દસ્તાવેજની નોંધણી માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મુજબ ન પહોંચનારાને રિફંડ મળવામાં ધાંધિયા - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Friday, March 25, 2022

દસ્તાવેજની નોંધણી માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મુજબ ન પહોંચનારાને રિફંડ મળવામાં ધાંધિયા

 સરકારી પરિપત્રથી કાયદાકીય જોગવાઈને મહેસૂલ વિભાગ બદલી જ ન શકે


(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 20 માર્ચ, 2020 શુક્રવાર 

- ઓનલાઈન એપોઈન્ટમેન્ટ ન લેનારને દસ્તાવેજ નોંધવાની ના પાડી શકે જ નહિ 

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે દસ્તાવેજની નોંધણી માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ અને સમય લેવાની ગોઠવણ કરી તે પછી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને સંજોગવશાત સમયસર ન પહોંચી શકનારા અને સબરજિસ્ટ્રાર કચેરીને તેની જાણ ન કરી શકનારાઓને તેમના નાણાંનું રિફંડ મેળવતા બેથી ત્રણ મહિના કે તેનાથીય વધુ સમય લાગી જાય છે. સબરજિસ્ટ્રારની કચેરીને જાણ કરવામાં આવે તો જ તેમના રજિસ્ટ્રેશનના કે પછી સ્ટેમ્પ ડયૂટીના નાણાં બીજા દિવસે કેરીફોરવર્ડ કરવામાં આવે છે. અન્યથા તેનું રિફંડ લેવાની પ્રોસેસ કરવી પડે છે. પરિણામે દસ્તાવેજના રજિસ્ટ્રેશન માટે તેમણે નવેસરથી પૈસા ભેગા કરવા પડી રહ્યા છે અને પૈસા ભેગા ન કરી શકે તો તેને પરિણામે તેમના દસ્તાવેજો કરવાના કામ ટલ્લે ચઢી રહ્યા છે. આ સંજોગોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ ન લીધી હોય તો તેવા સંજોગોમાં દસ્તાવેજ નોંધી આપવાની સબરજિસ્ટ્રાર કચેરી ના પાડી શકે જ નહિ. 

ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેનાર અને ન લેનારા વચ્ચે ભેદભાવ ઊભો કરતો મહેસૂલ ખાતાનો પરિપત્ર બંધારણના આર્ટિકલ ૧૪ની સમાનતાની ભાવનાથી વિપરીત

અમદાવાદ-મેમનગર ઓફિસમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ન લીધી હોય તેવા દસ્તાવેજોની નોંધણી જ કરવામાં આવતી નથી. પરિણામે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ન લઈ શકનારાઓને તેમના દસ્તાવેજોની નોંધણી ક્યાં કરાવવી તેની સમજણ પડતી નથી. કાયદાકીય જોગવાઈને પરિપત્ર કરીને બદલવાની મહેસૂલ વિભાગની નીતિ કાયદેસર યોગ્ય નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ ગોઠવણ કાયદા વિરુદ્ધની છે. રજિસ્ટ્રેશન એક્ટની કલમ ૧૯,૨૦,૨૧, ૨૨-એ તથા નિયમ ૪૫ (૧) (ક)ને બાદ કરતાં કોઈપણ સંજોગોમાં દસ્તાવેજની નોંધણી કરવાની સબરજિસ્ટ્રારની કચેરી ના પાડી શકે નહિ. પરિણામે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેનારાને જ દસ્તાવેજની નોંધણી કરી આપવાની વાત કાયદાકીય દ્રષ્ટિએ ટકી શકે તેવી નથી.


કાયદાના જાણકારોનું કહેવું છ ેકે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેનારાને દસ્તાવેજ નોંધી આપે અને ઓનલાઈન એપોઈન્ટમેન્ટ ન લેનારાઓને દસ્તાવેજ નોંધી ન આપે તો તે ભારતના બધારણના આર્ટિકલ ૧૪ની જોગવાઈ હેઠળ દરેકને મળતા સમાનતાના અધિકારના ભંગ સમાન છે. આમ ગુજરાત સરકારનો પરિપત્ર બે વચ્ચે ભેદભાવ કરતો અને બંધારણના આર્ટિકલ ૧૪નો ભંગ કરે તેવો છે. ૧૨મી ફેબુ્રઆરી ૨૦૨૦ના આ પરિપત્ર કરવામાં આવ્યો છે. બીજી માર્ચ ૨૦૨૦થી તેનો અમલ ફરજિયાત કરવામાં આવ્યો છે.

કોર્ટના ચૂકાદા ઓનલાઈન એપોઈન્ટમેન્ટને માન્ય રાખતા નથી

પરિપત્રથી કાયદાને બદલી શકાતો નથી તેવું સુપ્રીમ કોર્ટે રાજેન્દ્ર સિંહ વિ.સ્ટેટ ઑપ પંજાબના કેસમાં ચૂકાદો આપતા સ્વીકાર્યું છે. સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં જણાવ્યું છે કે કાયદાની સત્તાથી તૈયાર કરવામાં આવેલા કાનૂની નિયમો કે પછી પરિપત્ર કે નોટિફિકેશન-અધ્યાદેશથી બદલી શકાય નહિ. તેમ કરવામાં આવે તો તેને આર્ટિકલ ૩૦૯ હેઠળ કરવામાં આવેલી જોગવાઈને અવગણીને નિયમને બદલવાની કવાયત ગણાશે. કારોબારીની સૂચનાઓ કાયદાકીય જોગવાઈોની ઉપરવટ જઈ શકે જ નહિ. તેનાથી કાયદાકીય જોગવાઈની અસરને ખતમ કરી શકાય નહિ. ગુજરાત હાઈકોર્ટની લાર્જર બેન્ચે પણ આ પ્રકારન ાચૂકાદા આપેલા છે. 

ગુજરાત સરકારે ૧૨મી ફેબુ્રઆરી ૨૦૨૦ના દિવસે પરિપત્ર કરીને બીજી માર્ચથી દસ્તાવેજની નોંધણી કરાવવા માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવાનું ફરજિયાત બનાવી દીધું છે. ગુજરાતની અમદાવાદ-મેમનગર, દહેગામ-ગાંધીનગર, વડોદરા-૨-દંતેશ્વર, નડિઆદ-ખેડા, સુરત-૬ કુંભારિયા, નવસારી, રાજકોટ-૮ - ગ્રામ્ય, જૂનાગઢ-૧-ટિંબાવાડી, સહિતની નોંધણી કચેરીમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને જ દસ્તાવેજની નોંધણી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ માટે દસ્તાવેજની નોંધણી કરાવનારાઓએ સ્ટેમ્પ ડયૂટી કે પછી રજિસ્ટ્રેશન ફી ભરપાઈ કરીને કે પછી માત્ર રજિસ્ટ્રેશન ફી ભરપાઈ કરીને ઓનલાઈન ટોકન મેળવી લેવાના રહે છે. ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવવા માટે દસ્તાવેજની રકમનો સ્ટેમ્પ મેળવીને તે પેપર ઓનલાઈન અપલોડ કરીને એપોઈન્ટમેન્ટનું ટોકન મેળવવું પડે છે. દસ્તાવેજની વિગતો એટલે કે વેચાણ આપનાર અને વેચાણ લેનાર સહિતની વિગતો ભરીને પણ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી શકાય છે. 

ઓનલાઈન એપોઇન્ટ લેનારને ફાળવાતો દસ મિનિટનો સમય ઓછો

દસ્તાવેજની નોંધણી માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેનારાઓને દસ જ મિનિટનો સમય ફાળવવામાં આવે છે. આ સમય મેળવનારાઓને ચાર-પાંચ દિવસ પછીનો સમય આપવામાં આવે છે. તેમને અપાતા દસ મિનિટના સમયમાં વેચાણ આપનાર અને વેચાણ લેનારનના તથા બે સાક્ષીઓના ફોટા પાડવાની, સરનામા લખવાની, પાનકાર્ડ અને આધારકાર્ડ લેવાની તથા ઇન્ડેક્સ-૨ની નકલ તૈયાર કરવાની કામગીરી કરવી પડે છે. આ કામગીરી દસ મિનિટમાં પૂરી થઈ શકતી નથી. આમ સમય ઓછો પડે છે. ઓનલાઈન દસ્તાવેજની નોંધણી કરવાની નવતર પ્રથાને પરિણામે રોજના માંડ ૩૦થી ૩૩ દસ્તાવેજોની જ નોંધણી થાય છે. ઓનલાઈન નોંધણી સિવાયની સિસ્ટમમાં રોજના ૭૦થી ૮૦ દસ્તાવેજો એક કચેરીમાં નોંધાય છે. કેટલીક કચેરીઓમાં આ દસ્તાવેજોની સંખ્યા ૧૦૦થી પણ વધી જતી હોવાનું જોવા મળે છે. ટોકન વિનાની સિસ્ટમમાં ગાંધીનગર સબરજિસ્ટ્રારની કચેરીમાં રોજના ૧૫૦થી વધુ દસ્તાવેજો નોંધાય છે.

 

કેવા સંજોગોમાં દસ્તાવેજ નોંધવાની ના પાડી શકે


-રજિસ્ટ્રેશન એક્ટની કલમ ૧૯માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સબરજિસ્ટ્રારને સમજાતી ન હોય તેવી ભાષામાં દસ્તાવેજ કર્યો હોય તો તેનું રજિસ્ટ્રેશન કરવાની તે ના પાડી શકે છે. આ જ દસ્તાવેજની અનુવાદિત નકલ એટલે કે રજિસ્ટ્રારને સમજાતી ભાષાની નકલ રજૂ કરે તો રજિસ્ટ્રેશન કરી આપવું પડે છે.


-કલમ ૨૦માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ દસ્તાવેજના લખાણની બે લીટી વચ્ચે જગ્યા હોય, છેકછાક કરી હોયકે ફેરફાર કર્યો હોય તો તેવા દસ્તાવેજની નોંધણી કરવાની સબરજિસ્ટ્રારની કચેરી ના પાડી શકે છે.


- કલમ ૨૧ મુજબ સ્થાવર મિલકતની વિગતો બરાબર ન દર્શાવી હોય તેવા સંજોગોમાં દસ્તાવેજની નોંધણી કરી આપવાની સબરજિસ્ટ્રાર કચેરી ના પાડી શકે છે.


કલમ ૨૨-એમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ રાજ્ય સરકાર દ્વારા સરકારી ગેઝેટ મારફતે નક્કી કરેલી નીતિથી વિપરિત દસ્તાવેજ કરાયો હોય તો તેવા સંજોગોમાં તેનું રજિસ્ટ્રેશન કરવાની ના પાડી શકે છે.


રજિસ્ટ્રેશનના નિયમ નંબર ૪૫(૧) (ક)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પૂરતો સ્ટેમ્પ વાપરેલો ન હોય તો દસ્તાવેજની નોંધણી કરવાની સબરજિસ્ટ્રાર કચેરી ના પાડી શકે છે. 


- અરજન્ટ વિલ બનાવનારનું વસિયત રજિસ્ટર ન થાય તો અર્થહીન બની જાય 


મરણપથારીએ પડેલી વ્યક્તિ વિલ એટલે કે વસિયતનામું બનાવવા માગતી હોય પરંતુ ઓનલાઈન સિસ્ટમને કારણે તેને તરત ટાઈમ ન મળતા તેનું વસિયત રજિસ્ટર ન થાય તો તેવા સંજોગોમાં તેના વસિયત નામાનો અર્થ રહેતો જ નથી. તેને એપોઈન્ટમેન્ટ ન મળે અને તેનું અવસાન થઈ જાય તો તેના વિલની કાયદેસરતા રહતી જ નથીે. 

No comments: