(૧)ગણોતધારાના નિયમ- ૨૫-ગ મુજબ કયા સંજોગોમાં અને કઈ શરતોએ કલેક્ટરશ્રી જમીનની તબદીલી માટે કલમ ૪૩ હેઠળ મંજૂરી આપશે તે બાબત છે. નિયમ-૨૫ (ગ)(૧)(૨)(૩) ધ્યાને લઈ કલેક્ટરશ્રીએ નિયમોની જોગવાઈ મુજબ નિયમ-૨૫(ગ) (૨) અને (૩) માં દર્શાવેલ જોગવાઈ પ્રમાણે જે હેતુ માટે જમીનની તબદીલી/હેતુફેર કરવાની મંજૂરી આપી હોય તે જ હેતુ માટે તેનો ઉપયોગ નિર્દિષ્ટ કરેલી મુદતમાં કરવો પડશે તથા જ્યાં બિનખેતી વિષયક પરવાનગી માટે અરજી કરવાની સમયમર્યાદા છે તે સમયમર્યાદાનું પાલન કરવાનું રહે છે. જો આ જોગવાઈનું પાલન કરવામાં આવે નહીં તો કલમ-૪૩ ની પેટા કલમ(૧) હેઠળ આપેલી મંજૂરી રદ થયેલી ગણાશે અને કલેક્ટરશ્રીની પૂર્વમંજુરી વગર જમીનની તબદીલી કરવામાં આવે છે તેમ ગણાશે. આ પ્રમાણેની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં કલેક્ટરશ્રીઓ દ્વારા તેનું પાલન કરવામાં આવતું નથી.
(૨)ગણોતધારાના નિયમ-૨૫(ગ)(૩) મુજબ બિનખેતી માટે જમીનની તબદીલીની તારીખથી છ માસમાં બિનખેતી વિષયક પરવાનગી માટે અરજી કરવાની રહેશે તથા આવી મુદત કલેક્ટરશ્રી બે વર્ષ સુધી લંબાવી શકશે. વધુમાં બિનખેતીની મંજૂરી મળી હોય તે તારીખથી ત્રણ વરસની અંદર અથવા કલેક્ટરશ્રી કારણોની લેખિત નોંધ કરીને વખતોવખત ઠરાવે તેવી એકંદરે પાંચ વરસથી વધુ ન હોય તેટલી તેવી વધુ મુદતની અંદર અથવા રાજ્ય સરકારની પુર્વમંજુરીથી જે મંજૂરી આપવામાં આવી હોય તે હેતુ માટે જમીનનો ઉપયોગ કરવો જોઇએ. અન્યથા આવી મંજૂરી રદ થયેલી ગણાશે તેવી ગણોતધારાના નિયમ- ૨૫(૩)માં જોગવાઈ છે. પરંતુ આ બાબતમાં મુદતો લંબાવવામાં આવે તો સરકારશ્રીને અરજદારશ્રી પાસેથી વસુલ કરવામાં આવેલ પ્રીમીયમમાં નુકસાન થાય છે. જે વરસમાં તબદીલીની મંજૂરી આપી હોય તે સમયે જે પ્રીમીયમ નક્કી થયેલ હોય તે પ્રીમીયમ તે વરસ પુરતું જ ચાલુ રહે. ત્યારબાદ પ્રીમીયમની રકમ ફરીથી ગણવાની રહે. જેમાં હાલ ચાલુ જંત્રી મુજબ પ્રીમીયમની વસુલાત કરવાની રહે. તથા જૂનું ભરેલ પ્રીમીયમ તેમાંથી બાદ આપવાનું રહે. હાલમાં ઘણાં વર્ષો પહેલાં આપેલ આવી મંજુરીના કેસોમાં મુદત વધારવાની દરખાસ્તો કલેક્ટરશ્રીઓ તરફથી સરકારશ્રીમાં મોકલવામાં આવે છે. જુના ભાવે પ્રીમીયમ ભરી હાલના ભાવે તેનો બિનખેતી ઉપયોગ કરી નફો કરવામાં આવતો હોઇ તથા સરકારશ્રીને પ્રીમીયમમાં નુકસાન થવાની બાબત ધ્યાન પર આવેલ છે. પરંતુ આ બાબતમાં સરકારશ્રીને પ્રીમીયમની વસુલાતમાં જે નુકસાન થાય છે તેનો ઉલ્લેખ કલેક્ટરશ્રીઓની દરખાસ્તમાં કરવામાં આવતો નથી
No comments:
Post a Comment