મિલકત હસ્તાંતરના દસ્તાવેજની ભાષા અને તેનું થતું અર્થઘટન મહત્વનું હોય છે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, August 27, 2024

મિલકત હસ્તાંતરના દસ્તાવેજની ભાષા અને તેનું થતું અર્થઘટન મહત્વનું હોય છે

મિલકત હસ્તાંતરના દસ્તાવેજની ભાષા અને તેનું થતું અર્થઘટન મહત્વનું હોય છે.

કુટુંબના સભ્ય તરીકે કોઈ સંબંધી જમીન ખેડતા હોય ત્યારે તે જમીન પર તેનો કબજો ગણોતિયા કે લાયસન્સી તરીકે ગણાય નહીં.

(૧) મિલકત ટ્રાન્સફર થવાથી તેનો ભાડુઆત આપોઆપ નવા માલિકનો ભાડુઆત બની જાય છે. અપીલ કરનારે કૌટુંબિક સમજૂતીને કાયદેસર જાહેર કરાવવા માટે દાવો કર્યો હતો. સમાધાનથી તે દાવાનો નિકાલ થયો હતો. મૂળ મિલકતના માલિકે સ્વીકૃત રીતે અપીલ કરનાર જે-તેનો પુત્ર છે તેની તરફેણમાં સમજૂતી પાને સેટલમેન્ટ કર્યું હતું અને આ રીતે અપીલ કરનારને માલિકીહક્ક મળ્યા હતા. આ બાબત જે વ્યક્તિ સવાલવાળી મિલકતનો કબજો ભાડુઆત તરીકે ધરાવે છે તે પડકારી શકે નહીં. કેસની આ હકીકતો હોવાથી મિલકત તબદિલી અધિનિયમની કલમ ૮ અને ૧૦૯ ની જોગવાઈ જોતાં મૂળ માલિકે જ્યારે મિલકત તબદિલી કરી હોય, ભાડુઆત આપોઆપ જેની તરફેણમાં મિલકત તબદિલ થઈ હોય તેનો ભાડુઆત બને છે. સામાવાળા ભાડઆત અપીલ કરનારનો સવાલવાળી મિલક્ત પર માલિકીહક્ક અંગે વિવાદ કે પ્રશ્ન કરી शडे नहीं. (AIR 2020 SC 270) 

મિલકત હસ્તાંતરના દસ્તાવેજની ભાષા અને તેનું થતું અર્થઘટન મહત્વનું હોય છે

(૨) સમાધાન ખત અને તેને રદ કરવાની સત્તાઃ એક કુટુંબના સભ્યો વચ્ચે કૌટુંબિક વ્યવસ્થા થયેલ અને તેમાં પતિએ પોતાની સ્વપાર્જિત મિલકત સમાધાન ખતમાં તેની પત્નીને આપેલ. સમાધાન ખતમાં એમ જણાવવામાં આવેલું કે તેમાં જણાવેલી બાબતોનો તે જ વખતે અમલ કરવામાં આવ્યો છે અને જે તે વ્યકિતને સવાલવાળી મિલકતનો કબજો સોંપી દેવામાં આવ્યો છે. સમાધાન ખતમાં એવી કોઈ જોગવાઈ ન હતી કે કોઈ સંજોગોમાં આવી તબદિલી રદ કરી શકાશે. જોકે સમાધાન ખતમાં એમ જણાવવામાં આવેલું કે સમાધાન ખત કરનાર વ્યક્તિ તેને રદ કરવાનો હક્ક અબાધિત રાખે છે. કોર્ટે ઠરાવ્યું કે સવાલવાળા સમાધાન ખત તેમજ કેસની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં લેતાં તબદિલ કરનાર પતિને સમાધાન ખત રદ કરવાની સત્તા નથી અને સમાષાન ખત રદ કરવાના કૃત્યને રદ કરવાની જરૂર છે. (AIR 2006 MADRAS 1)


(૩) મિલકતમાંના હક્ક હિત વિના તબદિલીના થઈ શકે: જો કોઈ વ્યકિતને સવાલવાળી મિલક્તમાં કોઈ હક્ક, માલિકીહક્ક કે હિત ન હોય, તો તે તેવા હક્ક માલિકીહક્ક કે હિત તબદિલ કરી શકે નહિ. 1982 (2) GLR 731:


