રાજ્યની મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને “દૂધઘર” ના હેતુ માટે વાર્ષિક રૂ.૧/- ના ટોકન દરે ૩૦૦ ચો.વાર (૨૫૦ ચો.મી) સરકારી પડતર જમીન ૧૫ વર્ષના ભાડાપટ્ટે ફાળવવા બાબત.
વંચાણે લીધાઃ
૧. મહેસૂલ વિભાગનો તા.૧૬-૦૯-૨૦૧૪ નો સરખા ક્રમાંકનો ઠરાવ .
સુધારા ઠરાવઃ
મહેસૂલ વિભાગના ઉપર વંચાણે લીધેલ તા.૧૬-૦૯-૨૦૧૪ ના ઠરાવથી રાજ્યની મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને “ દૂધઘર ” ના હેતુ માટે વાર્ષિક રૂ.૧/- ના ટોકન દરે ૩૦૦ ચો.વાર ( ૨૫૦ ચો.મી ) સરકારી પડતર જમીન ૧૫ વર્ષના ભાડાપટ્ટે ફાળવવા ઠરાવેલ છે . ઉકત ઠરાવની શરતો પૈકી શરત નંબર -૫ માં જણાવેલ વિગતે નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે.“ સંબંધિત કલેક્ટરશ્રીએ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક મંડળીઓની સ્થાનિક કક્ષાએ જ્યાં વધુ સંખ્યામાં અરજી આવે ત્યાં જે મંડળીઓ પાસે પોતાનું દૂધઘર / મકાન ઉપલબ્ધ હોય ત્યાં તમામ પાસા ચકાસીને અગ્રતા નક્કી કરી અને કાળવણી માટે વિચારણા કરવાની રહેશે, તથા આ હેતુ માટે સરકારી પડતર જમીનની ફાળવણી કરવાની સત્તા ક્લેકટરશ્રી ની રહેશે તથા ગામતળની જમીનની ફાળવણી કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની રહેશે.”
૨ ઉપર વંચાણે લીધા તા. ૧૬-૦૯-૨૦૧૪ ના મૂળ રાયની તમામ શરતો યથાવન રહેશે.
ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે
સચિવાલય, ગાંધીનગર. ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ. ઠરાવ ક્રમાંકઃ- જમન - ૩૯૧૪-૧૮૩૨-૨
No comments:
Post a Comment