મંદિરોને આજીવિકા માટે અપાયેલી જમીનો હવે નિયમિત થશે.
રાજ્યની ઇનામી જમીનના અનિયમિત કબજાહકને નિયમબદ્ધ કરી શકાશે.
મૂળ કબજેદાર કરતા બીજા કબજેદારને પણ લાભ
રાજ્ય સરકારે ઈનામી જમીનોને નિયમબધ્ધ કરવા માટે એટલી છૂટછાટ આપી છે કે, ઈનામી જમીનના મૂળ કબજેદાર પાસે કબજો ન હોય તેવા કિસ્સામાં પણ હાલમાં જે કબ્જો ધરાવે છે તેમને આ નિર્ણયનો લાભ મળશે,એટલે કે,હાલના કબજેદારો પણ આવી જમીન નિયમબધ્ધ કરાવી શકશે.
રાજ્ય અધિકારને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજાશાહી વખતે કે આઝાદી પહેલા કે પછી મંદિરો અને કેટલીક સંસ્થાઓને નિભાવ માટે રાજ્ય સરકાર દ્વારા જમીન ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ઇનામી જમીનોના કબ્જાને લઇને કેટલાક પ્રશ્નો ઉભા થતા અને આ જમીન કેટલાક ખેડૂતોએ ખેતી કરવાનું શરૂ કરી દીધુ છે,પરંતુ તેમને તેમના નામ સાત-બાર કે સત્તાવારરીતે ન હોવાથી મુશ્કેલી પડે છે.આથી રાજ્ય સરકારે જૂદી જૂદી ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના
20 ટકા કબજાહકની રકમભરીને નિયમબધ્ધ કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકાર દ્વારા ઈનામી જમીનનો રિગ્રાન્ટ થઈ ગઈ હોય પરંતુ તેમાં કબજાદારનું નામ ચડયું.
ન હોય તેવી જમીન પર કબજાદારનું નામ ચડી શકશે. આવી જ રીતે જે ઇનામી જમીન રિગ્રાન્ટ ન થઇ હોય તેવી જમીન પણ હવે સરળતાથી નિયમબધ્ધ કરી શકાશે. આ માટે કબજેદારે જે તે જમીનના પ્રવર્તમાન જંત્રીના 20 ટકા કબજાહકની રકમ ભરવાની રહેશે. કેટલાક કિસ્સામાં જમીનો રિગ્રાન્ટ થઈ ગઈ છે,પરંતુ કબજા કિંમત ભરપાઇ થઇ શકી નથી તેવી જમીન પણ નિયમબદ્ધ કરી શકાશે. ઉપરાંત જે જમીન રિગ્રાન્ટ કરવાને પાત્ર હોવાછતા રિગરાન્ટ થઇ નથી અને તેનો કબ્જો જેમને ઈનામી જમીન મળી છે તેમના વારસદારો પાસે છે તો તેવા વારસદારો પણ આવી જમીન નિયમબધ્ધ કરી શકશે.


No comments:
Post a Comment