સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત મારફતે રમત- ગમતના મેદાનો અને સંકુલોના બાંધકામ માટે સરકારી જમીન રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગને વહીવટી હુકમ-૩ હેઠળ ફાળવવા બાબત.
મહેસુલ વિભાગ ઠરાવ ક્રમાંક :જમન/૩૯૧૯/૧૦૨૪/ગ
સચિવાલય, ગાંધીનગર તા:૧૮/૧૦/૨૦૧૨.
વંચાણે લીધા :
(૧) મહેસૂલ વિભાગનો તા.૧૧/૦૬/૨૦૨૦નો ઠરાવ ક્રમાંક:જમન/૩૯૧૯/૧૦૨૪-ગ
પ્રસ્તાવના;
મહેસૂલ વિભાગના સંદર્ભદર્શિત ક્રમ-(૧) ના ઠરાવથી રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલ બાંધવા માટે જમીન રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગને ગુજરાત જર્મીન મહેસૂલ નિયમો, ૧૯૭૨ ના વહીવટી હુકમ-૩ હેઠળ જમીન ફાળવણી કરવા અંગે ઠરાવવામાં આવેલ.
મહેસૂલ વિભાગના તા.૧૧/૦૬/૨૦૨૦ના ઠરાવમાં રમત ગમત સંકુલ સાથે રમત ગમત મેદાનની આવશ્યકતા હોઇ સદરહુ ઠરાવમાં રમત ગમત સંકુલની સાથોસાથ રમત ગમત મેદાનનો સમાવેશ કરવા તથા જિલ્લા અને તાલુકા કક્ષાની સાથોસાથ ગ્રામ્ય કક્ષાએ પણ રમત ગમત સંકુલ બાંધવા તથા રમત ગમતના મેદાન ફાળવવા તેમજ, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાના રમત ગમત સંકુલ અને તે સાથેના રમત ગમત મેદાનનું મહત્તમ ક્ષેત્રફળ નિયત કરવાની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે સંદર્ભ-(૧) ના ઠરાવમાં નીચે મુજબની સુધારો કરવા ઠરાવવામાં આવે છે.
સુધારા ઠરાવ:
(૧) મહેસૂલ વિભાગના સંદર્ભ-(૧)ના તા.૧૧/૦૬/૨૦૨૦ના ઠરાવમાં સ્પોર્ટસ સંકુલ સાથે રમત ગમત મેદાનને સમાવિષ્ટ કરવામાં આવે છે,
(૨) મહેસૂલ વિભાગના તા.૧૧/૦૬/૨૦૨૦ના ઠરાવમાં ગ્રામ્ય કક્ષાના રમત ગમતના મેદાન સાથેના સ્પોર્ટસ સંકુલનો સમાવેશ કરવામાં આવે છે.
(૩) જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાના રમત ગમતના મેદાન સાથેના સ્પોર્ટસ સંકુલો
માટે મહત્તમ ક્ષેત્રફળ નીચે મુજબનું નક્કી કરવામાં આવે છે.
રમત સંકુલનો પ્રકાર જમીનનું ક્ષેત્રફળ
1.જીલ્લા કક્ષાનું રમત ગમત સંકુલના નિર્માણ અંગે ૧૫ થી ૨૦ એકર
2.તાલુકા કક્ષાનું રમત ગમત સંકુલના નિર્માણ અંગે ૬ થી ૭ એકર
3.ગ્રામ્ય કક્ષાનું રમત ગમત સંકુલના નિર્માણ અંગે ૩ થી ૪ એકર
(૪) આ સિવાય અત્રેના મુળ ઠરાવ તા.૧૧/૦૬/૨૦૨૦ની અન્ય શરતો યથાવત રહેશે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ પર નાણા વિભાગની તા.૦૩/૦૯/૨૦૨૨ની નોંધથી મળેલ સંમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.
No comments:
Post a Comment