મહેસુલી રેકર્ડ અને વચગાળાના મનાઈ હુકમો કબજા અથવા માલિકીના નિર્ણાયક પુરાવા નથી. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, February 2, 2026

મહેસુલી રેકર્ડ અને વચગાળાના મનાઈ હુકમો કબજા અથવા માલિકીના નિર્ણાયક પુરાવા નથી.

મહેસુલી રેકર્ડ અને વચગાળાના મનાઈ હુકમો કબજા અથવા માલિકીના નિર્ણાયક પુરાવા નથી.

જ્યારે જમીન-મિલકતના કબજા અને ટાઈટવના પ્રશ્નો હોય ત્યારે પક્ષકારો વચ્ચે થતી તકરારો સીવીલ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે તકરાર કરનાર પક્ષકાર દ્વારા પોતાની રજૂઆતો અને તેના સમર્થનમાં 

જરૂરી એવા પુરાવાઓ રજૂ કરવાના હોય છે અને તે પુરવાર કરવાની જવાબદારી તકરાર લેનાર પક્ષકારની હોય છે. તેમજ મુખ્ય પક્ષકાર જે તમામ હકીકતો અને વ્યવહારોથી વાકેફ હોય તેવા પક્ષકારના ખુલાસો પણ ખૂબ જ મહત્વનો છે તેમના વતી અષિકૃત વ્યહિત દ્વારા તેનો ખુલાસો લઈ શકાય નહીં.

મહેસુલી રેકર્ડ અને વચગાળાના મનાઈ હુકમો કબજા અથવા માલિકીના નિર્ણાયક પુરાવા નથી.

નામદાર સીવીબ કોર્ટ તરફથી પક્ષકારોની હકીકતો અને રજુઆતોને ધ્યાનમાં રાખી અને તેના પુરાવાઓ -ખુલાસાઓના આધારે તેને લગત કાયદાકીય જોગવાઈઓ મુજબ ન્યાયનિર્ણય કરવામાં આવે છે.


નામદાર હાઈકોર્ટ દ્વારા પાવર ઓફ એટર્ની હોલ્ડર તે પાવર આપનારના વ્યકિતગત જ્ઞાનમાં રહેલા વ્યવહારો અથવા તથ્યો અંગે મુખ્ય વ્યકિતની જગ્યાએ જુબાની આપી શકાતી નથી તેમજ પ્રોપર્ટી લો જોગવાઈ મુજબ કબજા અને ટાઈટલના પુરાવા રૂએ મહેસુલી નોંધો અને વચગાળાના મનાઈ હુકમો કબજા અથવા માલિકીના નિર્ણાયક પુરાવા નથી, તેવો સિધ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા મર્હુમ ઠાકરદા કોદરજી વિરાજીના વારસદારો અને બીજાવિરુદ્ધ મારવાડી ચંપકલાલ માંગીલાલ અને બીજા, સેકન્ડ અપીલ નં.૩૭/૨૦૦૪ ના (૨૦૦૪ ના કામે તા.પ/૦૪/૨૦૨૬ ના રોજ આખરી ફેંકયુ કરી ઉપર મુજબનો પ્રસ્થાપિત કરવામાં આવેલ પ્રશ્નવાળી જમીનના મૂળ માલિક ઠાકરદા કોદરજી વિરાજીની માલિકી - કબજામાં ચાલી આવેલી અને ત્યારબાદ અપીલકર્તા-મૂળ વાદીનું નામ મહેસુલી રેકર્ડમાં દાખલ થયેલું. મજકુર અપીલકર્તા-મૂળ વાદીએ દાવો દાખલ કરવાનું કારણ એ હતું કે, રીસ્પોન્ડન્ટોએ અપીલકર્તા નં.૧ ને ઉછીની આપેલી રકમ વસુલવાના ઓથા હેઠળ પ્રશ્નવાળી જમીનમાંથી અપીલકર્તા-મૂળ વાદીને કાઢી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે નામદાર સીવીલ કોર્ટ સમક્ષ કાયમી મનાઈ હુકમ મેળવવા માટે દાવો દાખલ કરેલો. જે કામે અપીલકર્તા-મૂળ વાદીની તરફેણમાં હુકમનામું ફરમાવવામાં આવેલ. જે વિરૂધ્ધ રીસ્પોન્ડન્ટ-મૂળ પ્રતિવાદીએ ડીસ્ટ્રીકટ કોર્ટ સમક્ષ સીવીબ અપીલ દાખલ કરવામાં આવેલ. જે કામે અપીલ અંશતઃ આંશિક રીતે રદ કરવામાં આવેલ, જે નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટના મંજુર કરવામાં આવેલ અને ટ્રાયલ કોર્ટના હુકમનામાને બ્રુકમ વિરૂધ્ધ અપીલકર્તા-મૂળ વાદીએ હાલની આ સેકન્ડ અપીલ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલ નામદાર હાઈકોર્ટ દ્વારા સેકન્ડ અપીલ અંગે સ્પષ્ટતા કરતા જણાવેલ કે, સીવીલ પ્રોસીજર કોડ, ૧૯૦૮ ની કલમ-૧૦૦ હેઠળની સેકન્ડ અપીલમાં કાયદાના મહત્વપૂર્ણ પ્રશ્ન ઉપર તેમજ કાર્યક્ષેત્ર અને અધિકારક્ષેત્રના કાયદાના મહત્વપૂર્ણ પ્રશ્ન ઉપર હોય છે, તેમાં હકીકતોના પુનઃમુલ્યાંકન પર નહીં. તેમજ કાયદાનો મહત્વપૂર્ણ પ્રશ્ન હોય હોય અને તે નીચલી કોર્ટ દ્વારા ઉકેબાયેલ ન હોય અને તેવા નિર્ણયથી પક્ષકારના અધિકારોને ભૌતિક રીતે અસર પહોંચતી હોય, પરંતુ નીચલી કોર્ટ દ્વારા કરાયેલ હકીકતના સમવર્તી તારણો સામાન્ય રીતે બંધનકર્તા હોય છે, જો તારણો કોઈ પુરાવા પર આધારિત ન હોય કે ભૌતિક પુરાવાને અવગણવામાં આવે અથવા કાયદાના ખોટા ઉપયોગથી પરિણમેલ હોય તો જ તેવા હુકમમાં દખલગીરી માન્ય રહેશે, બીજી અપીલથી હઠીકતોની સુનાવણીથી રૂપાંતરિત કરવાનો પ્રયાસ અથવા પાસાને મંજુરી આપવામાં આવતી નથી. વધુમાં પુરાવા અધિનિયમ હેઠળ પાવર ઓફ એટર્ની ધારક ફકત વ્યકિતગત રીતે કરવામાં આવેલા કૃત્યો અથવા વ્યકિતગત જ્ઞાનમાં રહેલી બાબતો અંગે જ જુબાની આપી શકે, તે પાવર ઓફ એટર્ની આપનારના વ્યકિતગત જ્ઞાનમાં રહેલા વ્યવહારો અથવા તથ્યો અંગે મુખ્ય વ્યકિતની જગ્યાએ જુબાની આપી શકાતી નથી.

