NA જમીનમાં નાણાં ભરપાઇ કરવાની મુદ્દત વધારવામાં આવે છે? - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Monday, September 5, 2022

NA જમીનમાં નાણાં ભરપાઇ કરવાની મુદ્દત વધારવામાં આવે છે?

 iORA અંતર્ગત જમીન મહેસૂલ સંહિતાની કલમ -૬૫ અંતર્ગત બિનખેતી પરવાનગીના હુકમના નાણાં ભરપાઇ કરવાની મુદ્દત વધારવા બાબત

ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક : બખપ / ૧૦૨૦૧૮ / ૪૨૫ / ક ( પાર્ટ - મુદ્દત ) સચિવાલય , ગાંધીનગર . તારીખઃ ૨૬-૦૮-૨૦૨૨

iORA અંતર્ગત જમીન મહેસૂલ સંહિતાની કલમ -૬૫ અંતર્ગત બિનખેતી પરવાનગીના હુકમના નાણાં ભરપાઇ કરવાની મુદ્દત વધારવા બાબત

જમીન મહેસૂલ સંહિતા , ૧૮૭૯ ની કલમ -૬૫ અંતર્ગત બીનખેતી પરવાનગીની સંદર્ભ ( ૧ ) દર્શિત ઠરાવથી અમલી કાર્યપધ્ધતિ અન્વયે સક્ષમ અધિકારીઓ દ્વારા બીનખેતી પરવાનગીની કાર્યવાહી ત્રણ મહિનાની વૈધાનિક સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહે છે ત્યારબાદ સરળીકરણના ભાગરુપે સંદર્ભ ( ૨ ) અને ( ૩ ) દર્શિત પરિપત્રથી સમગ્ર રાજ્યમાં જમીન મહેસુલ સંહિતા , ૧૮૭૯ ની કલમ ૬૫ અંતર્ગત બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવેલ છે બિનખેતી પરવાનગીના હુકમ અન્વયે ઓનલાઇન પેમેન્ટથી નાણાં ભરપાઇ કરવા બાબતે , સંદર્ભ ( ૩ ) દર્શિત પરિપત્ર ના ફકરા ૭ ( ૦ ) મુજબ “ નાણાં ભરવાની જાણ SMS / Email થી કર્યાના ૨૧ દિવસમાં નાણાં જમા ન કરાવવાના કિસ્સામાં પરવાનગી રદ્દ થયેલ ગણાશે " તેવી જોગવાઇઓ હાલ અમલી છે. 

૨. ટેકનીકલ ક્ષતિને કારણે અથવા કાબુ બહારના સંજોગોને કારણે અરજદારો ૨૧ દિવસની સમયમર્યાદામાં નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જાય તો બિનખેતી પરવાનગીનો હુકમ રદ્દ થાય છે અને તેઓને પુનઃ બિનખેતી પરવાનગી મેળવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે , જેના લીધે સમયનો વ્યય થાય છે અને હાલાકી ભોગવવી પડે છે આ બાબત સરકારશ્રીના ધ્યાને આવેલ છે .

અરજદારોને પડતી હાલાકી દૂર કરવાની બાબત સરકારશ્રીની વિચારણાધીન હતી, તદઅન્વયે સહાનુભુતિપુર્વક વિચારણાને અંતે સંદર્ભ ( ૩ ) દર્શિત પરિપત્રની પ્રવર્તમાન સુચનાઓના સ્થાને નિમ્લિખિત સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે“ ( ૭ ) ઓનલાઇન પેમેન્ટ ( d ). નાણાં ભરવાની જાણ SMS / Email થી કર્યાના પ૦ ( પચાસ ) દિવસમાં અરજદાર દ્વારા નાણાં જમા ન કરાવવાના કિસ્સામાં પરવાનગી રદ્દ થયેલ ગણાશે અને તેની જાણ અરજદારને SMS / Email થી કરવાની રહેશે . "

 ૩. આ સુચનાઓનો અમલ આ પરિપત્રની પ્રસિધ્ધિની તારીખથી કરવાનો રહેશે. મહેસૂલ વિભાગના સંદર્ભ ( ૨ ) તથા ( ૩ ) દર્શિત પરિપત્રની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે. 

૪. પ્રોજેકટ મેનેજરશ્રી- SMC દ્વારા ઉપર્યુક્ત ફકરા ( ૨ ) મુજબના ફેરફાર , 1 - ORA સોફ્ટવેરમાં NIC પાસેથી કરાવી લેવાના રહેશે . ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,

No comments: