સરકારે કરેલા કે સરકાર સામે થયેલા દાવાઓમાં અધિકારીઓની ભૂમિકા કેવી હોય?
સિવિલ પ્રોસીજર કોડમાં હુકમ-૨૭ માં અને તે હેઠળના નિયમોમાં સરકારે માંડેલા અથવા સરકાર સામે માંડવામાં આવે તેવા અથવા સરકારી અધિકારીઓએ પોતાના હોદ્દાની રૂએ માંડલા (કરેલા) અથવા તેમની સામે માંડવા(કરવા)માં આવે તેવા દાવા વિષેની જોગવાઈ કરેલી છે.
નિયમ(૧). સરકારે માંડેલા અથવા સરકાર સામે માંડવામાં આવે તેવા દાવા : સરકારે માંડેલા અથવા સરકાર સામે માંડવામાં આવે તેવા દાવામાં, દાવા અરજી અથવા લેખિત કેફિયત ઉપર આ અર્થે સરકાર સામાન્ય અથવા ખાસ હુકમથી નીમે તે વ્યક્તિઓએ સહી કરવી જોઈશે અને જે વ્યક્તિને સરકાર એવી રીતે નીમે તેણે અને જે વ્યક્તિ કેસની હકીકત જાણતી હોય તે વ્યક્તિએ તેની ખરાઈ કરવી જોઈશે.
નિયમ (૨) સરકારની વતી કામ કરવાના અધિકારવાળી વ્યક્તિઓ : કોઈ ન્યાયિક કાર્યવાહીના સંબંધમાં સરકાર વતી કામ કરવા માટે જેમને હોદાની રૂએ અથવા બીજી રીતે અધિકાર મળ્યો હોય તેવી વ્યક્તિઓ માન્ય એજન્ટો ગણાશે અને સરકાર વતી આ કાયદા હેઠળ હાજર થવાનું, કામ કરવાનું અને અરજી કરવાની હોય તે તેઓ કરી શકશે.
નિયમ (૩) સરકારે માંડેલા અથવા સરકારની સામે માંડવામાં આવે તેવા દાવામાં દાવા અરજી : સરકારે માંડેલા અથવા સરકાર સામે માંડવામાં આવે તેવા દાવામાં વાદીનું અથવા પ્રતિવાદીનું વર્ણન અને રહેવાનું સ્થળ દાવા અરજીમાં દાખલ કરવાને બદલે કલમ-૭૯ માં જોગવાઈ કર્યા પ્રમાણે યોગ્ય નામ લખવું પૂરતું ગણાશે.
નિયમ (૪). સરકારના એજન્ટ કામગીરી હુકમ મેળવશે : કોઈપણ ન્યાયાલયે સરકાર સામે કાઢેલો કામગીરી કમ મેળવવા માટે એવા ન્યાયાલયમાં સરકારી પ્લીડર સરકારના એજન્ટ ગણાશે.
નિયમ (૫). સરકાર વતી હાજર થવા માટે દિવસ નક્કી કરવા બાબત : સરકારને સદરહુ દાવા અરજીનો જવાબ આપવા માટે ન્યાયાલયે દિવસ ઠરાવતી વખતે યોગ્ય અધિકારીઓના મારફતે સરકાર સાથે જરૂરી પત્ર વ્યવહાર કરવા માટે તથા સરકાર વતી હાજર થઈને જવાબ આપવા માટે સરકારી પ્લીડરને સૂચનાઓ આપવા માટે જરૂરી વાજબી સમય આપવો જોઈશે અને ન્યાયાલયના વિવેકાનુસાર, તે સમય લંબાવી શકશે, પણ એવી રીતે લંબાવેલા સમય, એકદંર બે મહિના કરતાં વધુ હોવો જોઈએ નહીં.
નિયમ (૫-એ). સરકારી અધિકારી સામેના દાવામાં પક્ષકાર તરીકે સરકાર જોડાઈ શકશે : પોતાની સત્તાવાર હેસિયતથી તેણે કર્યું હોવાનું કહેવાતું હોય તેવા કોઈ કામના સંબંધમાં નુકસાની અથવા બીજી દાદ માટે સરકારી અધિકારી સામે દાવો માંડવામાં આવ્યો હોય, ત્યારે સરકારે દાવાના પક્ષકાર તરીકે જોડાવું જોઈશે.
નિયમ(૫-બી). સરકાર અથવા સરકારી અધિકારી સામેના દાવામાં સમાધાન કરાવવા માટે મદદ કરવાની ન્યાયાલયની ફરજ : (૧) સરકાર અથવા પોતાની સત્તાવાર હેસિયતથી કામ કરતાં સરકારી અધિકારી પક્ષકાર હોય તેવા દરેક દાવા અથવા કાર્યવાહીમાં, કેસના પ્રકાર અને સંજોગો સાથે સુસંગત રહીને તેમ કરવું શક્ય હોય, ત્યારે દાવાના વિષયવસ્તુ સંબંધમો, સમાધાન ઉપર આવવા માટે પક્ષકારોને મદદ કરવા દરેક પ્રયત્ન કરવાની ન્યાયાલયની સૌ પ્રથમ (૨) આવા કોઈપણ દાવા અથવા કાર્યવાહીમાં કોઈપણ તબક્કે ન્યાયાલયને એમ જણાય કે પક્ષકારો વચ્ચે સમાધાનની વાજબી શક્યતા છે, તો ન્યાયાલય આવું સમાધાન કરવા માટે પ્રયત્ન કરી શકાય તે માટેપોતાને યોગ્ય લાગે તેટલી મુદત સુધી કાર્યવાહી મુલત્વી રાખી શકશે.
(૩) પેટા નિયમ (૨) હેઠળ મળેલી સત્તા કાર્યવાહી મુલતવી રાખવાની ન્યાયાલયની બીજી કોઈપણ સત્તા ઉપરાંતની છે.
નિયમ (૬). સરકાર સામેના દાવા સંબંધી પ્રશ્નોના જવાબ આપી શકે એવી વ્યક્તિની હાજરી બાબત દાવા સંબંધી કોઈપણ મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપી શકે એવી વ્યક્તિ કોઈ કેસમાં સદરહુ સરકાર તરફથી સરકારી પ્લીડર સાથે આવી ન હોય તો, ન્યાયાલય તેવી વ્યક્તિને હાજર રહેવાનું ફરમાવી શકશે. નિયમ (૭) સરકારી અધિકારી
સરકારને લખાણ કરી શકે તે માટે મુદત વધારવા બાબત :
(૧) જ્યારે પ્રતિવાદી સરકારી અધિકારી હોય અને સમન્સ મળ્યા પછી તેને એમ લાગે કે દાવા અરજીનો જવાબ આપતાં પહેલાં મારે સરકારને લખાણ કરવું જોઈએ ત્યારે તે પ્રમાણે સરકારને લખવાને તથા યોગ્ય અધિકારીઓની મારફત તે અંગે મેળવવાને જેટલી મુદતની જરૂર હોય તેટલી મુદત સમન્સમાં ઠરાવેલી મુદતમાં વધારી આપવા માટે ન્યાયાલયને તે અરજી કરી શકશે.
(૨) તેવી અરજી કરવામાં આવે એટલે, ન્યાયાલય પોતાને જરૂરી જણાય તેટલી મુદત વધારી આપશે.
નિયમ (૮). સરકારી અધિકારી સામેના દાવાઓમાં અનુસરવાની કાર્યરીતિ: (૧)સરકારી અધિકારી સામેના દાવાનો બચાવ કરવાનું સરકાર માથે લે ત્યારે સરકારી પ્લીડરે દાવા અરજીનો હાજર થઈને જવાબ આપવા માટે પોતાને અધિકાર મળ્યા પછી ન્યાયાલયને અરજી કરવી જોઈશે અને એવી અરજી થયે ન્યાયાલયે તેના અધિકારી વિશેની નોંધ દીવાની દાવાઓના રજિસ્ટરમાં કરાવવી જોઈશે.
(૨) પ્રતિવાદીએ હાજર થઈને દાવા અરજીનો જવાબ આપવા માટે નોટિસમાં જે દિવસ ઠરાવ્યો હોય તે દિવસે અથવા તે પહેલાં, સરકારી પ્લીડરે પેટા નિયમ (૧) હેઠળ અરજી કરી ન હોય તો, ખાનગી પક્ષકારો વચ્ચે હોય તે રીતે કેસની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે. પરંતુ હુકમનામાની બજવણીમાં હોય તે સિવાય બીજી રીતે, પ્રતિવાદી ધરપકડને લાયક તેમજ તેની મિલક્ત જપ્ત થવાને પાત્ર થશે નહીં.
નિયમ (૮-એ) સરકાર પાસેથી અથવા સરકારી અધિકારી પાસેથી અમુક બાબતમાં જામીનગીરી જરૂરી ન હોવા બાબત. સરકાર પાસેથી અથવા જયારે દાવાનો બચાવ કરવાનું સરકારે માથે લીધું હોય ત્યારે, કોઈપણ સરકારી અધિકારીએ તેની સત્તાધાર હેસિયતથી તેણે કરેલા કહેવાતા કાર્યના સંબંધમાં તેના ઉપર બીજા પછી દાવો માંડયો હોય ત્યારે તે અધિકારી પાસેથી હુકમ-૪૧ ના નિયમમાં અને એમાં જણાવ્યા પ્રમાણેની કોઈ જામીનગીરી જરૂરી રહેશે નહિ.
નિયમ-૮-બી. "સરકાર" અને “સરકારી પ્લીડર'ની વ્યાખ્યા : આ હુકમમાં અન્યથા સ્પષ્ટપણે જણાવ્યું હોય તે સિવાય "સરકાર" અને "સરકારી પ્લીડર" એટલે અનુક્રમે (એ) કેન્દ્ર સરકારે અથવા તેની સામે મઠિલા અથવા તે સરકારની નોકરીમાં હોય એવા કોઈ સરકારી અધિકારીની સામે માટેલા કોઈપણ દાવાના સંબંધમાં, કેન્દ્ર સરકાર અને તે સરકાર આ હુકમના હેતુ માટેસામાન્ય અથવા ખાસ રીતે નીમે એવો પ્લીડર (બી) (+) (૧૯૪૮ના એ.ઓ.થી ખંડ(બી) કમી કરેલ છે.)
(સી) રાજય સરકારે અથવા તેની સામે મહિલા અથવા રાજ્યની નોકરીમાં હોય એવા સરકારી અધિકારીની સામે માડેલા દાવાના સંબંધમાં, રાજ્યની સરકાર અને કલમ(૨) ના ખંડ (૭) માં વ્યાખ્યા કર્યા પ્રમાણે સરકારી પ્લીડર અથવા આ હુકમના હેતુઓ માટે રાજ્ય સરકાર સામાન્ય અથવા ખાસ રીતે નીમે એવો બીજો કોઈ પ્લીડર.
હુકમ (૨૭-એ) સંવિધાનના અર્થઘટન સંબંધી અથવા કોઈ વૈધાનિક ખતની કાયદેસરતા સંબંધી કાયદાના મહત્ત્વના પ્રશ્નવાળા દાવા નિયમ (૧), એટર્ની જનરલને અથવા એડવોક્રેટ જનરલને આપવાની નોટિસ : જે કોઈ દાવામાં ન્યાયાલયને એમ લાગે કે સંવિધાનની કલમ-(૧૪૭) સાથે વાંચતા કલમ-(૧૩-૨)ના ખંડ (૧)માં ઉલ્લેખ કર્યો હોય તેવો કોઈ પ્રશ્ન સમાયો છે, તો તે દાવામાં જો કાયદાનો પ્રશ્ન કેન્દ્ર સરકારને લગતો હોય તો ભારતના એટર્ની જનરલને અને જો તે કાયદાનો પ્રશ્ન રાજ્ય સરકારને લગતો હોય તો તે રાજ્યના એડવોકેટ જનરલને નોટિસ અપાઈ જાય નહીં ત્યાં સુધી ન્યાયાલયથી તે પ્રશ્નનો નિર્ણય કરવાની કાર્યવાહી કરી શકાશે નહીં.
નિયમ (૧-એ). કોઈ વૈધાનિક ખતની કાયદેસરતાની બાબત સમાયેલ હોય તેવા દાવાઓમાં અનુસરવાની કાર્યરીતિ : જે ાવામાં ન્યાયાલયને એમ જણાય કે કોઈપણ વૈધાનિક ખતની કાયદેસરતા સંબંધી નિયમ-(૧)માં જણાવેલા પ્રકારનો પ્રશ્ન ન હોય તેવો કોઈ પ્રશ્ન સમાયેલો છે તે દાવામાં નીચેનાને મોટિસ આપ્યા સિવાય ન્યાયાલયથી તે પ્રશ્નનો નિર્ણય કરવાની કાર્યવાહી હાથ ધરી શકારો નહીં. (એ) પ્રશ્ન સરકારને લગતો હોય તો સરકારી પ્લીડરને, અથવા (બી) પ્રશ્ન સરકાર સિવાયના સત્તા મંડળને લગતો હોય તો, તે વૈધાનિક ખત લખનાર સત્તા મંડળને,
નિયમ-૨. ન્યાયાલય સરકારને પક્ષકારી તરીકે ઉમેરી શકશે : યથાપ્રસંગ, ભારતના એટર્ની જનરલ અથવા રાજ્યના એડવોકેટ જનરલ, નિયમ-૧ હેઠળ નોટિસ મળે એટલે અથવા બીજી રીતે સંવિધાનની કલમ-૧૪૭ સાથે વાંચતા કલમ-(૧૩૨) ના ખંડ (૧) માં નિર્દિષ્ટ કરેલી હોય તેવો કોઈપણ પ્રશ્નજે કોઈપણ દાવામાં સમાયો હોય તે દાવામાં કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારને કરે તો અને ન્યાયાલયને એવી ખાતરી થાય કે તેમાં સમાયેલા કાયદાના પ્રશ્નનો સંતોષકારક નિર્ણય કરવા માટે આવી રીતે પ્રતિવાદી ઉમેરવાનું જરૂરી અથવા ઈચ્છનીય છે તો ન્યાયાલય કાર્યવાહીના કોઈપણ તબક્કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારને એવી રીતે ઉમેરવાનો હુકમ કરી શકશે.
ખતની કાયદેસરતાને લગતા દાવામાં પ્રતિવાદી તરીકે સરકાર અથવા બીજા કોઈ સત્તામંડળને ઉમેરવાની ન્યાયાલયની સત્તા : નિયમ-(૨-એ). કોઈ વૈધાનિક
નિયમ-૧(એ) માં ઉલ્લેખ્યા પ્રમાણેનો કોઈ પ્રશ્ન સમાયો હોય એવા કોઈ દાવામાં કાર્યવાહીના કોઈપણ તબકક્તકે, ન્યાયાલય, જો સરકારી પ્લીડર અથવા ખત કાઢયો હોય તે સત્તા મંડળ તરફથી કેસમાં હાજર રહેલ પ્લીડર નિયમ-૧(એ) હેઠળ નોટિસ મળ્યે કે અન્યથા સરકારને કે બીજા સત્તામંડળને પ્રતિવાદી તરીકે ઉમેરવાની અરજી કરે અને ન્યાયાલયને ખાતરી થાય કે પ્રશ્નના સંતોષકારક નિર્ણય માટે એ રીતે ઉમેરવાનું જરૂરી કે ઈચ્છનીય છે તો એવો હુકમ કરી શકશે કે તે સરકારને તે સત્તામંડળને પ્રતિવાદી તરીકે ઉમેરવું જોઈશે.
નિયમ-(૩). ખર્ચ : નિયમ-(૨) અથવા નિયમ-(૨-ક) હેઠળ સરકાર અથવા બીજા કોઈપણ સત્તા મંડળને દાવામાં પ્રતિવાદી તરીકે ઉમેરવામાં આવે ત્યારે, ન્યાયાલય કોઈપણ ખાસ કારણસર તે કેસના તમામ સંજોગોમાં ધ્યાનમાં લઈને અન્યથા સુક્ષ્મ કરે તે સિવાય, જે ન્યાયાલયે પ્રતિવાદી ઉમેરવાનો હુકમ કર્યો હોય તે ન્યાયાલયમાં એટર્ની જનરલ, એડવોકેટ જનરલ અથવા સરકારી પ્લીડર અથવા સરકાર અથવા બીજું સત્તામંડળ ખર્ચ મેળવવા માટે હકદાર થશે, નહીં કે ખર્ચ આપવા જવાબદાર થશે નહાx.
નિયમ-(૪) અપીલોને હુકમ લાગુ પાડવા બાબત : અપીલોને આ હુકમ લાગુ પાડતી વખતે “પ્રતિવાદી” શબ્દમાં રિસ્પોનન્ટનો અને “દાવા” શબ્દમાં અપીલનો સમાવેશ થાય છે એમ ગણાશે.


No comments:
Post a Comment