પ્રોપર્ટી બી જોગવાઈ મુજબ કબજા અને ટાઈટલના પુરાવા રૂએ મહેસુલી નોંધો અને વચગાળાના મનાઈ હુકમો વાદીના સાક્ષી દ્વારા કબુલાત કે કબજો પાછો મેળવવા માટે દાવો દાખલ કરવામાં આવ્યો હતો કે પ્રતિવાદીઓ વિવાદીત ભાગનો કબજો પરાવતા હતા અને પ્રતિવાદીઓનો વેચાણ કરાર કબજાનો દાવો (એકઝી-૧૦૭) સાક્ષીની જુબાની દ્વારા સમર્થન મળેલ અને પ્રતિવાદીઓના કબજાને ખોટો સાબિત કરવામાં વાદીની નિષ્ફળતા તેને સમગ્ર દાવાવાળી જમીન પર મનાઈ હુકમ મેળવવા હકકદાર બનાવે છે.

બીજી અપીલમાં, હાઈકોર્ટ પુરાવાઓનું પુનઃમૂલ્યાંકન કરી શકતી નથી અથવા કાયદાનો કોઈ મહત્વપૂર્ણ પ્રશ્ન સામેલ ન હોય ત્યાં સુધી હકીકતના સમવર્તી તારણોમાં દખલ કરી શકતી નથી. જ્યાં સુધી વાદી સાક્ષીઓ રજુ કરવામાં નિષ્ફળ જાય અને વ્યક્તિગત જ્ઞાન (જેમ કે કબજો અને દસ્તાવેજ અમલ)ના મુદ્દાઓ પર જુબાની આપવા માટે પાવર ઓફ એટર્ની ધારક પર આધાર રાખે છે, ત્યાં પ્રતિકુળ નિષ્કર્ષ વાજબી છે. પ્રથમ અપીલ કોર્ટના તથ્યપૂર્ણ તારણો - કબુલાત અને દસ્તાવેજી પુરાવા પર આધારિત હોવા જોઈએ અને પ્રતિવાદીઓ દાવાની જમીનના એક ભાગ પર કબજો ધરાવવા અંગે કોઈ દખલગીરી કરવાપાત્ર જણાય આવતું નથી.ઉપરોકત ચુકાદા ઉપરથી સ્પષ્ટ થાય છે કે, પાવર ઓફ એટર્ની હોલ્ડર તે પાવર આપનારના વ્યકિતગત જ્ઞાનમાં રહેલા વ્યવહારો અથવા તથ્યો અંગે મુખ્ય વ્યકિતની જગ્યાએ જુબાની આપી શકાતી નથી તેમજ પ્રોપર્ટી લૉ જોગવાઈ મુજબ કબજા અને ટાઈટલના પુરાવા રૂએ મહેસુલી નોંધો અને વચગાળાના મનાઈ હુકમો કબજા અથવા માલિકીના નિર્ણાયક પુરાવા નથી

No comments: