નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા પધ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત.
પ્રસ્તાવના :-
ગણોતધારા સહિતની નવી અને અવિભાજય શરતની જમીનોને ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જુની શરતમાં ફેરવતી વખતે પ્રિમીયમ લેવાના હેતુ માટે ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક : ( ૩ ) ના ઠરાવની જોગવાઇ મુજબ જંત્રી મુજબના મુલ્યાંકન પ્રમાણે રૂ.૫/- કરોડથી વધારે મુલ્યાંકન અંગેના પ્રકરણો સરકારશ્રીની પૂર્વમંજુરી અર્થે મોકલી આપવાના રહેતા હતા. પ્રિમીયમ અંગેના કેસોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે કલેકટરોને મૂલ્યાંકનની પ્રવર્તમાન રૂ.પ/- કરોડની સત્તામાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઠ રા વઃ
સરકારશ્રી કાળજીપૂર્વકની વિચારણાને અંતે આમુખ (૩) ઉંપરના તા.૨૯/૧૨/૨૦૧૫ ના ઠરાવ અંગે નીચે મુજબનો ફેરફાર કરવાનું ઠરાવે છે.
( ૧ ) જંત્રી મુજબ થતા મુલ્યાંકન પ્રમાણે રૂ.૧૫/- ( પંદર ) કરોડ સુધીના મુલ્યાંકન અંગેની સત્તા જિલ્લા કલેકટરીને રહેશે.
( ર ) રૂ.૧૫/- ( પંદર ) કરોડથી વધારે મુલ્યાંકન થતું હોય તેવા પ્રકરણો સરકારશ્રીને પૂર્વમંજુરી અર્થે મોકલી આપવાના રહેશે.
( 3 ) અન્ય સૂચનાઓ યથાવત રહેશે.
( ૪ ) ઉક્ત જોગવાઇ આ ઠરાવ પ્રસિધ્ધ થયાની તારીખથી અમલમાં આવશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે
No comments:
Post a Comment