સરપંચ, ઉપ-સરપંચ, પ્રમુખ, ઉપપ્રમુખ સમિતિના અધ્યક્ષ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, March 30, 2022

સરપંચ, ઉપ-સરપંચ, પ્રમુખ, ઉપપ્રમુખ સમિતિના અધ્યક્ષ

 કાર્યો  

ગ્રામ્ય કક્ષાના પ્રશ્રોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહીવટી માળખુ તાથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. આ ઉપરાંત વિવિાધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે,

- સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના, - ખાસ રોજગાર યોજના - ઇન્દિરા આવાસ યોજના

- ગ્રામીણ સ્વચ્છતા યોજના, - ગોકુળ ગ્રામ યોજના, - સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજનાગ્રામ પંચાયત  

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસૃથા છે, જે ભારતની પંચાયતી રાજ પધૃધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહિં તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવક, સરપંચ અને અન્ય ગ્રામ પંચાયતના સભ્યની બેઠક યોજવામાં આવે  છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહિંાથી કરવામાં આવતા હોય છે

માળખુ

સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણવામાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંાથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ તાથા સભ્યો પાંચ વર્ષ માટે ચૂંટાય છે.ગ્રામ પંચાયત ૮ાથી ૧૬ સભ્યોની બનેલી હોય છે.ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી તલાટી કમ મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વિગેરે કાર્યો કરવાના હોય છે.  .

ગ્રામ સભા  

ગ્રામ સભા એટલે ગામના લોકોને આગોતરી જાણ કરીને ભરતી સભા. ગ્રામ સભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વિગેરેની હાજરી રહે છે. ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે અને દર વર્ષે બે વખત ગ્રામ સભા બોલાવવી ફરજીયાત હોય છે.જેમાં ગામનો કોઈ પણ સભ્ય કે જે પુખ્ત વયનો હોય તે ભાગ લઈ શકે છે. તે ગ્રામ સભાનો સભ્ય ગણાય છે અને તેને હાજર રહેવાનો, મત આપવાનો અને દરખાસ્ત કરવાનો અિાધકાર હોય છે.


પંચાયત અધિનિયમની જોગવાઈઓ અને પંચાયતના ઠરાવો અમલમાં લાવવા કારોબારી સત્તા સરપંચને છે.

સરપંચના બીજા કાર્યો/ફરજો

પંચાયતની બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવુ અને તેનું સંચાલન કરવુ.

પંચાયતના અધિકારી-કર્મચારીઓની કામગીરી ઉપર દેખરેખ નિયંત્રણ

કોઈ પણ એક પ્રસંગે 500 રૂપિયા સુધીનું આકસ્મિક ખર્ચ કરવાની સત્તા (2015નો સુધારો).

પંચાયત ફંડમાંથી નાણા ઉપાડવા અને તેના વહીવટની જવાબદારી નિભાવવી.

પંચાયત ફંડની કસ્ટડીની જવાબદારી નિભાવવી.

પત્રકો-રીપોર્ટો તૈયાર કરાવવા.

પંચાયત અધિનિયમ-નિયમોથી સોંપવામાં આવે તેવી બીજી સત્તા વાપરવી અને કાર્યો બજાવવા.

ઉપસરપંચના કાર્યો/ફરજો

સરપંચની ગેરહાજરીમાં પંચાયતોની બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવુ અને તેનું સંચાલન કરવુ.

સરપંચની 15 દિવસથી વધુ ગેરહાજરીમાં સરપંચની સત્તા વાપરવી અને ફરજો બજાવવી.

સરપંચ-ઉપસરપંચની ગેરહાજરીમાં બેઠક નક્કી કરે તેવા સભ્યો તે બેઠકનું અધ્યક્ષ સ્થાન લેવુ.

પંચાયત ફંડમાંથી નાણાં ઉપાડવા માટે ચેકમાં સરપંચ અને મંત્રીની સંયુક્ત સહીથી જ નાણાં ઉપાડી શકાશે. (2018નો સુધારો)

પંચાયતોને પોતાની વચ્ચે તાબેદારી અને તેમના સત્તા કાર્યો અને ફરજો

બેઠકોનું ગ્રામસભાની આયોજન : 

કેટલાક ગામે અગિયારસ અને પૂનમ જેવા દિવસોમાં પાંખી રાખતા હોય છે . કામકાજ બંધ હોય છે . તો તે દિવસે ગ્રામસભા બોલાવવાનું આયોજન કરવું જોઇએ ગામના લોકોને ગ્રામસભાની મીટીંગની જાણ સાત દિવસ પહેલા ઢોલ પીટાવી કરવી જોઈએ અને ખાસ ગ્રામસભાની જાણ ત્રણ દિવસ પહેલા ગ્રામજનોને કરવી જોઈએ . બાળકો , પાણી , વીજળી , આરોગ્યની શાળા , બાબતો મહિલાઓને વધારે અસર કરતી હોવાથી મહિલાઓએ પણ ખાસ હાજરી આપવી જોઇએ એક થી વધુ ગ્રામપંચાયત એટલે જુથ પંચાયત , જુથ પંચાયત હોય તેવા ગામોમાં આદિવાસી વિસ્તારની જેમ ફળીયે - ફળીયે ગ્રામસભા બોલાવવી જોઈએ તેવા આગ્રહ વિસ્તારના પંચાયત સભ્યોએ રાખવો જોઇએ . 

નોંધ : - ગુજરાત પંચાયત અધિનિયમ -૧૯૯૩ ની કલમ -૯૩ હેઠળની જોગવાઈઓ અનુસાર દર વર્ષે ગ્રામસભાની ઓછામાં ઓછી બે બેઠકો ભરવી જોઇશે પરંતુ ગુજરાત રાજય વિકાસ કમિશ્નરશ્રીની કચેરી ના તા . ૦૧ / ૧૦ / ૨૦૧૦ ના પરિપત્ર ક્ર : વિક / પંચાયત / પુ.ર. / વશી / ૧૧૫૩ / ૦૧ થી દરેક ગામે દર વર્ષે ઓછામાં ઓછી ચાર ગ્રામસભા યોજવા સંબધે વહીવટી સુચના આપવામાં આવેલ છે .

ગ્રામસભા એટલે શું ? 

ગ્રામસભા એટલે ગામના લોકોની સભા . ગ્રામસભા એ ભારતના વૈદિકકાળથી ચાલી આવતી પ્રાચીન વ્યવસ્થા છે . ભારત એક એવો દેશ છે જેનો મોટાભાગનો હિસ્સો ગામડામાં વહેંચાયેલો છે અને ગામડાના લોકો પણ પોતાના ગામના નાના - મોટા પ્રશ્નોને લઈ અને સભાનું આયોજન કરતા પહેલાના સમયમાં આવી સભાને ગ્રામીણસભા તરીકે ઓળખતા હતા. આજની ગ્રામસભાની જોગવાઇ દરેક ગામ માટે કરેલ છે. ગ્રામસભાને ગામની લધુસંસદ કહેવામાં આવે છે. આજના સમયમાં ગ્રામસભા કાયદાનુસાર , નિયમોનુસાર મળે છે અને જવાબદારી , ફરજોની અધિકારોની જોગવાઇ કરેલી છે. જે અનુસાર કામગીરી કરવાની છે ૭૩ ના બંધારણીય સુધારામાં પંચાયતોને ‘ ‘ સરકાર ” નો દરજજો મળેલો છે , જેમકે ( ૧ ) કેન્દ્ર સરકાર ( ર ) રાજય સરકાર અને ( ૩ ) પંચાયત સરકાર આમ ત્રણ પ્રકારની સરકાર હાલમાં અસ્તિત્વ ધરાવે છે . જેમાં પંચાયત સરકારમાં ગ્રામસભાનો રોલ ખુબજ મહત્વનો અને જવાબદારી ભર્યો છે . ગ્રામસભા એ સ્વયંભુ છે એને કોઇ ચૂંટતુ હોતુ નથી. ગ્રામસભાએ શાસન વ્યવસ્થાનું એક એવું અજોડ માધ્યમ છે જેમાં લોકોની સીધી ભાગીદારીવાળી લોકશાહી ચાલે છે. દેશમાં અન્યત્ર પ્રતિનિધિઓ મારફતે શાસન ચલાવવામાં આવે છે. જેમ કે ગ્રામપંચાયત , તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત , વિઘાનસભા અને લોકસભાના પ્રતિનિધિઓને ચુંટે છે. ગુજરાત પંચાયત ધારાની કલમ મુજબ ગ્રામ સભા પંચાયતીરાજ સંગઠનનો અગત્યનો ભાગ છે. તે ગામના સઘળા મતદારો ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના , મતદાર યાદીમાં નોંધાયેલા સ્ત્રી - પુરૂષોની બને છે . ગ્રામસભાના લોકો તેમના ચુંટી કાઢેલા પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરી શકે છે. તેથી ગ્રામસભાને ભારતની પાયાની વ્યવસ્થા અને સ્વશાસનનું શકિતશાળી માધ્યમ ગણવામાં આવે છે. ગ્રામસભા ગ્રામવિકાસ માટે ખુબજ મહત્વની જવાબદારીઓ નિભાવવાની હોય છે. ગ્રામસભામાં ગામની વસ્તીના ૧૦ % અથવા ઓછામાં ઓછા ૫૦ લોકોની હાજરીથી કોરમ પુરું થાય છે. તોજ ગ્રામસભા કાયદેસરની ગણી શકાય

ગ્રામસભાની વિશેષતાઓ : 

ગ્રામસભામાં ગ્રામજનોની હાજરી ગ્રામસભા ભરવા માટે તારીખ નકકી થયા બાદ ગામમાં તેની જાહેરાત કરવામાં આવે છે. ગામના તમામ મતદારોને જાણ થાય તેના માટે ગ્રામપંચાયત ગામમાં દાંડી પીટીને એજન્ડા જાહેર સ્થળો પર ચોંટાડી જાહેરાત કરવા અને ગામના મતદારો મોટી સંખ્યામાં હાજર રહે તેવા પ્રયત્ન કરવામાં આવે છે. ગ્રામસભાનો સમય ગામના મતદારોને અનુકુળ રહે તેવો રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ સવારના સમયે લોકો પોતાના ખેતરમાં ગયા હોય ઘરની કામગીરી કરી બપોરે ઘરે હાજર રહેતા હોય તો તેવા લોકોની અનુકૂળતા, મજુરી કામ કરતા લોકો અને ખાસ મહિલાઓ આ ગ્રામસભામાં હાજર રહી શકે તેવો સમય રાખવો જોઈએ. મહારાષ્ટ્રમાં ખાસ મહિલા ભાગીદારી માટે મહિલા ગ્રામસભા કરવાનો નિયમ છે. જેથી ગ્રામજનોનું કામ પણ ન અટકે અને વધુમાં વધુ લોકો ગ્રામસભામાં હાજર રહે . લોકોને ગ્રામસભાનું મહત્વ સમજાય તે માટે પંચાયત અધિનિયમની જોગવાઇઓની અને ગ્રામસભાને મળેલ સતાની જાણકારી આપવી જોઇએ જેથી ગ્રામસભાને પોતાની હાજરીનું મહત્વ સમજાય અને વધારે લોકો હાજર રહે .

વહીવટી પારદર્શિતા  ઃઃ

 ગ્રામસભા જયારે ભરાય ત્યારે આગળની થઇ ગયેલ ગ્રામસભાની કાર્યવાહીનું વાંચન કરવું જોઈએ તેમજ આગળની ગ્રામસભામાં થયેલા ઠરાવોના અમલની જાણકારી લોકોને આપવી જોઈએ. ગ્રામસભામાં ગ્રામપંચાયતે બેઠકોની એટલે કે ગ્રામપંચાયતને તેની સામાન્ય સભામાં કરેલા ઠરાવો નિર્ણયોની બહાલી મેળવી ગ્રામસભાના સભ્યોની સંમતિ લેવામાં આવે છે . જેનાથી મતદારોને ગ્રામસભાને પંચાયત કેવા નિર્ણયો કરે છે તેની જાણકારી મળે .

