જમીન સંપાદન પુન : સ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિનિયમ -૨૦૧૩ એવોર્ડ જાહેર કરવા બાબત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, September 7, 2022

જમીન સંપાદન પુન : સ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિનિયમ -૨૦૧૩ એવોર્ડ જાહેર કરવા બાબત

 જમીન સંપાદન પુન : સ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિનિયમ -૨૦૧૩ એવોર્ડ જાહેર કરવા બાબત.

જમીન સંપાદન પુન : સ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિનિયમ -૨૦૧૩ એવોર્ડ જાહેર કરવા બાબત


જમીન સંપાદન પુન : સ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારર્દશકતા અધિનિયમ -૨૦૧૩ ની કલમ -૨૪ થી ૩૦ માં જમીન સંપાદન અંગેના વળતર અને એવોર્ડ સંબંધી જોગવાઇઓ કરવામાં આવેલ છે . સંદર્ભ – ( ૧ ) આગળ દર્શાવેલ તા .૨૯ / ૭ / ૨૦૧૬ ના ઠરાવથી સંપાદીત જમીનનું વળતર નક્કી કરતી વખતે શહેરી વિસ્તારની જમીનની વળતરની રકમને ૧ ( એક ) ના ગુણાંક ( factor ) થી જ્યારે ગ્રામ્ય વિસ્તારની જમીનનું વળતર નક્કી કરતી વખતે ૨ ( બે ) ના ગુણાંક ( factor ) થી ગુણવાની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે , જ્યારે ક્રમ- ( ૨ ) આગળ દર્શાવેલ તા .૧૦ / ૧૧૮ ૨૦૧૬ ના ઠરાવથી ગ્રામ્ય વિસ્તાર કોને ગણવો તેમજ શહેરી વિસ્તાર કોને ગણવો તે નીચેની વિગતે નિયત કરવામાં આવેલ છે ,

શહેરી વિસ્તાર : 

૧. પૂર્વ યુએલસી વિસ્તાર

 ર . મહા નગરપાલિકા વિસ્તાર 

૩. શહેરી વિકાસ સત્તા મંડળનો વિસ્તાર 

૪ વિસ્તાર વિકાસ સત્તા મંડળનો વિસ્તાર

 ૫ નગર પાલિકા વિસ્તાર ( બરો નગર પાલિકા સહિત ) 

૬ નોટીફાઇડ એરીયા 

૭ કેન્ટોનમેન્ટ એરીયા રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં લેતાં સરકારના અતિ મહત્વના પ્રોજેકટો ના કામે જમીન સંપાદન કરવા અંગેની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે , બીજી તરફ કેટલાક ખેડૂત આગેવાનો / અસરગ્રસ્તો દ્વારા એવી રજુઆત કરવામાં આવી રહી છે , કે રાજય સરકારના તા .૧૦ / ૧૧૮ ૨૦૧૬ ના ઠરાવથી શહેરી વિસ્તાર ની વ્યાખ્યા કરવામાં આવી છે . તે મુજબ કેટલાક ગામડાઓ શહેરી વિસ્તારથી ખૂબ જ દૂરના અંતરે આવેલા હોવા છતાં તેનો શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારમાં તથા વિસ્તાર વિકાસ સત્તા મંડળ વિસ્તારમાં સમાવેશ થઇ જતો હોવાથી તેઓને ૨ ( બે ) ના ફેકટરનો લાભ મળતો નથી , જયારે તેમની જમીનની નજીક આવેલ શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ થતો નથી તેવી સમાન પ્રકારની જમીનોના ખેડૂત ખાતેદારોને ર ( બે ) ફેકટરનો લાભો મળે છે , જે ધ્યાને લઈને ખેડૂતોને મળવાપાત્ર વળતરની રકમ બાબતે અન્યાય ન થાય તે હેતુ થી શહેરી વિસ્તાર કોને ગણવો તે નીચેની વિગતે ફેરફાર કરવામાં આવેલ છે ,

શહેરી વિસ્તાર : 

૧. પૂર્વ યુએલસી વિસ્તાર 

ર . મહા નગરપાલિકા વિસ્તાર 

૩. નગર પાલિકા વિસ્તાર ( બરો નગર પાલિકા સહિત ) 

૪. નોટીફાઇડ એરીયા 

૫. કેન્ટોનમેન્ટ એીયા આ સુધારા ઠરાવ બહાર પાડ્યાની તારીખ બાદ મંજૂર કરવામાં આવનાર એવોર્ડને જ ઉપર મુજબની જોગવાઇઓ લાગુ પડશે , આ ઠરાવ મહેસૂલ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તા .૧૩ / ૦૮ / ૨૦૧૮ ની નોંધથી મળેલ સંમતિથી બહાર પાડવામાં આવે છે . ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,

મહેસૂલ વિભાગ , ગુજરાત સરકાર , ઠરાવ નં : એલ.એ.ક્યુ . : - ૨૨-૨૦૧૪ / ૧૭૯ / ધ સચિવાલય , ગાંધીનગર તા : - ૧૧/૦૯/૨૦૧૮

Fair Compensation and Transparency in Land Acquisition, Resettlement and Rehabilitation Act-2013 Matter of publication of award.

Sections 24 to 30 of the Fair Compensation and Transparency in Land Acquisition, Resettlement and Rehabilitation Act, 2013 provide for compensation and awards for land acquisition. Reference – (1) By the resolution dated 29/7/2016 mentioned above, the amount of compensation for land acquired in urban areas has been increased by a factor of 1 (one) while while determining compensation for land in rural areas it has been increased by a factor of 2 (two). The instructions for multiplying by factors have been circulated, while order- (2) above mentioned resolution dated 10/118 2016 has been determined in the following details as to who should be considered as rural area and who should be considered as urban area,

Urban area: 

1. East ULC area 

.2  Maha Municipal Area

 3. Urban Development Authority Area

 4 Area Development Authority Area 

5 Municipal Area (including Borough Municipal Corporation) 

6 Notified Area

 7 Cantonment Area Keeping in view the industrial development in the state, the process of land acquisition for the most important projects of the government is going on in full swing, on the other hand. It is being submitted by some farmer leaders/affected people that the state govt Urban area has been defined by resolution dated 10/118 2016.  Accordingly, although some villages are located at a very far distance from the urban area, they are included in the Urban Development Authority area and Area Development Authority area, so they do not get the benefit of the factor of 2 (two), while their land is not included in the urban area.  The farmers of the same type of land get benefits of two (two) factors, taking into consideration the following details of who should be considered as urban areas have been changed in order to avoid unfairness regarding the amount of compensation due to the farmers.

Urban area: 

1. East ULC area

 2. Maha Municipal Area 

3. Municipal Area (including Borough Municipalities) 

4. Notified Area 

5. The above provisions shall be applicable only to the award to be approved after the date of issuance of this amendment resolution in Cantonment A. This resolution is issued vide Finance Department's note dated 13/08/2018 on file of the same number of the Revenue Department. By order and in the name of the Governor of Gujarat,

Revenue Department, Government of Gujarat, Resolution No: L.A.Q. :- 22-2014 / 179 / The Secretariat, Gandhinagar Date :- 11/09/2018

No comments: