સરકારી જમીન ઉપરના દબાણો નિયમબધ્ધ કરી આપવા બાબત. સમિતિની રચના અંગે.
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ, ઠરાવ ક્રમાંક: દબણ/૧૦૨૦૧૦/૧૦૯૧/લ સચિવાલય ગાંધીનગર તારીખઃ-/૦૨/૨૦૧૧.
આમુખ:-
શૈક્ષણિક સંસ્થાઓ, પાંજરાપોળ, વૃધ્ધાશ્રમો જેવી અનેક સંસ્થાઓ જે નહીં નફો નહીં નુકશાનના ધોરણે સમાજમાં કાર્યરત છે. આવી સંસ્થાઓને જે તે સમયે યોગ્ય માર્ગદર્શન ન મળવાના કારણે કોઈપણ જાતના બદઈરાદા વિના તેમનાથી સરકારી જમીનમાં દબાણ થઈ ગયું હોય તેવા કિસ્સાઓ બનવા પામેલ છે.
સામાન્ય રીતે સરકારી જમીન ઉપરનું દબાણ કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેતાં- દબાણ દૂર કરવું તેવી સરકારની નીતિ રહી છે. કોઈ કિસ્સામાં દબાણ નિયમિત કરવાનો નિર્ણય લેવાનો થાય ત્યારે શિક્ષાત્મક દંડ લઈ બજાર કિંમતની અઢી ગણી કિંમત વસૂલ કરી દબાણ વિનિયમિત કરી આપવામાં આવે છે. પરંતુ ઉપરના ફકરામાં દર્શાવ્યા મુજબ ખરેખર સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય અને આમ સમાજને ઉપયોગી હોય તેવી જાહેર સંસ્થાઓ ધ્વારા કોઈપણ પ્રકારના આશય વિના દબાણ થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં અને જમીન મહેસૂલ નિયમોના નિયમ ૩ર અને ૩ર(ક) હેઠળ જમીન ફાળવણી માટે લાયકાત ધરાવતા હોય તેવા ટ્રસ્ટો કે જેઓની આર્થિક સ્થિતિ સધ્ધર ન હોય અને સમાજ ઉપયોગી સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય તેવા ટ્રસ્ટો, સંસ્થાઓ, વ્યકિતઓ વગેરે જેવા ખાસ કિસ્સામાં બજાર કિંમતની અઢી ગણી કિંમત વસૂલ કરી દબાણ નિયમિત કરી આપવું તે યોગ્ય હોતું નથી સંસ્થા કે ટ્રસ્ટને તે આર્થિક રીતે પરવડે તેમ પણ હોતું નથી તથા આવા ટ્રસ્ટ કે સંસ્થાની પ્રવૃત્તિઓ બંધ કરાવી દબાણ હટાવવું તે પણ જાહેર હિતમાં યોગ્ય જણાતું ન હોઈ આવા કિસ્સામાં એકવડી કિંમત લઈ દબાણ નિયમિત કરી આપવું કે કેમ તે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઠ રા વ :-
પુખ્ત વિચારણાને અંતે સરકારશ્રીએ નીચે મુજબની સમિતિની રચના કરવાનું ઠરાવ્યું છે.
(૧)માન. મંત્રીશ્રી (નાણાં)
(૨)માન. મંત્રીશ્રી (મહેસૂલ)
(૩) માન.મંત્રીશ્રી(પંચાયત)
(૪) માન. મંત્રીશ્રી. (શહેરી વિકાસ)
(૫) માન.મંત્રીશ્રી.(કૃષિ)
(૬)અગ્ર સચિવશ્રી (ખર્ચ), નાણા વિભાગ
(૭) અગ્રસચિવશ્રી(મહેસૂલ)
ઉકત સમિતિ સમક્ષ આવા કિસ્સાઓ રજૂ કરી અને સમિતિને યોગ્ય લાગે તો તેવા કિસ્સામાં એકવડી કિંમતે સમિતિ દબાણ નિયમિત કરી આપવાનો નિર્ણય કરશે.
3. ઉપર મુજબ એકવડી કિંમત લઈ દબાણ નિયમિત કરી આપતા સમયે સમિતિ નીચે મુજબની બાબતો ઘ્યાનમાં લેશે.
(૧) સંસ્થા ૧૦૦% ચેરીટેબલ હોવી જોઈએ.
(૨) સમિતિ સંસ્થાની પ્રવૃત્તિઓની જરૂરીયાત અનુસાર નિયમિત કરવાના થતા દબાણનો વિસ્તાર નકકી કરશે.
(3) જો જમીનની એકવડી બજાર કિંમત રૂ. ૧/ કરોડ કરતાં વધતી હોય તો સરકારશ્રીની પ્રવર્તમાન નીતિ અનુસાર દરખાસ્ત મંત્રી મંડળની અનુમતિ અર્થે રજૂ કરવાની રહેશે. ગુજરાતના રાજયપબલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment