રિ-ગ્રાન્ટ થયેલી ૯ પ્રકારની ઈનામી જમીનના વેચાણને મંજૂરી મળશે.
આ કાયદા હેઠળની જમીનોને ધારણકર્તા ખેડૂતોને રાહત થશે.
૧. મુંબઈ પરગણા અને કુલકર્ણી વતન (એબોલિશન) એક્ટ- ૧૯૫૦
૨. મુંબઈ વિલીન પ્રદેશો (બરોડા વતન એબોલિશન) એક્ટ- ૧૯૫૩
૩. મુંબઈ વિલીન પ્રદેશો અને વિસ્તારો (જાગીર એબોલિશન) એક્ટ- ૧૯૫૩
૪. મુંબઈ રૈયત ઉપયોગી ચાકરિયાત ઈનામ એબોલિશન એક્ટ- ૧૯૫૩
૫. મુંબઈ વિલીન પ્રદેશો પરચુરણ સ્વત્વપર્ણ નાબૂદી એક્ટ- ૧૯૫૫
૬. મુંબઈ ભીલ નાયક ઈનામ એબોલિશન એક્ટ-૧૯૫૫
૭. મુંબઈ આંકડીયા ટેન્યોર (સૌરાષ્ટ્ર એરિયા) એબોલિશન એક્ટ- ૧૯૫૬
૮. સાગબારા અને મેવાસી એસ્ટેટ (એબોલિશન ઓફ પ્રોપર્ટી રાઈટ્સ)- ૧૯૬૨
૯. ગુજરાત સર્વાઈવિંગ એલિયનેશન એબોલિશન એક્ટ- ૧૯૬૩.
૯ પ્રકારની ઈનામી જમીનો શું છે ?
સ્વતંત્રતા પૂર્વે વિવિધ રજવાડા કે બ્રિટિશ ઈન્ડિયા દ્વારા સેવારત વ્યક્તિઓને વિશિષ્ટ સેવા કે કામની સામે અર્થોપાર્જન માટે જમીનો ઈનામ સ્વરૂપે ફાળવવામાં આવી હતી. જે હાલમાં એક પ્રકારે સરકાર તરફી સાથણી કે ખાસ ઉદ્દેશ્યોને પાર ઉતારવા ફાળવાતી પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો જેવી છે. સ્વતંત્રતા બાદ આવી જમીનોનોનું સંચાલન ઈનામી કાયદાઓ હેઠળ થતુ હતુ. જે પાછળથી નાબૂદ કરી દેવાયા હતા. કાયદા નાબૂદ થયા ત્યારે ખેતી કરતા કબજેદારો (ઈનામી જમીનના ધારકો) કબજા કિંમત ભરી શક્યા નહોતા. આથી, વારંવાર તેમાં મુદ્દત વધારો પણ કરાયો. પરંતુ, વિતેલા વર્ષમાં આ પ્રકારની જમીનમાં વારસદારો અને વેચાણો થતા સરકારે ઓગસ્ટ-૨૦૨૩માં જંત્રીના ૨૦ ટકા લઈ તેને નિયમબધ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો
નવ પ્રકારના ઈનામી નાબૂદી કાયદા હેઠળની જમીનોના હાલના કબજેદારો કે તેમના વારસદારોએ જે આવી જમીન અનઅધિકૃતપણે અન્ય ખેડૂતને વેચાણ કરી હશે તો તેને જંત્રીના ૨૦ ટકા ભરીને નિયમબધ્ધ કરી શકાશે. મહેસૂલ વિભાગે સોમવારે ૨૮મી ઓગસ્ટ ૨૦૨૩ના ઠરાવમાં વધુ સુધારો કરીને કલેક્ટરોને આ પ્રકારની સ્પષ્ટતા સાથે આદેશ કર્યો છે. બીજી ફેબ્રુઆરી ૨૦૨૬ના સુધારાના ઠારવથી હવે રાજ્યભરમાં ઈનામી નાબૂદી કાયદા હેઠળની જમીનોના વેચાણને મંજૂરી મળી શકશે. કબ્જો નિયમિત થઈ શકશે.
જમીન મહેસુલ વ્યવસ્થાપન ક્ષેત્રે રાજ્ય સરકારના ઉપરોક્ત નિર્ણયથી ઇનામી જમીનોના અનધિકૃત કબજાહક્ક સરળતાથી નિયમબદ્ધ થશે. વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહી સાથે સોમવારે પ્રસિધ્ધ ઠરાવમા કહેવાયુ છે કે, રિ-ગ્રાન્ટ થઈ હોય પરંતુ જે તે સમયે ખેડૂત (કબજેદાર)ની જાણકારીને અભાવે કબજા કિંમત ભરપાઈ ન થઈ હોય તેવા જમીનના કબજેદાર અથવા રિ-ગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણોસર રિ-ગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીનના કબજેદાર અથવા તેમના વારસદારો જો આવી જમીનના અનઅધિકૃત ધારણ અને એકથી વધારે વખતનું વેચાણ) થયુ હોય ત્યારે જમીન બીજા કોઈના કબજામાં હોય તો હાલના જે કોઈ કબજેદાર હોય તેમની પાસેથી પ્રવર્તમાન જંત્રીની કિંમતના ૨૦ ટકા કબજાહકની રકમ વસૂલી કબજાને નિયમબધ્ધ કરી આપવાનો રહેશે.
સરકારના આ નિર્ણયથી પૂર્વકાળમાં ઈનામી કાયદાઓ નાબૂદ થતા જેમને જમીન રિ-ગ્રાન્ટ હતી પરંતુ, કબજાકિંમત ભરી શક્યા નહોતા તેવા જમીનના કબજેદારોથી લઈ રિ- ગ્રાન્ટ કરવાને પાત્ર છે પરંતુ, કોઈ કારણોસર રિ-ગ્રાન્ટ થઈ નથી તેવા ખેડૂતોનો કબજો નિયમિત થઈ શકશે. માત્ર રિ-ગ્રાન્ટ જ નહિ, તેમના વારસદારો કે જે અનઅધિકૃત રીતે વારંવાર વેચાણ થયા હોય તો પણ વર્તમાનમાં જે કોઈ ખેડૂત પાસે તેનો કબજો હોય તેમને પણ અધિકૃતપણે જમીનના માલિક થઈ શકશે. ઈનામીની જમીનો પ્રતિબંધિત સત્તા પ્રકારની નવી શરતની હોય છે આથી તેની તબદિલી થઈ શકતી નહોતી !


No comments:
Post a Comment