નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારા હેઠળ પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની ખેતીની- જમીનો ખેતી અને બીનખેતીનના હેતુ માટે જુની શરતમાં ફેરવવાની પધ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત. - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Thursday, August 22, 2024

નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારા હેઠળ પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની ખેતીની- જમીનો ખેતી અને બીનખેતીનના હેતુ માટે જુની શરતમાં ફેરવવાની પધ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત.

નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારા હેઠળ પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની ખેતીની- જમીનો ખેતી અને બીનખેતીનના હેતુ માટે જુની શરતમાં ફેરવવાની પધ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત.

ગુજરાત સરકાર, મહેસુલ વિભાગ, પરિપત્ર ક્ર. નશજ - ૧૦૨૦૧૦ -૨૨૯૯ - જ સચિવાલય, ગાંધીનગર. તા.૨/૧૨/૨૦૧૦.

વંચાણમાં લીધાઃ- (૧) મહેસુલ વિભાગનો ઠરાવ ક્ર. નશજ-૧૦૨૦૦૬-૫૭૧-(પાર્ટ-૨) તા.૪-૭-૨૦૦૮.

નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારા હેઠળ પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની ખેતીની- જમીનો ખેતી અને બીનખેતીનના હેતુ માટે જુની શરતમાં ફેરવવાની પધ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત.


પરિપત્ર :-

નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી. શરતની ખેતીની જમીનને ખેતી અથવા બીનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવાની પધ્ધતિમાં સરળીકરણ લાવવાની નીતિ આમુખ (૧) પરના મહેસુલ વિભાગના તા.૪/૭/૨૦૦૮ના ઠરાવથી રાજય સરકારે અમલમાં મુકેલ છે. ઉકત ઠરાવના પરિશિષ્ટ - ૨ થી નિયત કરવામાં આવેલ ચેકલીસ્ટના મુદ્દા નં. ૬ થી હાલના કબજેદાર પાસે આ જમીન વારસાઈ/વેચાણ/વીલ/બક્ષીસ વિગેરેથી આવેલ હોય તો તેની સમયાનુક્રમ વિગતો રજુ કરવાની હોય છે તથા ચેકલીસ્ટના મુદ્દા નં. ૮ થી અરજદારે જો જમીન ખરીદી હોય તો જે તે સમયે જમીન ખરીદી ત્યારે તેઓ ખેડૂત હતા કે કેમ? તેની વિગતો રજુ કરવાની રહે છે. આમ છતાં સરકારમાં રજુ થતી દરખાસ્તોમાં ઉકત વિગતો રજુ થતી નથી. ગણોતધારાની જોગવાઈઓ મુજબ બિનખેડૂત વ્યકિત ખેતીની જમીન ખરીદી/ધારણ કરી શકતો નથી. આથી આવી નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની ખેતીની જમીન ખેતી અથવા બીનખેતીના હેતુ માટે જુની-શરતમાં ફેરવવા માટે જે તે જમીનના હાલના કબજેદારો ધ્વારા જયારે માંગણી કરવામાં આવે ત્યારે આ જમીન તેઓ પાસે કેવી રીતે આવેલ છે તેની સમયાનુક્રમ વિગતો રજુ કરવી તથા તેઓએ આ જમીન વારસાઈ, વીલ, વેચાણ, બક્ષીસ વિગેરેથી મેળવી ત્યારે તેઓ મૂળ ગ્રાન્ટી તરીકે ધારણ કરે છે, મૂળ ગ્રાન્ટીના વારસદારો તરીકે ધારણ કરે છે, ખેડૂત પ્રમાણપત્ર મેળવી જમીન વેચાણ રાખેલ છે કે ગણોતધારાની જોગવાઈઓ હેઠળ પરવાનગી મેળવી જમીન મેળવેલ છે તેની સ્પષ્ટ વિગતો આધાર સહીત રજુ કરવામાં આવે તે જોવા આથી સર્વે કલેકટરશ્રીઓને સુચના આપવામાં આવે છે.

No comments: