ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર હવે મેળવવું સહેલું થયું છે. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, March 22, 2022

ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર હવે મેળવવું સહેલું થયું છે.

khedut kharai pramanpatra

ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર હવે મેળવવું સહેલું થયું છે.. અરજી કઈ રીતે કરવી ? ક્યાં ક્યાં ડોકયુમેન્ટ્સની જરૂર પડે સંપૂર્ણ માહિતી..

  • રાજ્યના મહેસૂલી વહીવટને કોમ્પ્યુટર રાઈઝ ,સલામત ,સુરક્ષિત અને ઝડપી બનાવવા ના પગલા રૂપે હસ્તલિખિત જાન્યુઆરી 2004થી કરીને ઓનલાઇન કરવામાં આવેલ છે.
  • જમીનોના વિવિધ પ્રકારના વ્યવહારોમાં તથા વિવિધ પરવાનગી માટેની અરજી માં ખેડૂત ખરાઈ ની જરુરીયાત ઉદ્ભવે છે તથા આ ખેડૂત ખરાઈ માટે અરજદારે તેમના પૂર્વ જોઈએ ધારણ કરેલી ખેતીની જમીનના 7 / 12 નંબર 6  મેળવીને રજૂ કરવાના રહે છે.  તે અંગેનું સોગંદનામું પણ કરવાનું હોય છે. જેના આધારે ગુજરાત રાજ્યના ખાતેદાર ખેડૂત મુજે ગામે  ખેતીની જમીન ધારણ કરતા હોય તે વિસ્તારના તાલુકા મામલતદાર શ્રીએ દાખલો આપવાનો રહે છે. 
  • રાજ્યમાં ડિજીટાઇઝેશન અને ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં મહેસુલ વિભાગ અગ્રેસર રહ્યું છે ત્યારે આવી ખેડૂત ખરાઈ ને કારણે વિવિધ પદ્ધતિઓ માં થતો વિલંબ ઘટાડવા તથા થતી હાલાકી નિવારવા ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાની બાબત સરકારશ્રી ની વિચારણા હેઠળ હતી.
  •  પુખ્ત વિચારણાને અંતે હાલ ખેતીની જમીન ધારણ કરનારા ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટેની કાર્યપદ્ધતિ ઓનલાઇન કરવા તથા કાર્યપદ્ધતિમાં સરળતા લાવવા અંગે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રત કરવામાં આવે છે.
  • ઓનલાઈન અરજી અરજદારપક્ષ
  •  ખેડૂત ખરાઇ માટે અરજદારે www.iora .gujarat.gov.in વેબસાઈટ પરથી ના પ્રકાર “ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર”  એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  •  અરજીમાં જરૂરી તમામ વિગતો શ્રુતિ ફોન્ટ માં ડેટા સ્વરૂપે દાખલ કરવાની રહેશે.
  • IORA   સાઈટ પર ગુજરાતી શ્રુતિ ફોન્ટની વિગતો જણાવેલ છે.
  •  ખાતેદાર એ પોતાની સહીવાળી અરજી તથા saksham ઓથોરિટી રૂબરૂ કરેલ સોગંદનામું અને ખાસ કોઈ પુરાવા હોય તો તે અપલોડ કરવાના રહેશે.  તથા આવી અસલ અરજી તથા સોગંદનામું અપલોડ કરેલ પુરાવા અરજી તારીખ થી દિવસ સાતમા સંબંધિત પ્રાંત કચેરીમાં મળી જાય તે રીતે જમા કરાવવાના રહેશે.
  •  અરજી સાથે નંબર 6, 7 /12 , 8 - જેવા અન્ય કોઈ દસ્તાવેજ અપલોડ કરવા નથી.
  • નિયત નમુના મુજબ ની કોઈપણ વિગત બાકી રાખી હશે અથવા જરૂરી વિગતો સ્પષ્ટ દર્શાવેલ નહીં હોય અથવા મુદ્દો  લખેલા નહિ હોય તો અરજી દફતરે કરવામાં આવશે.
  • અરજી ચકાસણી તથા શિરસ્તેદાર ની કામગીરી
  •  શિરસ્તેદાર iora@gujarat.gov.in વેબસાઈટ પર તેઓના લોગીન માં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે પ્રાપ્ત થયેલ અરજી ની સંપૂર્ણ ચકાસણી કરવાની રહેશે.  જરૂરી બાબતો / અરજીની જરૂરી વિગતો  ચકાસી અરજીનો સ્વીકાર /  અસ્વીકાર અંગે નિયત નમૂનામાં અરજદારને Email / SMS  થી જાણ કરવાની રહેશે.
  •  અરજદાર દ્વારા અરજી સહિતના અપલોડ કરેલા દસ્તાવેજો સંબંધિત પ્રાંત કચેરીમાં મળે તે દરમિયાન ઓનલાઇન રજૂ થયેલ અરજી ઉપર ચકાસણી સહિતની પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  •  અરજીની સંપૂર્ણપણે ચકાસણી કર્યા બાદ સ્વીકારેલ અરજી અંગે નિયત નમુનાનું ચેકલિસ્ટ ભરી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવા પાત્ર છે કે કેમ તે બાબતે પોતાના સ્પષ્ટ અભિપ્રાય સહ આગળની કાર્યવાહી માટે અરજી પ્રાંત અધિકારીના લોગીન માં મોકલવાની રહેશે.
  •  અરજદાર તરફથી ઓનલાઈન અરજી પ્રાપ્ત થયા બાદ મહત્તમ બે દિવસની મર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

No comments: