શુધ્ધબુધ્ધિ - પૂર્વકના વેચાણના કિસ્સામાં ખેતીથી ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જમીન જુની શરતમાં ફેરવવા પ્રીમિયમ વસુલ લઇ શરતફેરની મંજુરી આપવા બાબત.
ગણોતધારા સહિતની નવી અને અવિભાજ્ય શરતની જમીનોને વંચાણે લીધા-(૩) ના પરિપત્રથી શુધ્ધબુધ્ધિ - પૂર્વકના વેચાણના કિસ્સામાં ખેતીથી ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જમીન જુની શરતમાં ફેરવવા પ્રીમિયમ વસુલ લઇ શરતફેરની મંજુરી આપવાના પ્રકરણો સરકારશ્રીની પૂર્વમંજુરી અર્થે મોકલી આપવાના રહેતા હતા. આવા પ્રકરણોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે હેતુ માટે પ્રવર્તમાન જંત્રી મુજબના મુલ્યાંકન મુજબ કલેકટરોની સત્તામાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી
ઠરાવ :
સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબના ફેરફાર કરવાનું ઠરાવવામાં આવે છે.
( ૧ ) પ્રવર્તમાન જંત્રી મુજબના થતા મુલ્યાંકન પ્રમાણે રૂ.૫૦ લાખ ( અંકે રૂપિયા પચાસ લાખ પુરા ) સુધીના મુલ્યાંકન અંગેની સત્તા જિલ્લા કલેકટરશ્રીની રહેશે.
( ૨ ) પ્રવર્તમાન જંત્રી મુજબના થતા મુલ્યાંકન પ્રમાણે ખેતીથી ખેતી તથા ખેતીથી બિનખેતીની જંત્રી અલગ અલગ ગણવાની રહેશે. જે મુજબ જો બન્નેમાંથી એકની જંત્રી રૂ.૫૦ લાખ થી વધારે થતી હોય તો તેવા પ્રકરણો સરકારશ્રીને પૂર્વમંજુરી અર્થે મોકલી આપવાના રહેશે.
( ૩ ) અન્ય સુચનાઓ યથાવત રહેશે
( ૪ ) ઉક્ત જોગવાઇ આ ઠરાવ પ્રસિધ્ધ થયાની તારીખથી અમલમાં આવશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ ક્રમાંક : - ગણત/ ૩૦૧૬/૨૧૩૫/ઝ.સચિવાલય, ગાંધીનગર. તા.૨૪/૧૨/૨૦૧૯
No comments:
Post a Comment