યોજનાની જાણકારી યોજના બે પ્રકારે હોય છે 

( ૧ ) વ્યકિતલક્ષી ( ર ) સમૂહલક્ષી. આ ગ્રામસભામાં સરકારશ્રી દ્વારા અમલમાં હોય તેવી તેમજ નવી યોજનાઓની તથા વિકાસલક્ષી યોજનાઓની વિસ્તૃત્ત જાણકારી ગ્રામસભાને આપવાની હોય છે . જેવી કે સરદાર આવાસ , ઇન્દીરા આવાસ , ડો . આંબેડકર આવાસ યોજના, પંચવટી યોજના, તીર્થગામ યોજના , સમરસ ગામ યોજના, નાણાપંચ શ્રમયોગી જેવી તમામ યોજનાઓની જાણકારી મુદ્દાસર ચર્ચા કરવાની અને યોજનાઓને લઇને ગ્રામસભાના કોઇ સભ્યને પ્રશ્ન હોય તો તેની ચર્ચા કરવાની છે .

પંચાયતની આવક : 

ગ્રામપંચાયતને કયા વિભાગમાંથી કેટલી આવક ગ્રાન્ટ , સહાય , માંગણા, લોન, દાન થી થઇ શકે છે અથવા સરકારશ્રીની યોજના દ્વારા ગ્રામ પંચાયત દ્વારા કેવા કામો ગામમાં કરવાની જરૂરીયાત છે ? હાથ ધરવાના કામોની સમીક્ષા ગ્રામસભાએ કરવાની છે . કેવા કામો કરવા એ ગ્રામસભાને નકકી કરવાના છે અને થયેલા કામોની વિગતો જેમકે કરેલ કામોની વિગતો ગ્રામસભામાં ગ્રામપંચાયતે જણાવવાની છે. જુદી - જુદી યોજનામાં ભલામણ કરવાના કામો ગ્રામસભા નકકી કરવાના છે. તે કામો તેમજ બોરીબંધ, ચેકડેમ વિગેરે કામોની સ્થળ પસંદગી ગ્રામસભામાં કરવામાં આવે છે .

કામોની સમીક્ષા - 

ગ્રામસભામાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાએથી મંજુર થયેલ કામોની જાણકારી આપવામાં આવે છે અને જો આવા કામો શરૂ થયા છે તો આ કામ કેવુ થાય છે તેની ગુણવત્તા તેની પણ ચર્ચા - સમીક્ષા કરવાની છે જેવો સરકારશ્રીનો આગ્રહ છે. ગામમાં આવા ચાલતા કામો ઉપર ગ્રામસભાએ દેખરેખ રાખવાની છે અને આવુ કામ સારું ટકાઉં, વ્યવસ્થિત, ગુણવતા સભર બને તેના માટે દેખરેખ રાખવી ખુબજ જરૂરી છે. અને આવા કામ ગેરરીતી જણાય તો સરપંચ / સભ્ય / તલાટી / તાલુકા વિકાસ અધિકારી / જીલ્લા વિકાસ અધિકારીનું ધ્યાન દોરવું જોઇએ .

ગ્રામ પંચાયતને, તા.પં. અને જિ.પં.ના અધિકારને આધિન રહીને, જે તે વિસ્તાર માટે અધિકાર

તાલુકા પંચાયતને, જિ.પં.ના અધિકારને આધિન રહીને, જે તે વિસ્તાર માટે અધિકાર

જિલ્લા પંચાયતને, જે તે વિસ્તાર માટે અધિકાર

શહેર, મ્યુ.બરો, કેન્ટોટમેન્ટ સિવાય

રાજ્ય સરકાર અને યોગ્ય સત્તાધિકારી (વિકાસ કમિશ્નર)નાં નિયંત્રણને આધિન

ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તાબા નીચે રહેશે.

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તાબામાં રહેશે.

આ અધિનિયમ અથવા બીજો કોઈ કાયદાની રૂએ ઠરાવવામાં આવેલ સત્તા વાપરવી, કાર્યો ફરજો બજાવવા અને તેમને એવી જવાબદારી અને અધિકાર રહેશે. 

પંચાયત સંગઠન અને રાજ્ય સરકારે પંચાયત ઉપર નિયંત્રણ રાખવા બાબત

ગુજરાત રાજ્યનું પંચાયત સંગઠન, ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને ગ્રામ સભાઓનું રહેશે.

રાજ્ય સરકાર પ્રત્યક્ષ રીતે અથવા એ હેતુસર પોતે સામાન્ય અથવા ખાસ હુકમ દ્વારા નીમેલ અધિકારી અથવા અધિકારીઓ મારફત પંચાયત ઉપર પોતાનું નિયંત્રણ રાખશે.

પંચાયત ફંડ વિભાગો- (ત્રણ)

1. પંચાયત ફંડ (મહેસુલ વિભાગ)

સામાન્ય રીતે પંચાયત અધિનિયમમાં કરેલ જોગવાઈ પ્રમાણે પંચાયતોને નાણાકીય સાધનો ઊભા કરવાની સત્તા છે તે આધારે પંચાયતોને જે નાણાં મળે છે તે પંચાયત ફંડનો ભાગ બને છે. પંચાયતોએ તેમાંથી પોતાના કાર્ય અદા કરવા, તેનો ઉપયોગ કરે છે. તેનો સમાવેશ આ વિભાગમાં થશે.

બે પેટા વિભાગ છે

1. મહેસુલી આવક: આ પેટા વિભાગમાં પંચાયતના કરવેરા અને ફીની આવક, વૈધાનિક અનુદાનની આવક, વૈધાનિક નિધીમાંથી મળતા અનુદાનોની આવક, પંયાયતની પ્રવૃત્તિની આવક, વ્યાજની આવક વગેરેનો સમાવેશ થશે.


2. મહેસુલી ખર્ચ: પંચાયતના ફંડમાંથી પંચાયતના સામાન્ય વહીવટ અને મહેકમ ખર્ચ માટે જરૂરી ખર્ચની જોગવાઈ પ્રથમ કરવાની રહેશે. પંચાયતોએ લીધેલા લોનનાં હપ્તા અને વ્યાજની ચૂકવણી પણ આ વિભાગમાં આવશે. પંચાયતોએ પોતાના વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી કાર્યો અંગે જુદા જુદા સદરે યોગ્ય રકમ ફાળવવી.


2. રાજ્ય સરકારની યોજના માટે યોજનાકીય ગ્રાન્ટ તથા કામગીરી સહાય અનુદાન યોજના

એજન્સી ધોરણે તબદીલ થયેલ પ્રવૃત્તિઓ માટે મળવાપાત્ર અનુદાન પણ આ વિભાગમાં આવશે.

દેવા વિભાગ

1. લોન

2. અનામત

3. પેશગીઓ અને

4. ઉપલક ખાતાઓને લગતા વ્યવહારોનો સમાવેશ


હોદ્દા ઉપરથી દૂર કરવા (કલમ-57-71-85)


પંચાયતનો કોઈ સભ્ય, સરપંચ, ઉપ-સરપંચ, પ્રમુખ, ઉપપ્રમુખ

પોતાની ફરજો બજાવવામાં ગેરવર્તણુક માટે અથવા શરમજનક વર્તણુક માટે દોષિત થયો હોય

પોતાની સત્તાનો દુર ઉપયોગ કરે

પોતાની ફરજો અને કાર્યો બજાવતી વખતે વારંવાર ભૂલો કરે

પોતાની ફરજો બજાવવામાં અસમર્થ થયો હોય

ગ્રામ-તાલુકા પંચાયત માટે જિલ્લા વિકાસ અધિકારીને સત્તા

જિલ્લા પંચાયત માટે વિકાસ કમિશ્નરને સત્તા

હોદ્દા ઉપરથી મોકૂફ રાખવા (કલમ-59-73-87)

સરપંચ, ઉપ-સરપંચ, પ્રમુખ, ઉપપ્રમુખ સમિતિના અધ્યક્ષ

નૈતિક અધ:પતનવાળા કોઈ ગુનાના સંબંધમાં કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હોય

જેને કોઈ ગુના માટે જેલમાં અટકમાં રાખવામાં આવ્યો હોય

કલમ-30 હેઠળ પંચાયતના સભ્ય તરીકે ચાલુ રહેવા માટે ગેરલાયક ન ઠરાવે તેવી કેદની શિક્ષા ભોગવતો હોય

નિવારક અટકાયતને લગતા કોઈ કાયદા હેઠળ અટકમાં રાખવામાં આવ્યો હોય

ગ્રામ-તાલુકા પંચાયત માટે જિલ્લા વિકાસ અધિકારીને સત્તા

જિલ્લા પંચાયત માટે વિકાસ કમિશ્નરને સત્તા



No comments: