વિવિધ ઈનામી જમીનોના અનઅધિકૃત કબજા હક્ક નિયમબધ્ધ કરવા બાબત. - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Monday, February 16, 2026

વિવિધ ઈનામી જમીનોના અનઅધિકૃત કબજા હક્ક નિયમબધ્ધ કરવા બાબત.

વિવિધ ઈનામી જમીનોના અનઅધિકૃત કબજા હક્ક નિયમબધ્ધ કરવા બાબત.


ઠરાવ:- RD/MSM/e-file/15/2024/6959/CHH સચિવાલય, ગાંધીનગર

વંચાણે લીધા :-

(૧) મહેસુલ વિભાગનો તા.૨૮/૦૮/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક :- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૦૫)/છ

(૨) મહેસુલ વિભાગનો તા.૨૮/૦૮/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક :- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૧૦)/છ

(3) મહેસુલ વિભાગનો તા.૨૮/૦૮/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક :- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૧૩)/છ

(૪) મહેસુલ વિભાગનો તા.૨૮/૦૮/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક :- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૧૪)/છ

(૫) મહેસુલ વિભાગનો તા.૨૮/૦૮/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક :- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૧૫)/છ

(૬) મહેસુલ વિભાગનો તા.૨૮/૦૮/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક :- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૧૬)/છ

(૭) મહેસુલ વિભાગનો તા.૨૮/૦૮/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક :- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૨૦)/છ

(૮) મહેસુલ વિભાગનો તા.૨૮/૦૮/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક :- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૨૩)/છ

(૯) મહેસુલ વિભાગનો તા.૨૮/૦૮/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક :- ઈનમ/૧૧૨૦૨૧/૫૨(૨૪)/છ

રીગ્રાન્ટ કરેલ પરંતુ કબજાકિંમત ભરપાઈ ન કરેલ હોય તેવી જમીનના કબજેદાર અથવા રીગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણોસર રીગ્રાન્ટ થઈ શકેલ નથી તેવી જમીનના કબજેદાર અથવા તેમના વારસદારો જો આવી જમીનના અનઅધિકૃત ધારણ કરનાર હોઇ અથવા આવી જમીનોની તબદીલીઓ થઈ ગયેલ હોઇ અને હાલ આવી જમીનો અન્ય ઇસમના કબ્જામાં હોય તેવા હાલના કબ્જેદારો પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતની ૨૦% કબજાહક્કની રકમ વસૂલી આવા અનઅધિકૃત કબજા નિયમબધ્ધ કરી આપવાના રહેશે."

પ્રસ્તાવના :-

ઈનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબધ્ધ કરવા માટે તા. ૨૮/૦૮/૨૦૨૩ના રોજ વંચાણે લીધેલ ક્રમાંક (૧) થી (૯) ઠરાવો બહાર પાડવામાં આવેલ હતા. અનુભવે એવુ જાણવા મળેલ છે કે, આવી જમીનોના કબજા નિયમબધ્ધ કરવા માટે અનઅધિકૃત જમીનધારકોને થોડાક અંશે હજુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સદરહુ વંચાણે લીધેલ ઠરાવોનો લાભ જમીનધારકોને વધુ અસરકારક રીતે મળી શકે તેમજ આવી અનઅધિકૃત જમીનોના કબજા નિયમબધ્ધ કરી શકાય તે હેતુથી કાળજીપૂર્વકની વિચારણાને અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

ઠરાવ :-

૧. વંચાણે લીધેલ ઠરાવ ક્રમાંક (૧) થી (૯) ના ઠરાવના પેરા- (૧) ની સૂચનાની જગ્યાએ નીચે જણાવ્યા મુજબ વંચાણે લેવું.

* રીગ્રાન્ટ કરેલ પરંતુ કબજાકિંમત ભરપાઈ ન કરેલ હોય તેવી જમીનના કબજેદાર અથવા રીગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણોસર રીગ્રાન્ટ થઈ શકેલ નથી તેવી જમીનના કબજેદાર અથવા તેમના વારસદારો જો આવી જમીનના અનઅધિકૃત ધારણ કરનાર હોઇ અથવા આવી જમીનોની તબદીલીઓ થઈ ગયેલ હોઇ અને હાલ આવી જમીનો અન્ય ઇસમના કબ્જામાં હોય તેવા હાલના કબ્જેદારો પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતની ૨૦% કબજાહક્કની રકમ વસૂલી આવા અનઅધિકૃત કબજા નિયમબધ્ધ કરી આપવાના રહેશે."

૨. વંચાણે લીધેલ ક્રમાંક (૧) થી (૯) ના ઠરાવની પેરા (૧)માં જણાવ્યા સિવાયની અન્ય સૂચનાઓ અમલમાં રહેશે.

૩. આ ઠરાવ સરખા ક્રમાંકની ફાઈલ ઉપર સરકારશ્રીની મળેલ મંજુરી અન્વયે બહાર પાડવામાં આવે છે.

વિવિધ ઈનામી જમીનોના અનઅધિકૃત કબજા હક્ક નિયમબધ્ધ કરવા બાબત.
વિવિધ ઈનામી જમીનોના અનઅધિકૃત કબજા હક્ક નિયમબધ્ધ કરવા બાબત.




No comments: