મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ–૧૯૪૮ ની કલમ-૬૩ હેઠળ કંપનીને ખેતીની જમીન ખરીદવા બાબત.
ગુજરાત સરકાર, મહેસુલ વિભાગ, પરિપત્ર 6. ગણત- એસ. ૩૦-૧૩૯૯-૮૮૩- ઝ સચિવાલય, ગાંધીનગર. તા.૨/૫/૨૦૧૧.
વંચાણે.લીધા:- મહેસુલ વિભાગનો પરિપત્ર ક્ર. ગણત-૧૦૯૬ -૯૪૮-ઝ તા.૨૩/૧૧/૧૯૯૮.
૫રિપત્ર :-
વંચાણે લીધેલ મહેસુલ વિભાગના તા.૨૩/૧૧/૧૯૯૮ના પરિપત્ર ક. ગણત/૧૦૯૬/૯૪૮/ઝ થી ગણોતધારાની કલમ-૬૩ હેઠળની કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લેતાં કંપનીઓ તેમજ કાયદા ઘ્વારા જન્મેલી વ્યકિતઓએ ગણોત કાયદાની કલમ-૬૩ હેઠળ બીનખેડૂત, વ્યાકેત તરીકે ખેતીની જમીન મેળવવાની જોગવાઈ નથી. જેથી જિલ્લા કલેકટરશ્રીઓ/પ્રાંત અધિકારીશ્રીઓએ અનેક તાલુકા મામલતદાર/કૃષિપંચશ્રીઓએ આ જોગવાઈઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવાની રહે છે તે મુજબ સુચનાઓ આપવામાં આવેલ છે.
પ્રસ્તુત બાબતમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીટીશનરશ્રી પ્રથમેશ ફાર્મ પ્રા. લી. ધ્વારા દાખલ કરવામાં આવેલ એસ.સી.એ.નં. ૧૪૯૧/૧૯૯૯ના કેસમાં નામદાર હાઈકોર્ટ ધ્વારા આપવામાં આવેલ તા.૧૪/૩/૨૦૦૦ના ચુકાદા સામે સરકાર પક્ષે નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ એલ.પી.એ.નં. ૯૩૨/૨૦૦૦ ( ગુજરાત સરકાર અને અન્ય વિરુધ્ધ પ્રથમેશ ફાર્મ પ્રા.લી.) ના કેસમાં નામદાર હાઈકોર્ટના તા.૩૧/૮/૨૦૧૦ના આપેલ ચુકાદામાં જણાવેલ વિગતોએ ગણોતધારાની કલમ-૬૩ ની જોગવાઈઓ મુજબ કંપનીઓ સક્ષમ અધિકારીશ્રીની મંજુરી સિવાય ખેતીની જમીન ખરીદ કરી શકતી નથી અને જો ખરીદે તો ગણોતધારાની જોગવાઈઓ વિરુધ્ધની ખરીદી ગણી તબદીલી અમાન્ય ઠરાવી ગણોતધારાની કલમ-૮૪(સી) ની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની રહે.
મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ ની જોગવાઈઓના સંદર્ભમાં નામદાર હાઈકોર્ટના એલ.પી.એ.નં. ૯૩૨/૨૦૦૦ ના કેસમાં તા.૩૧/૮/૨૦૧૦ના ઉકત ચુકાદા મુજબ ચુસ્ત અમલ કરવા આથી સર્વે જિલ્લા કલેકટરશ્રીઓ અને ગણોતધારા હેઠળના અન્ય સક્ષમ અધિકારીઓને જણાવવામાં આવે છે.
No comments:
Post a Comment