સંયુક્ત કુટુંબના અસ્તિત્વની સાબિતીથી એવું અનુમાન થઈ શકે નહીં કે, કુટુંબના કોઈ સભ્ય દ્વારા ધરાવાયેલ મિલકત સંયુક્ત છે.
આપણા સમાજમાં સંયુક્ત પરિવારમાં રહેવાનું અને .તેમજ આખિયકત ખરીદ વેચાણના ! પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેમાં પણ સંયુક્ત કુટુંબના સભ્યો સાથે મળી તેવા વ્યવહારો કરતા હોય છે. પરંતુ કેટલાક સંયુક્ત કુટુંબના સભ્યો પોતાને વહેંચણ થકી પાપ્ત થયેલ ઊપજમાંથી અને/અથવા પોતાની સ્વઆવકમાંથી સ્વતંત્ર રીતે પણ ધંધાકીય તેમજ મિલકતના ખરીદ-વેચાણના વ્યવહારો કરતા હોય છે.
જજ્યારે કુટુંબના સભ્યો અથવા સભ્યોના વારસદારો વચ્ચે સંયુક્ત મિલકતો અથવા સ્વતંત્ર મિલકતો બાબતે ગૂંચવડ ઊભી થાય તે તકરાર થાય અને દાવાદુવીના પ્રકરણો ઉપસ્થિત થાય તો તેવા સંજોગોમાં જે સભ્ય-વારસ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવે કે મિલકતો સંયુક્ત કુટુંબની મિલકત છે તો તે સંયુક્ત કુટુંબના અસ્તિત્વના અનુમાનથી પુરવાર થઈ શકે નહીં તે અંગે રેકર્ડ ઉપર સંલગ્ન યોગ્ય પુરાવાઓ રજૂ કરવા જરૂરી છે અને સંયુક્ત કુટુંબની મિલકત હોવાની રજૂઆત કરતા સભ્ય-વારસ ઉપર તેની સાબિતીનો બોજો રહે છે. આમ, જયારે કુટુંબનો કોઈ સભ્ય મિલકત ધારણ કરતો હોય તો તે મિલકત સંયુક્ત કુટુંબના અસ્તિત્વના હોવાના અનુમાનથી તેવી મિલકત સંયુક્ત કુટુંબની મિલકતો હોવાનું પુરવાર થઈ જતું નથી તે અંગે યોગ્ય પુરાવાકીય રીતે પુરવાર કરવું જરૂરી છે તેવી જ રીતે સંયુક્ત કુટુંબના સભ્યો પોતાની સ્વતંત્ર રીતે પારણ કરેલ મિલક્તના યોગ્ય પુરાવા રજૂ કરવા પણ જરૂરી છે. જેથી મિલકતો સંયુક્ત કુટુંબની છે પા સ્વતંત્ર માલિકીની છે તે અંગેના પુરાવાઓનું મૂલ્યાંકન કરી અને કાયદાકીય જોગવાઈઓ મુજબ નામદાર સક્ષમ કોર્ટ દ્વારા યોગ્ય ન્યાયનિર્ણય કરી શકાય.
ઉપર વર્ણવ્યા મુજબ સંયુક્ત કુટુંબના અસ્તિત્વની સાબિતીથી એવું અનુમાન થઈ શકે નહીં કે, કુટુંબના કોઈ સભ્ય દ્વારા ધરાવાયેલ મિલક્ત સંયુક્ત છે તેવો સિદ્ધાંત નામદાર છત્તીસગઢ હાઈકોર્ટ (ખંડપીઠ) દ્વારા પતિમા પટવા તે બિરેન્દ્ર પટવાની પત્ની અને બીજા વિરુદ્ધ તુલસીરામ પટવા તે સ્વ.યુકેલ પ્રસાદ પટવાના દીકરા, કસ્ટે અપીલ નં.૪૯૩/૨૦૧૯ ના કામે તા.૦૯/૦૧/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઈસ્યૂ-૧, જાન્યુઆરી-૨૦૨૪, પાના નં.૭૯) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
પશ્નવાળી મિલકત દુકાન હાલના બચાવકર્તા/વાડીએ નોંધાયેલ વેચાણ દસ્તાવેજ થકી ખરીદ કરવામાં આવેલી. પ્રશ્નવાળી મિલક્ત/દુકાન બચાવકર્તા/વાદી તેમજ હાલના અપીલકર્તા નં.ર થાને તેમના દીકરા દ્વારા ચલાવવામાં આવતી હતી. પરંતુ હાલના અપીલકર્તા નં.૨ કેટલાક ખોટા અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંડોવાઈ ગયેલ હોવાથી હાલના બચાવકર્તા/વાદીએ અપીલકર્તા નં.ર વાને તેમના દીકરાને આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓથી દૂર રહેવા જળવતા તેઓને અપશબ્દો બોલી પમકાવવામાં આવેલા જે અંગે પિતા દ્વારા રિપોર્ટ કરાવા ઉપર દીકરાએ ચોક્કસ તારીખ સુધીમાં જગ્યા ખાલી કરવા સંમતિ દર્શાવી એક દસ્તાવેજ કરી આપેલ. પરંતુ હાલના અપીલકર્તાઓ દ્વારા હાલના બચાવકર્તા/વાદીની સામે જાહેરાત માટે દાવો દાખલ કર્યો હતો પરંતુ તેઓની વચગાળાની દાદ નામંજૂર કરવામાં આવી હતી કે જે હુકમને અપીલમાં પણ બહાલી આપવામાં આવી હતી.
ત્યારબાદ હાલના બચાવકર્તા/વાદી/પિતા દ્વારા પુત્રવધૂ તેમજ દીકરાની વિરુદ્ધ દીવાની દાવો દાખલ કરવામાં આવેલો. જે દાવા ધકી હાલના બચાવકર્તા ભૂળ વાદીએ પ્રશ્ન હેઠળની દુકાનની તેમના જીવનનિર્વાહ માટે શુદ્ધબુદ્ધિથી જરૂર છે અને તેથી તેઓએ દુકાનના ખાલી કબજાની માગણી કરી હતી. જે કામે હાલના અપીલકતાં નં.ર દીકરાની મુખ્ય રજૂઆત એ હતી કે ખરેખર પ્રશ્નવાળી મિલકત તેમના દ્વારા પ્રેમ અને લાગણીવશ પિતાના નામે ખરીદવામાં આવી હતી તેથી પિતા કોઈ દાદ મેળવવા હક્કદાર નથી અને વળતો દાવો(કાઉન્ટર કલેઈમ) પણ દાખલ કરવામાં આવ્યો હતો કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મિલકત સંયુક્ત કુટુંબની મિલકત હતી અને પ્રશ્નવાળી મિલકત ખરેખર સંયુક્ત કુટુંબની મિલકતની વેચાણ ઊપજમાંથી ખરીદવામાં આવી હતી અને તે પિતાની અનન્ય મિલકત નહોતી. જે દાવાના કામે પ્રશ્નવાળી મિલકત અનન્ય રીતે હાલના બચાવકર્તા/વાદીની માલિકીની છે અને તે મુજબ મિલકત ખાલી કરવાનો હુકમ કર્યો હતો. જે દીવાની દાવાના કામે થયેલ હુકમ વિરુદ્ધ હાલની અપીલ પુત્રવધૂ તેમજ દીકરા અપીલકર્તાઓ/પતિવાદીઓ) દ્વારા ઉપરિયત
કરવામાં આવેલો. નામદાર હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, મિલકતના બેનામી વ્યવહારોની અટકાયત અધિનિયમ, ૧૯૮૮ની કલમ-૪ બેનામી ધારણ કરાવેલ મિલકત પરત મેળવવાના અધિકારને પતિબંધિત કરે છે. વધુમાં સુપ્રીમ કોર્ટે આર.રાજાગોપાલ રેહી મૃતક) કાનૂની પ્રતિનિધિઓ થકી વિ. પદમીની ચંદ્રરોખરનામૃતક) કાનૂની પ્રતિનિધિઓ થકી ૧૯૯૫૮૨) સુ.કો.કે. ૪૩૦ ના કેસમાં ઠરાવેલ છે તે મુજબ, અધિનિયમ, ૧૯૮૮ ની કલમ-૪(૧) કે જે બેનામી ધારણ કરાવેલ કોઈ મિલકતના સંબંધમાં કોઈ અધિકારનો અમલ કરાવવા માટેના ઠાવા, હક્કદાવા કે કાર્યવાહી લાવવા ઉપર પ્રતિબંધ ફરમાવે છે. ભલે મિલક્ત ને તારીખ અગાઉ ખરીદવામાં આવેલ હોય તેને બેનામી જાહેર કરવા માટેનો દાવો કોઈપણ કોર્ટના દરવાજે ચલાવવાની કે દાખલ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા ફકરા નં. ૧૧ ઉપર ઠરાવેલ છે કે, 'આવો કોઈ દાવો, હક્કદાવો અથવા કાર્યવાહી થઈ શકશે નહીં.'
નામદાર હાઇકોર્ટ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલ ચુકાદા પૈકી ડી.એસ. લક્ષ્મવ્યાહ વિ. એવ.બાલાસુબ્રમન્યમ, ૨૦૦૩(૧૦) સુ.કો.કે. ૩૧૦ ના કેસમાં પ્રિવિ કાઉન્સિલ દ્વારા અપ્પાલાસ્વામી વિ. સૂર્યાનારાયનામૂર્તિ, ૧૯૪૭ એ.આઈ.આર. પિવિ કાઉન્સિલ) ૧૮૯ ના કેસમાં પ્રસ્થાપિત કાયદાનું પુનરુચ્ચારજ કર્યું હતું, કે જેમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું કે, સંયુક્ત કુટુંબના અસ્તિત્વની સાબિતી એવા અનુમાન તરફ દોરી જતી નથી કે, કુટુંબના કોઈ સભ્ય દ્વારા ધરાવાયેલ મિલકત સંયુક્ત છે અને મિલકતો પૈકીની કોઈ વિગતવાળી મિલકત સંયુક્ત છે. એવી રજૂઆત કરી રહેલ વ્યક્તિ ઉપર તેવી હકીકત સાબિત કરવાનો બોજો રહે છે. અહીં હાલના કેસમાં આવું અનુમાન દોરવા માટે કોઈ પુરાવો રેકર્ડ ઉપર નથી. પ્રતિવાદીએ એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો કે, કુટુંબ અમુક સંયુક્ત મિલનો ધરાવતું હતું અને તે બાબતે કેન્દ્રની રચના કરી હોઈ શકે, કે જેમાંથી પ્રશ્નવાળી મિલકત સંપાદિત કરવામાં આવી હોઈ શકે છે, પરંતુ આવું અનુમાન દોરવા માટે અને સાબિતીનો બોજો સામાપક્ષ ઉપર તબદીલ કરવા માટે તેવી હકીકત સાબિત કરવા રેકર્ડ ઉપર પુરાવા ઉપલબ્ધ હોવા જોઈએ.
આમ, નામદાર હાઇકોર્ટના ઉપરોક્ત ચુકાદાને ધ્યાને લેતા એવો સિદ્ધાંત પ્રસ્યાપિત થાય છે કે, સંયુક્ત કુટુંબના અસ્તિત્વની સાબિતીથી એવું અનુમાન થઈ શકે નહીં કે, કુટુંબના કોઈ સભ્ય દ્વારા પરાવાયેલ મિલકત સંયુક્ત છે. (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઈશ્યૂ-૧, જાન્યુઆરી-૨૦૨૪, પાના નં.૭૯
No comments:
Post a Comment