રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવાની મંજૂરી આપવા બાબત - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Thursday, September 8, 2022

રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવાની મંજૂરી આપવા બાબત

 રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવાની મંજૂરી આપવા બાબત 

- : સુધારા ઠરાવ : -

મહેસૂલ વિભાગ દ્વારા રહેણાંક હેતુ માટે નવી શરતે ફાળવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવા અંગે , સંદર્ભ ( ૧ ) | ( ૩ ) માં દર્શાવેલ ઠરાવમાં પ્રિમિયમ વસુલ લેવાની જોગવાઇ કરેલ છે બજાર કિંમતે નવી શરતે રહેણાંક હેતુ માટે ફાળવેલ જમીન વેચાણ તથા જુની શરતમા ફેરવવાના કિસ્સામાં પ્રિમિયમના નવા દર નક્કી કરવાની બાબત અંગે સંદર્ભ ( ૪ ) માં દર્શાવેલ ઠરાવમાં જોગવાઇઓ કરેલ છે. પુખ્ત વિચારણાને અંતે તા.૨૯/૦૯/૧૭ ના ઠરાવમાં અંશત : સુધારી કરીને નીચે મુજબ જોગવાઇ કરવામાં આવે છે . 

૧. રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીનના પૂર્વ મંજૂરીથી વેચાણ તેમજ જુની શરતના કોઇપણ કિસ્સામાં જમીન ફાળવણીના હુકમની તારીખ અર્થાત સનદની તારીખ ધ્યાને લઇ સમયગાળો ગણતરીમાં લેવાનો રહેશે . વધુમાં , સદર ઠરાવ કો - ઓપરેટીવ સોસાયટી ( સહકારી મંડળીઓ ) ને રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીનનાં પૂર્વ મંજૂરીથી વેચાણ તેમજ જુની શરતમાં ફેરવવાના કામે લાગુ પડશે . 

ર . રહેણાંક હેતુ માટે ાજાર કિંમતે નવી શરતની જમીન જ્યારે એક વ્યક્તિ ( એ ) ને ફાળવવામાં આવે , ત્યારબાદ કેટલાંક વર્ષો બાદ તે વ્યક્તિ ( એ ) અન્ય વ્યક્તિ ( બી ) ને તે જમીનનું પૂર્વ મંજૂરીથી વેચાણ કરે તેવા કિસ્સામાં જમીન જુની શરતમાં ફેરવવા અંગે વ્યક્તિ ( એ ) ને જમીન ફાળવણીના હુકમની તારીખ અર્થાત સનદની તારીખ ધ્યાને લઇ , તા .૨૯ / ૦૯ / ૧૭ ના ઠરાવનો લાભ આપવાનો રહેશે .

૩. રહેણાંક હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીન જુની શરતમાં ફેરવવાના કિસ્સામાં જમીન ફાળવણી તારીખથી ૨૫ વર્ષની અંદર બાંધકામ સંલગ્ન શરતભંગ થયેલ હોય અને તે અંગેની દંડની રકમ વસુલ કરી લીધેલ હોય તો તેવા કિસ્સામાં પણ સનદની તારીખથી સમયગાળો ધ્યાને લઇ, તા.૨૯/૯/૧૭ ના ઠરાવનો લાભ આપવાનો રહેશે.

૨૫ વર્ષ બાદ નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવા અંગેની સત્તા સંબંધિત પ્રાંત અધિકારીશ્રીની રહેશે


૪. ૨૫ વર્ષ બાદ નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવા અંગેની સત્તા સંબંધિત પ્રાંત અધિકારીશ્રીની રહેશે. 

 ૫ . રહેણાંકના હેતુ માટે બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીન જુની શરત કરવાના કિસ્સામાં, પૂર્વ મંજૂરી સિવાય થયેલ વેચાણના કિસ્સામાં શરતભંગ થયેલ હોય અને તે નિયમિત થઇ ગયેલ હોય તો, તેવા કિસ્સામાં પણ સનદની તારીખથી સમયગાળો ધ્યાને લઇ, તા.૨૯/૯/૧૭ ના ઠરાવનો લાભ આપવો.

 ૬. રહેણાંકના હેતુ માટે કો - ઓપરેટીવ સોસાયટીને બજાર કિંમતે નવી શરતે ફાળવેલ જમીનમાં, સોસાયટીના સભ્ય તરીકે મંજુર થયેલ પ્લોટ વ્યક્તિગત જુની શરતમાં ફેરવવાના કિસ્સામાં પણ તા.૨૯/૯/૧૭ નો ઠરાવ લાગુ પાડીએ સંદર્ભ દર્શિત મૂળ ઠરાવોની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે .

ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ ક્માંક : જમન/૩૯૧૭૮૧૪૬૪/એ ‘સચિવાલય, ગાંધીનગર તા ૦૧/૧૧/૧૮

No comments: