ભાગીદાર પેઢી કે અન્ય વ્યક્તિના નામે ધંધાના કિસ્સામાં દાવાના નિયમો.
નિયમ-૧.ભાગીદારી પેઢીના નામથી ભાગીદારો ઉપર ઘવા માંડવા બાબત : (૧) કોઈપણ બે અથવા વધારે વ્યક્તિઓ પોતે ભાગીદારો છે એમ દાવો કરતા હોય અથવા ભાગીદાર તરીકે જવાબદાર હોય અને ભારતમાં ધંધો કરતી હોય તેઓ દાવાનું કારણ ઉત્પન્ન થયું એ વખતે (હોય તે) જે પેઢીની ભાગીદાર હોય તે પેઢીના નામે દાવો માંડી શકશે અથવા તેમની સામે તે પેઢીના નામથી દાવો માંડી શકાશે અને દાવાનો કોઈપણ પક્ષકાર એવી કોઈપણ બાબતમાં દાવાનું કારણ ઉત્પન્ન થયું તે વખતે જે વ્યક્તિઓ એવી પેઢીમાં ભાગીદાર હોય તેમના નામ તથા સરનામાની યાદી પોતાને મળે અને તે યાદીની ન્યાયાલય આદેશ કરે તે રીતે ખરાઈ કરવામાં આવે એ માટે ન્યાયાલયને અરજી કરી શકશે.
(૨) જયારે કોઈ વ્યક્તિઓ પેટા નિયમ (૧) હેઠળ પોતાની પેઢીના નામથી ભાગીદારો તરીકે દાવો માંડે અથવા તેમની સામે એવી રીતે દાવો મંડાય ત્યારે, આ અધિનિયમથી અથવા તે હેઠળ જે કોઈપણ પ્લીડિંગ અથવા બીજા દસ્તાવેજ ઉપર વાદીએ અથવા પ્રતિવાદીએ સહી કરવાની હોય અથવા તેની ખરાઈ કરવાની હોય અથવા તેને પ્રમાણિત કરવાનો હોય તે પ્લીડિંગ અથવા દસ્તાવેજની બાબતમાં, તે પ્લીડિંગ અથવા દસ્તાવેજ ઉપર એવી વ્યક્તિઓમાંની કોઈપણ વ્યક્તિએ સહી કરી હોય અથવા તેની ખરાઈ કરી હોય અથવા પ્રમાણિત કર્યું હોય તો તે પૂરતું ગણાશે.
નિયમ-૨. ભાગીદારોના નામ જાહેર કરવા બાબત :
(૧) જ્યારે કોઈ દાવો ભાગીદારોએ પોતાની પેઢીના નામથી કર્યો હોય ત્યારે વાદીઓએ અથવા તેમના પ્લીડરે કોઈપણ પ્રતિવાદીની અથવા તેના વતી લેખિત માંગણી થયું. જે પેઢીની વતી તે દાવો માંડયો હોય તે પેઢીની તમામ વ્યક્તિઓનાં નામ હેઠળ કરવામાં આવેલી કોઈપણ માંગણીનું પાલન ન કરે, ત્યારે તે દાવામાંની તમામ કાર્યવાહી, તે બંધ રાખવાની અરજી કરવામાં આવે એટલે ન્યાયાલય આદેશ આપે તેવી શરતોએ મોકૂક રાખી શકાશે.
(૩) જયારે ભાગીદારોના નામ પેટા નિયમ (૧)માં ઉલ્લેખેલી રીતે જાહેર કરવામાં આવે ત્યારે, જાણે એવા નામ ખુદ દાવા અરજીમાં વાદીઓ તરીકે લખ્યા હોય તે પ્રમાણે તે દાવાનું કામ આગળ ચાલશે અને તેના સંબંધમાં તેવાં જ તમામ પરિણામો આવશે. પરંતુ તેમ છતાં, એવી તમામ કાર્યવાહી તે પેઢીને નામે ચાલુ રહેશે, પણ પેટા નિયમ (૧) માં નિર્દિષ્ટ કરેલી રીતે જાહેર કરેલ ભાગીદારોનાં નામ હુકમનામામાં દાખલ કરવાં જોઈશે.
નિયમ-૩. બજવણી :
જ્યારે વ્યક્તિઓ ઉપર ભાગીદારો તરીકે તેમની પેઢીના નામથી દાવો માંડવામાં આવે ત્યારે, સમન્સ, (એ) ભાગીદારો પૈકી એક અથવા વધારે ભાગીદારો ઉપર, અથવા (બી) એવી ભાગીદારીનું કામકાજ ભારતમાં જે મુખ્ય સ્થળે ચાલતું હોય તે સ્થળે એવી ભાગીદારીનું કામકાજ એવી બજવણી વખતે જેના નિયંત્રણ અથવા વહીવટ હેઠળ હોય તે વ્યક્તિ ઉપર ન્યાયાલય આદેશ કરે તે પ્રમાણ બજાવવો જોઈશે અને એવી રીતે કરેલી બજવણી, જેવી રીતે દાવો માંડયો હોય તે પેઢી ઉપર યોગ્ય રીતે બજવણી થઈ છે એમ ગણાશે, પછી એવા તમામ અથવા કોઈપણ ભાગીદાર ભારતમાં હોય કે તેની બહાર હોય. પરંતુ જે ભાગીદારીનું વાદીની જાણ પ્રમાણે દાવો માંડતા પહેલાં વિસર્જન થઈ ગયું હોય તે ભાગીદારની બાબતમાં, ભારતમાં રહેનારી જે જૈ વ્યક્તિને જવાબદાર ગણવાની હોય તે દરેક વ્યક્તિ ઉપર એવો સમન્સ બજાવવો જોઈશે.
નિયમ-૪, ભાગીદારનું મરણ થયે દાવો માંડવાનો હક :
(૧) ભારત કરાર અધિનિયમ, ૧૮૭૨ ની કલમ-૪૫ માં ગમે તે મજકૂર હોય તે છતાં, જયારે પૂર્વવર્તી જોગવાઈઓ હેઠળ બે અથવા વધારે વ્યક્તિ પેઢીના નામથી દાવો માંડી શકે અથવા તેમની સામે એવી રીતે દાવો માંડી શકાય અને તેમાંની કોઈપણ એક વ્યક્તિએ દાવો માંડતા પહેલાં અથવા ચાલુ હોય તે દાવાના પક્ષકાર તરીકે સામેલ કરવાનું જરૂરી રહેશે નહીં. (૨) મર્હુમના કાયદેસરના પ્રતિનિધિ, (એ) એવા દાવામાં પોતાને પક્ષકાર બનાવવા અરજી કરવાનો, અથવા (બી) હયાત વ્યક્તિ અથવા હયાત વ્યક્તિઓ સામે હકદાવાનો અમલ કરવાનો, જે હક હોય તેને પેટા નિયમ (૧) માંના કોઈપણ મજકૂરથી બાય આવશે નહીં અથવા તેનાથી તે મર્યાદિત થશે નહીં.
નિયમ-૫. નોટિસ કંઈ હેસિયતથી બજાવવી :
જ્યારે પેઢી ઉપર સમન્સ કાઢયો હોય અને તે નિયમ-૩થી જોગવાઈ કરેલી રીતે બજાવવામાં આવ્યો હોય, ત્યારે જેના ઉપર બજાવ્યો હોય તે દરેક વ્યક્તિને એવી બજવણી વખતે નોટિસ આપીને ખબર આપવી જોઈશે કે તેના ઉપર તે સમન્સ ભાગીદાર તરીકે અથવા ભાગીદારીના ધંધા ઉપર નિયંત્રણ રાખનાર અથવા તેના વહીવટ કરનાર તરીકે અથવા તે બંને તરીકે બજાવવામાં આવ્યો છે અને જો એવી નોટિસ આપવામાં આવે તો જેની ઉપર તે બજાવ્યો હોય તે વ્યક્તિ ઉપર તે ભાગીદાર તરીકે બજાવ્યો છે એમ ગણાશે.
નિયમ-૬. ભાગીદારોની હાજરી :
જયારે કોઈ વ્યક્તિની સામે તેમની પેઢીના ભાગીદાર તરીકે દાવો માંડવામાં આવ્યો હોય, ત્યારે પોતે પોતાના નામથી જાતે હાજર થવું જોઈશે. પણ તેમ છતાં ત્યાર પછીની સઘળી કાર્યવાહી તે પેઢીના નામથી ચાલશે.
નિયમ-૭. ભાગીદાર સિવાય બીજાથી હાજર થવાય નહીં :
જ્યારે કોઈ સમન્સ નિયમ-૩થી જોગવાઈ કરેલી રીતે, ભાગીદારીના ધંધા ઉપર નિયંત્રણ રાખતી હોય અથવા તેનો વહીવટ કરતી હોય તે વ્યક્તિ ઉપર બજાવવામાં આવ્યો હોય ત્યારે, જે પેઢી સામે દાવો માંડયો હોય તે પેઢીની તે ભાગીદાર ન હોય તો. તેને હાજર થવાની જરૂર રહેશે નહીં.
નિયમ-૮. વાંધો લઈ હાજર થવા બાબત :
(૧) જે કોઈ વ્યક્તિ ઉપર નિયમ-૩ હેઠળ ભાગીદાર તરીકે સમન્સ બજાવવામાં આવ્યો હોય તે વ્યક્તિ કોઈ મહત્ત્વના સમયે પોતે ભાગીદાર ન હતી તેવું કહીને વાંધો લઈને હાજર થઈ શકશે.
(૨) એવી રીતે હાજર થયે, વાદી અથવા ઉપસ્થિત થનાર વ્યક્તિ દાવાની સુનાવણી માટે નક્કી થયેલી તારીખે અને દાવાના આખરી નિકાલ પહેલાં કોઈપણ સમયે, તે વ્યક્તિ પેઢીની ભાગીદાર હતી કે કેમ અને તે રીતે તે જવાબદાર હતી કે કેમ તે નક્કી કરવા માટે ન્યાયાલયને અરજી કરી શકશે.
(૩) એવી અરજી થયે, ન્યાયાલય એવું ઠરાવે કે તે મહત્ત્વના સમયે પેઢીની ભાગીદાર હતી તો તેનાથી તે વ્યક્તિના પ્રતિવાદી સામેના હકદાવામાં પેઢીની જવાબદારીનો ઈન્કાર કરતો બચાવ રજૂ કરવામાં બાધ આવશે નહીં.
(૪) પરંતુ ન્યાયાલય એવું ઠરાવે કે એવી વ્યક્તિ પેઢીની ભાગીદાર ન હતી અને તેવી રીતે તે જવાબદાર ન હતી તો તેથી બીજી રીતે પેઢી ઉપર સમન્સ બજાવવામાં અને દાવાની કાર્યવાહી આગળ ચલાવવામાં વાદીને બાધ આવશે નહીં પણ તે પ્રસંગે, પેઢી સામે કરવામાં આવે તેવા હુકમનામાની બજવણી વખતે તે વ્યક્તિની પેઢીના ભાગીદાર તરીકે જવાબદારી છે તેમ કહેવામાં વાદીને બાધ આવશે.
નિયમ-૯. સહભાગીદારો વચ્ચેના દાવા:
આ હુકમ કોઈ પેઢી તથા તેમાંના એક અથવા વધારે ભાગીદારો વચ્ચેના દાવાને તથા જેમાં એક અથવા વધારે વ્યક્તિઓ સામાન્ય રીતે ભાગીદાર હોય તેવી પેઢીઓ વચ્ચેના દાવાને લાગુ પડશે. પણ આવા દાવામાં ન્યાયાલયની પરવાનગી વગર બજવણીનું કામ કાઢવામાં આવશે નહીં. અને એવી બજવણી કરવા માટે ન્યાયાલયને અરજી કરવામાં આવે એટલે, ન્યાયી લાગે તેવાં તમામ હિસાબ લઈ શકશે તથા તપાસ કરાવી શકશે તથા તેવા આદેશો આપી શકશે.
નિયમ-૧૦, પોતાના નામ કરતાં જુદા નામથી ધંધો કરતી વ્યક્તિ સામેનો દાવો:
પોતાના નામ કરતાં જુદા નામ કે સંજ્ઞાથી ધંધો ચલાવતી કોઈ વ્યક્તિ અથવા ગમે તે નામથી ધંધો ચલાવતું અવિભક્ત હિન્દુ કુટુંબ જાણે કે પેઢીનું નામ હોય તેમ તેના નામે અથવા સંજ્ઞાર્થી દાવો માંડી શકશે. અને આવા કેસની હકીકત જોતાં શકય હોય ત્યાં સુધી, આ હુકમ હેઠળના તમામ નિયમો, તેને તે અનુસાર લાગુ પડશે.

No comments:
Post a Comment