(૪) માલિક દ્વારા નોકરને મિલક્તની સોંપણી : જ્યારે કોઈ મિલકત નોકરને સોંપવામાં આવી ((Custody) હોય ત્યારે તે મિલકત નોકરના કબજે (Pos- session) ગણાય નહીં. સવાલવાળી મિલકત પર નોકરનો કબજો છે, પણ તે અંગે તેને કોઈ હક્ક મળતો નથી. જ્યારે કોઈ ખેતીની જમીન કુટુંબના સભ્ય તરીકે કોઈ સંબંધી ખેડતા હોય ત્યારે તેવી વ્યક્તિનો સવાલવાળી જમીન પરનો કબજો ગણોતિયા કે લાયસન્સી તરીકે ગણાય નહિ અને કાયદાની દૃષ્ટિએ જો આવી વ્યકિત સવાલવાળી મિલકતનો કબજો ધરાવતી હોય, તો તે કાયદેસર રીતે તે કબજો ધરાવે છે તેમ કહી શકાય નહીં કે જે સંબંધી વ્યક્તિ જે સવાલવાળી જમીનનો કબજો ધરાવતા હોવાનું કહેવામાં આવ્યું હોય. 1982 GLH 967. (૫) જો જમીન ખરીદનાર વ્યક્તિને તેના ઉપર ઊગેલાં વૃક્ષોનો હક્ક તબદિલીમાં ના મળ્યો હોય, તો તે તેના


અંગે દાવો કરી શકે નહીં, જ્યારે કોઈ જમીનની તબદિલી થાય ત્યારે તે જમીન પર ઊગેલાં વૃક્ષોની તબદિલી જમીન ખરીદનારને તબદિલ થાય છે. જો વેચાણખતમાં એમ જણાવવામાં આવ્યું હોય કે તબદિલ થયેલી જમીન પર ઊભેલાં વૃક્ષો ખરીદનારને સોંપવામાં આવ્યાં નથી તો ખરીદનાર વ્યકિત જમીન પર ઊભેલાં વૃક્ષો પર દાવો કરી શકે નહીં, AIR 1968 SC 612


(6) દસ્તાવેજનું અર્થઘટન કરતી વખતેના સંજોગો. જયારે કોઈ દસ્તાવેજનું અર્થઘટન કરવાનું હોય ત્યારે દસ્તાવેજ કરનાર વ્યક્તિનો ઈરાદો શું હતો તે જોવાનું મહત્વનું બની રહે છે. દસ્તાવેજ ઘડનારે યાને લખનારે જો કોઈ ભૂલ કરી હોય અને તેના કારણે દસ્તાવેજની ભાષા અસ્પષ્ટ જણાતી હોય, ત્યારે કોર્ટે સમગ્ર દસ્તાવેજને વાંચી દસ્તાવેજ કરનારનો શું ઈરાદો હતો તે જોવાનું રહે છે અને તે મુજબ દસ્તાવેજનું અર્થઘટન કરવાનું રહે છે. કોર્ટ એ બાબત પણ ધ્યાનમાં રાખવાની રહે છે કે દસ્તાવેજ કરતી વખતે કયા કયા સંજોગો પ્રવર્તમાન હતા અને જરૂર પડે તો તે મુજબ દસ્તાવેજનું અર્થઘટન કરવાનું રહે છે. (1994) 2 SCC 10. 

(9) દસ્તાવેજનું અર્થઘટન કરતી વખતે રાખવામાં આવતી સાવધાનીઃ જ્યારે કોઈ દસ્તાવેજનું અર્થઘટન કરવાનું હોય ત્યારે દસ્તાવેજમાં વપરાયેલી ભાષાને જે અર્થમાં વાપરવાની હોય તે અર્થમાં મૂલવવાની રહે છે. જ્યારે કોર્ટ દસ્તાવેજનું અર્થઘટન કરે ત્યારે કોઈપણ શબ્દને કોઈ હેતુ વગર વાપરવામાં આવ્યો નથી તે રીતનું અર્થઘટન કરવું જરૂરી નથી. કોર્ટે બને ત્યાં સુધી દસ્તાવેજ કરનારે જે શબ્દો વાપર્યા હોય તે નિરર્થક થાય તે રીતનું અર્થઘટન કરવું જોઈએ નહીં. AIR 1979 SC 1628:


(૮) દસ્તાવેજના મુખ્ય ભાગ પરથી તેની કાયદાકીય અસર જાણી શકાય: એક કંપનીએ સિનેમાનું વેચાણ કરવાનું નકકી કર્યું અને તે અંગે અવેજ નક્કી કરવામાં આવ્યો હતો. જે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો તે ખરેખરમાં Exchange deed હતું. પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે જે અવેજ પેટે કંપનીના પ્રેફરન્સ શેર આપવાના હતા તે જોતાં સવાલવાળી દસ્તાવેજ વેચાણ કહેવાય કે Exchange deed. દસ્તાવેજની ભાષા જોતાં તેમાં કોઈ અસ્પષ્ટતા ન હતી. દસ્તાવેજની વિગતો વાંચતા જણાયેલ કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરે ઠરાવ કરી કંપનીના મેનેજિંગ ડાયરેકટરને વેચાણ અંગે વાટાઘાટો કરવા સત્તા આપી હતી. આમ, દસ્તાવેજ જોતાં જણાય છે કે, દસ્તાવેજના મુખ્ય ભાગ પરથી તેની શું કાયદાકીય અસર છે તે જાણી શકાય છે. AIR 1968 sc 200.

૯) દસ્તાવેજના અર્થઘટનમાં સંજોગો તથા કોર્ટે કરેલા અર્થઘટનથી દસ્તાવેજના શબ્દોનું અર્થઘટન અલગ હોઈ શકે છે: જ્યારે કોઈ દસ્તાવેજનું અર્થઘટન કરવાનું હોય ત્યારે દસ્તાવેજમાં વપરાયેલા શબ્દોનો અર્થ કરવા માટે અદાલતઓએ આવા શબ્દોનું જે અર્થઘટન કર્યું હોય તે મુજબ સ્વીકારવું યોગ્ય ગણાય નહિ, કારણ કે જે સંદર્ભમાં દસ્તાવેજમાં જે તે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે મુજબ તે શબ્દોનું અર્થઘટન કરવાનું રહે છે. જ્યારે અદાલતોએ તે જ શબ્દોનું જે અર્થઘટન કર્યું હોય તે જે-તે કિસ્સામાં પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં લઈ કરવામાં આવતું હોય છે તેથી અદાલતે કરેલા અર્થઘટનથી દસ્તાવેજમાં વપરાયેલા શબ્દોનું અર્થઘટન અલગ હોઈ શકે છે. AIR 1961 SC 1236

(૧૦) દસ્તાવેજોના શાબ્દો પરથી પક્ષકારોના ઈરાદાનું અનુમાન કરવાનું જરૂરી નથી. જયારે કોઈ દસ્તાવેજનું અર્થઘટન કરવાનું હોય ત્યારે દસ્તાવેજમાં વપરાયેલા શબ્દોનો અર્થ કરવા માટે પક્ષકારોનો દસ્તાવેજ કરતી વખતે શું ઈરાદો હતો તે જોવાનું રહે છે. જો દસ્તાવેજમાં વપરાયેલા શબ્દો સ્પષ્ટ હોય, તો પક્ષકારોનો ઈરાદો શું હશે તે અંગે અનુમાન કરવાની જરૂર નથી. AIR 1959 SC 1362 (૧૧) દસ્તાવેજમાં અધિકારનો ઉલ્લેખ


ના હોવા માત્રથી દસ્તાવેજ રદબાતલ ઠરી શકે નહીં, જ્યારે કોઈ દસ્તાવેજ પક્ષકારને બંધનકર્તા છે કે કેમ તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે દસ્તાવેજમાં એવો કોઈ ઉલ્લેખ હોય કે તે અંગે કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી, તો તેવા ઉલ્લેખ માત્રથી સવાલવાળો દસ્તાવેજ રદબાતલ ઠરી શકે નહિ. સિવાય કે પક્ષકારોનો ઈરાદો એવો જણાય કે દસ્તાવેજ ખોટો છે. આ કિસ્સામાં પટ્ટાખત (Legal deed) માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તે અનઅધિકૃત છે તેના કારણ સવાલવાળો દસ્તાવેજ રદબાતલ કરવાપાત્ર છે તેવી દલીલ કરવામાં આવી. સમગ્ર દસ્તાવેજ વાંચતાં જણાયેલ કે જો ઉપરની જોગવાઈ કે જે પટ્રો અનઅધિકૃત છે તેવું જણાવેલ છે તે શબ્દોને વાંચવામાં ન આવે, તો સમગ્ર પટ્ટાખત એટલે કે લીઝ ડીડ કાયદેસર ઠરે છે. AIR 1956 SC 446..


નોંધ:- (જમીન-મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય' ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા


No comments: