ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક 2020
- સ્વરૂપમાં જમીન પચાવી પાડવી એ પ્રતિબંધિત રહેશે અને ગેરકાયદેસર જાહેર થશે અને જમીન પચાવી પાડવા સાથે સંકળાયેલી અથવા તેના કારણે થતી કોઈપણ પ્રવૃત્તિ આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો થશે.
- કોઈપણ વ્યક્તિએ પોતે અથવા બીજી કોઈ વ્યક્તિ મારફત જમીન પચાવી પાડવી અથવા પચાવી પડા વવી જોઈએ નહીં.
- આ અધિનિયમના આરંભની તારીખે અથવા તે પછી સરકારની, સ્થાનિક સત્તા મંડળની, ધાર્મિક અથવા સખાવતી સંસ્થાની અથવા દેણગી ની અથવા અન્ય ખાનગી વ્યક્તિની પચાવી પાડેલી જમીન ના કાયદેસર ભાડૂત તરીકે હોય તે સિવાય, તેનો ભોગવટો ચાલુ રાખે, તેવી કોઈ વ્યક્તિ આ અધિનિયમ હેઠળ ગુના માટે દોષિત ગણાશે.
- આ નિયમોનું ઉલ્લંઘન કરે તેવી કોઈપણ વ્યક્તિને દોષિત સાબિત થયેથી 10 વર્ષ કરતા ઓછી નહિ પણ 14 વર્ષની મુદ્દત સુધીની કેદની અને એવી મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષા થશે.
- આ અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને જમીન પચાવી પાડવાના ઇરાદાથી અથવા તેવી કોઈ જમીન પચાવી પાડવાના સંબંધમાં જે કોઈ પણ વ્યક્તિ -
- પચાવી પાડેલી કોઈ જમીનનું વેચાણ કરે અથવા ફાળવે અથવા તેનું વેચાણ અથવા ફાળવણી કરવા માટે આપવાની તૈયારી બતાવે અથવા જાહેરાત કરે અથવા વેચાણ અથવા ફાળવણીના હેતુ માટે તેનો કબજો ધરાવે.
- જમીન પચાવી પાડવા માટે કોઈ વ્યક્તિને ઉત્તેજન આપે અથવા ઉશ્કેરણી કરે
- પચાવી પાડેલી જમીન નો ઉપયોગ કરે અથવા વેચાણ અથવા ફાળવણી સાથે સંકળાયેલા હેતુઓ માટે ઇરાદાપૂર્વક ઉપયોગ કરાવે અથવા ઉપયોગ કરવાની પરવાનગી આપે.
- તેવી જમીન પર કોઈ માળખા અથવા મકાનના બાંધકામ માટે નો કરાર કરે
- કોઈપણ વ્યક્તિ પાસે ઉપર જણાવેલા કૃત્યો પૈકી કોઈપણ કૃત્યો કરાવડાવે અથવા કરાવે અથવા કરાવવાનો પ્રયત્ન કરે.
- તેને દોસ્તી સાબિત થયેથી 10 વર્ષ કરતા ઓછી નહીં પણ ૧૪ વર્ષની મુદ્દત સુધીની કેદની અને એવી મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષા થશે.
Gujarat Land Grabbing (Prohibition) Act 2020
NO. | INFORMATION | DOWNLOAD LINK |
---|---|---|
1. | Govt. of Gujarat Notification | Download [261 KB] [English] |
2. | Gujarat Land Grabbing(Prohibition) Bill 2020 | Download [989 KB] [Gujarati] |
3. | Gujarat Govt. Notification - Gujarati | Download [1,397 KB] [Gujarati] |
4. | જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૨૦૨૦ હેઠળ અમલમાં આવેલા નિયમો મુજબ અરજી ફી વસૂલ લેવા બાબત | Download [46 KB] [Gujarati] |
5. | Application format | Download [36 KB] [Gujarati] |
6. | Procedure for doing online application | Download [136 KB] [Gujarati] |
No comments:
Post a Comment