નાબુદી અધિનિયમ-૧૯૬૯ હેઠળ ગણોતિયાને જમીન ખરીદવાનો હકક તા. ૧૫/૧૧/૬૯ થી મળેલ છે. તેથી આવી જમીનમાં કાયમી ગણોતિયા હોઈ શકે નહિ અને કાયમી ગણોતિયા ઠરાવી પણ શકાય नहि.
४. દેવસ્થાન ઇનામની જમીન કોઇ અનધિકૃત ધારકના કબજામાં હોય ત્યારે કાયદાની કલમ- ૭
(૧) મુજબ આવી જમીનો ખાલસા કરવાની જોગવાઈ છે. પરંતુ અનધિકૃત ધારક દ્વારા જમીનના વિકાસમાં અથવા જમીનના બીનખેતી વિષયક વપરાશમાં અથવા તે સિવાય બીજી રીતે એવા ધારકે કરેલ રોકાણને કારણે તે જમીન ખાલી કરાવવાથી અઘટિત મુશ્કેલી થશે તેવો રાજય સરકારનો અભિપ્રાય થાય તો રાજય સરકાર નકકી કરે તેવી રકમ ભર્યેથી અને નકકી કરેલ શરતોને આધીન આવી જમીન અનધિકૃત ધારકને રી-ગ્રાન્ટ કરવાનો હુકમ રાજય સરકાર કલેકટરને કરી શકશે. અનધિકૃત ધારકને આવી રીગ્રાન્ટ થયેલી જમીનો નવી અને અવિભાજય શરતની અને બીનખેતી પ્રસંગે પ્રિમીયમ પાત્ર થશે.
4. દેવસ્થાન ઇનામની જમીનોના કબજા હકક અને ખેડુતના દરજજા બાબતે મહેસુલ વિભાગના ઉપર વંચાણે લીધેલ (૧) થી (૩) ની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ પરિપત્રની સૂચનાઓના ઉલ્લંઘનના કિસ્સાઓમાં કાયદેસરની કાર્યવાહી તત્કાલ કરવાની રહેશે. તથા તેની જાણ મહેસુલ વિભાગને અચૂક કરવાની રહેશે.
9. દેવસ્થાન ઇનામની જમીન સંબંધના કેસોમાં ઉપરની સૂચનાઓ વંચાણે લીધેલ ક્રમાંક (૧) થી (૩) ના ઠરાવ/પરિપત્રો મુજબ રેવન્યુ રેકર્ડમાં યોગ્ય રીતે અસર આપીને અધિકૃત ધારક / કનિષ્ઠ ધારક/ઇનામદાર/ગણોતીયા/બિનઅધિકૃત ધારક વિગેરે પ્રકારની ગામ નમુના નં. ૬ માં નોંધ કરવામાં આવેલ હોય અને તેની ૭/૧૨ માં અસર આપી હોય તે ખાસ ચકાસી લેવાનુ રહેશે.
७. આ પરિપત્ર પ્રસિધ્ધ થયાની તારીખ પહેલાં મળેલ મંજુરીઓને એટલે કે પ્રિમીયમની રકમ ભરપાઇ કરવાની સૂચનાઓ અપાઈ ગયેલ હોય તેવા કિસ્સાઓમાં આ પરિપત્રની જોગવાઇઓ લાગુ પડશે નહી.
No comments:
Post a Comment