ભારતીય ન્યાયતંત્રમાં (Indian Judiciary) લાખો કેસ પેન્ડિંગ છે. જેમાં મોટાભાગના કેસ સંપત્તિ બાબતે થયેલી છેતરપીંડીના (Property Disputes) છે. સંપત્તિ બાબતે પરિવારમાં દાયકાઓ સુધી ઝઘડા ચાલતા હોય છે. તાજેતરમાં જ વડી અદાલતે (Supreme Court) સંપત્તિની માલિકીના હક્કને મૌલિક અધિકાર ગણાવ્યો હતો. જોકે, વેલ્ફેર સ્ટેટ પ્રોપર્ટી ઓનરશીપ રાઇટ્સમાં (Welfare State Property Ownership Rights) તેને હજુ પણ માનવ અધિકાર માનવામાં આવે છે. મજબૂત આધાર વગર આ અધિકાર કોઈ છીનવી શકે નહીં. જેથી કાયદેસર વારસદારના હક્ક (Inheritance Rights) માટે કાયદો વારસદારોની વ્યાખ્યાને માન્યતા આપે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં વારસામાં મળેલી અને અર્જિત કરેલી મિલકત વિવિધ કાયદાઓ હેઠળ તેના કાનૂની વારસદારો વચ્ચે વિભાજિત છે. ત્યારે અહીં ભારતમાં વારસા, વારસદાર અને સંપત્તિના અધિકારોની વ્યાખ્યા શું છે? તે અંગે જાણકારી આપવામાં આવી છે.
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ વારસદાર
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં (Hindu Succession Act- HSA) હિંદુઓ, બૌદ્ધ, જૈન અને શીખને આવરી લેવામાં આવે છે. આમાંથી કોઈ ધર્મમાં પરિવર્તિત થયા હોય અથવા માતા પિતાના લગ્ન વગર જન્મ થયો હોય તેઓને પણ આ કાયદો લાગુ પડે છે. વારસદાર અંગે મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પોતાના કાયદા છે. જેથી હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ તેમને લાગુ પડતો નથી.
કોઈ હિંદુ વસિયત છોડ્યા વગર મૃત્યુ પામે ત્યારે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ પ્રકાશમાં આવે છે. આવી સ્થિતિમાં વારસદાર માત્ર કાયદાના નિયમો પર આધાર રાખે છે. ત્યારે હિન્દુ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં તેની સંપત્તિ કઈ રીતે નક્કી થાય તે અંગે જાણકારી આપવામાં આવી છે.
ક્લાસ-1 વારસદાર
દીકરો, દીકરી, વિધવા, માતા, અગાઉના પુત્રનો પુત્ર, અગાઉના પુત્રની પુત્રી, અગાઉના પુત્રની વિધવા, અગાઉની પુત્રીનો પુત્ર, અગાઉની પુત્રીની પુત્રી, અગાઉના પુત્રનો પૂર્વનિર્ધારિત પુત્ર, પુરોગામી પુત્રની પુત્રી. પુરોગામી પુત્રના પુરોગામી પુત્રની વિધવા
ક્લાસ 2 વારસદાર
પિતા, પુત્રની પુત્રીનો પુત્ર, પુત્રની પુત્રીની પુત્રી, ભાઈ, બહેન ત્રીજા. દીકરીનો દીકરો, દીકરીના દીકરાની દીકરી, દીકરીની દીકરી, દીકરીની દીકરી, ભાઈનો દીકરો, બહેનનો દીકરો, ભાઈની પુત્રી, બહેનની પુત્રી, પિતાજી; પિતાની માતા, પિતાની વિધવા, ભાઈની વિધવા, પિતાનો ભાઈ, પિતાની બહેન
સગોત્ર
ઉદાહરણ: પિતાના ભાઈનો પુત્ર, પિતાના ભાઈની વિધવા
નિયમ 1: બે ઉત્તરાધિકારીમાં જે વધુ નજીક છે, તેમને અધિકાર આપવામાં આવે છે.
નિયમ 2: જ્યાં ડિગ્રી સંખ્યા સમાન અથવા કોઈ ન હોય તેવા કિસ્સામાં જે સામાન્ય પૂર્વજની નજીક હોય તેવા ઉત્તરાધિકારીને પસંદ કરવામાં આવે છે.
સજાતીય
ઉદાહરણ: પિતાની બહેનનો પુત્ર અથવા ભાઈનો પુત્ર
નિયમ 1: બે ઉત્તરાધિકારીમાંથી જે નજીક હોય તેને પ્રાથમિકતા આપવામાં આવે છે.
નિયમ 2: ડિગ્રીની સંખ્યા સમાન હોય તેવા અથવા સંખ્યા સમાન ન હોય તેવા કિસ્સામાં સામાન્ય પૂર્વજની નજીક હોય તેવા ઉત્તરાધિકારીને પસંદ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સગોત્ર પુરુષોના સંબંધોમાં હોય છે, પરંતુ તેમનો લોહી કે દત્તકનો સંબંધ નથી. આ લગ્ન દ્વારા બનેલા સંબંધો છે.
દીકરીઓને સંપત્તિનો અધિકાર
યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા. આ કહેવત સદીઓથી આપણા સમાજમાં ચાલી રહી છે. તેમ છતાં, કુટુંબથી માંડીને સામાજિક બાબતો અનેક સ્થળે લિંગ ભેદભાવનો ભોગ મહિલાઓ લાંબા સમય બનતી આવી છે. આજના સમયે પણ મહિલાઓની સ્થિતિમાં કોઈ નોંધનીય પરિવર્તન આવ્યું નથી. જાગૃતિમાં વધારો થતા કાયદામાં સકારાત્મક ફેરફારો થયા છે. પુરુષો અને મહિલાઓ વચ્ચે તફાવત ન કરતા કાયદાઓની રજૂઆત સાથે પરિસ્થિતિમાં સુધારો થયો છે.
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં વર્ષ 2005માં સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં સંપત્તિની દ્રષ્ટિએ પુત્રીઓને સમાન અધિકાર આપવામાં આવ્યો હતો. 2005 પહેલા એવું માનવામાં આવતું હતું કે, લગ્ન પછી એક મહિલા તેના પતિની સંપત્તિમાં જોડાય છે અને તે સંપત્તિનો અધિકાર મેળવે છે. જેથી પિતાની સંપત્તિમાં માત્ર પુત્રોને જ અધિકાર આપવામાં આવ્યા હતા. દીકરીઓના અધિકાર તે કુંવારી હોય ત્યાં સુધીના જ હતા. હવે પરણેલી અને અપરિણીત દીકરીઓને પિતાની મિલકતમાં ભાઈઓ જેવા જ અધિકારો છે. તેઓ તેમના ભાઈઓની જેમ સમાન ઉત્તરાધિકાર મેળવવા માટે હકદાર છે.
જો 20 ડિસેમ્બર, 2004 પહેલાં પૈતૃક સંપત્તિનું વિભાજન કરવામાં આવ્યું હોય તો દીકરી તેની હકદાર ન ગણાય. કારણ કે, આ કિસ્સામાં જૂનો હિન્દુ અનુગામી કાયદો લાગુ પડશે. આ કિસ્સામાં વિભાજન રદ કરવામાં આવશે નહીં. આ કાયદો હિન્દુ ધર્મ સાથે ઉપરાંત બૌદ્ધ, શીખ અને જૈન સમુદાયોને પણ લાગુ પડે છે.
વારસામાં મળેલી મિલકત પર ટેક્સ લાગે?
ભારતમાં વારસાગત પ્રોપર્ટી પર લાગતો ટેક્સ 1985માં ખતમ કરી દેવાયો હતો. કાયદા મુજબ વારસામાં મળેલી પ્રોપર્ટી પર કોઈ ગિફ્ટ કે અન્ય ટેક્સ નહિ લાગે.
સંપત્તિના માલિક પાસે પ્રોપર્ટી 24 મહિનાથી વધુ સમય માટે હોય તો તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. સંપત્તિમાં અધિકાર ન મળે તો શું કરી શકાય? જો મહિલાને પિતાની સંપત્તિમાં હક ન મળે તો તે લીગલ નોટિસનો આશ્રય લઈ શકે છે. મહિલા તેને હકથી વંચિત રાખનાર વ્યક્તિને નોટિસ મોકલી શકે છે. તો પણ જો સામી પાર્ટી નમતુ ન જોખે તો તે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરી શકે છે.
જો તે વેચશો તો તેના પર થનારી આવક પર કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. વારસામાં મળનારી ચલ કે અચલ સંપત્તિ એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે હસ્તાંતર થાય છે. એટલે તેના પર ટેક્સ નથી લાગતો. તમે સંપત્તિ વેચો તો તેના પર કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે.
તે બીજા વારસો પાસેથી કબ્જો કરેલી સંપત્તિમાં ભાગ માંગી શકે છે. જો સંપત્તિનુ વિભાજન શક્ય ન હોય તો કોર્ટ મહિલાને તેનો હિસ્સો અપાવવા માટે સંપત્તિની નીલામી કરી શકે છે. કેસની સુનવણી દરમિયાન સંપત્તિ વેચાય નહિ તેની ખાતરી કરવા માટે તે કોર્ટ પર તેના વેચાણ પર રોક લગાવવાના આદેશની માંગ કરી શકે છે. જો સુનવણી પહેલા સંપત્તિને સહમતિ વિના વેચી દેવાય તો તે ખરીદનારને એક પક્ષ બનાવી કેસમાં શામેલ કરી શકે છે.
સુનવણી દરમિયાન આવુ થાય તો તે કોર્ટને ખરીદનારને પાર્ટી બનાવવાનો આગ્રહ કરી શકે છે.
આ સંજોગોમાં પિતાની સંપત્તિને વસિયત મુજબ આંકવામાં આવશે. માતા અને બહેનઃ માતા ક્લાસ 1 વારસદારમાં આવે છે. પુત્રનું મૃત્યુ થયુ હોય તો તેની સંપત્તિ પર બીજા વારસદાર સાથે સાથે માતાનો પમ સરખો જ હિસ્સો હોય છે. આ ઉપરાંત વિધવા માતા પુત્ર પાસે ભરણપોષણ મેળવવાની હકદાર છે પરંતુ તે પુત્ર પર આશ્રિત ન હોવી જોઈએ.
ભાઈના મૃત્યુ બાદ બહેન ક્લાસ 2 વારસદારમાં ગણાય છે. ભાઈની સંપત્તિ માટે ક્લાસ 1 અધિકારી ન હોય અને પિતાનું પણ પહેલા જ મોત થઈ ગયુ હોય તો બહેનને વારસામાં પ્રોપર્ટી મળે છે. વારસામાં મળેલી મિલકત પર ટેક્સ લાગે? ભારતમાં વારસાગત પ્રોપર્ટી પર લાગતો ટેક્સ 1985માં ખતમ કરી દેવાયો હતો. કાયદા મુજબ વારસામાં મળેલી પ્રોપર્ટી પર કોઈ ગિફ્ટ કે અન્ય ટેક્સ નહિ લાગે.
ગુજરાત સ્ટેમ્પ ( સુધારા ) અધિનિયમ , ૨૦૧૩ ના આર્ટીકલની કલમ -૪૯ મુજબ RELEASE અર્થાત " ફારગતી " ( મુક્તિપત્ર ) સંબંધી લેખો વસુલ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટી બાબતે જોગવાઈ કરવામાં આવી છે . આ જોગવાઇ મુજબ વારસાગત મિલકત અથવા તેના ભાગનો ફારગતી લેખ ( Release deed of an ancestral property or part thereof ) જયારે દાવો છોડી ભાઈ / બહેન અથવા પુત્ર / પુત્રી અથવા મૃત્યુ પામેલ પુત્રના પુત્ર કે પુત્રી અથવા માતા અથવા પિતા અથવા લગ્ન સાથી અથવા ઉપરના સંબંધોના કાયદેસરના વારસદારો ( Legal heirs of the above relations ) ની તરફેણમાં કરવામાં આવ્યો હોય ત્યારે રૂ .૧૦૦ સ્ટેમ્પ ડ્યુટી લેવાપાત્ર થાય છે . આ જોગવાઇ વડીલોપાર્જિત મિલકત ( ancestral property ) માટે કરવામાં આવેલ હોઈ તેથી તેવા વારસદારોને રૂ .૧૦૦ સ્ટેમ્પ ડ્યુટી લેવાપાત્ર રહે છે , અને અન્ય વારસદારોને કલમ -૪૯ ( ખ ) મુજબની સ્ટેમ્પ ડ્યુટી લેવાપત્ર રહે છે .
આથી ગુજરાત સ્ટેમ્પ ( સુધારા ) અધિનિયમ , ૨૦૧૩ ની કલમ -૪૯ ( ક ) ની જોગવાઇ જોતાં વડીલોપાર્જિત મિલકત કાયદેસરના વારસદારોમાં માત્ર સીધી લીટીના વારસદારોનો જ સમાવેશ થાય છે . અને ગુજરાત સ્ટેમ્પ ( સુધારા ) અધિનિયમ , ૨૦૧૩ ના આર્ટીકલ -કલમ -૪૯ ( ક ) ની જોગવાઇ ધ્યાને લેતાં તેમાં મૃત્યુ પામેલ - પુત્રીના પુત્રને “ કાયદેસરના વારસદાર " માં સમાવેશ કરી શકાય નહીં . આથી , ઉપર્યુકત કિસ્સામાં કલમ -૪૯ ( ખ ) મુજબની સ્ટેમ્પ ડ્યુટી લેવાની રહે છે . -
No comments:
Post a Comment