જમીન સંપાદનના કેસોમાં કોર્ટ દ્વારા આપવામાં આવતા ચૂકાદાઓમાં અપીલ અંગેની દરખાસ્ત નિયત નમૂનામાં જ કરવા બાબત.
ઉપર્યુક્ત વંચાણે લીધેલ કાયદા વિભાગના પરિપત્ર તથા નામદાર સુપ્રિમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમોના અનુસંધાને માનનીય મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં તા. ૧૧/૩/૨૦૧૩ ના રોજ યોજવામાં આવેલ બેઠકમાં નીચે મુજબની હકીકત પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.
(૧) વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવતી દરખાસ્તોમાં આધાર લીધેલ ચૂકાદાઓની વિગતો, આવા ચૂકાદાઓ સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવેલ છે કે પડકારવામાં આવેલ છે, નાણાકીય ભારણની વિગતો, સરકારી વકીલશ્રીના અભિપ્રાયની વિગતો વિગેરે બાબતો પૂરતી દર્શાવવામાં ખાવતી નથી. આથી, આવી અધુરી વિગત વા દરખાસ્તોને કારણે વિગતોની જરુરી પૂર્વન માટે ફાઈલો સંબંધિત વિભાગને પરત મોકલવામાં આવે છે, તેવા સંજોગોમાં નિર્ણય લેવામાં વિલંબ થાય છે પરિણામે સરકારશ્રી પર બિનજરુરી વ્યાજનું ભારણ વધે છે.
(૨) વંચાણે લીધેલ ક્રમ-ર માં દર્શાવેલ ચૂકાદાઓમાં નામ. સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટ દ્વારા નીચે મુજબ અવલોકનો કરવામાં આવ્યાં હતાં.
(અ) બિન જરુરી અપીલો કરવાથી સરકાર પર પડનાર વ્યાજ વળતર ની રકમ સંબંધિત અધિકારી પાસેથી અંગત રીતે વસૂલ કરવાના હુકમો કરવા માટે સમય થઈ ગયો છે..
(બ) રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી અપીલોમાં વળતરની રકમ ચૂકવવામાં આવતી નથી અથવા તો વર્ષો સુધી દાયકાઓ સુધી ચૂકવવામાં વિલંબ કરવામાં આવે છે, જેથી જમીન માલિકોના વારસદારોને બિનજરુરી દાવાદ્દીના ભોગ બનવુ પડે છે તેમજ સરકારી નાણાં અને સમયનો બગાડ થાય છે.
(ક) એક બીજા વિભાગો સાથે ફાઇલ મોકલવા (ટોર્સિંગ) થી નિર્ણય લેવામાં જતો સમય વિલંબ માફ કરવા માટે પૂરતુ કારણ નથી. વાજબી અને નાની રકમ માટે અપીલ કરવી તર્ક આધારિત (rationale) નથી.
(૩) જમીન સંપાદન કેસો માટે વહીવટી વિભાગોએ ચોક્કસ મોનિટરીંગ પધ્ધતિ અપનાવવા માટે મુખ્ય સચિવશ્રી એ સૂચન કરેલ.
(૪) ઉપર્યુક્ત ચર્ચાના અનુસંધાને એવો નિર્ણય લેવામાં આવે છે કે જર્મીન સંપાદનના કેસોમાં અપીલ કરવાની દરખાસ્તમાં થતા વિલંબ નિવારવા માટે, નિર્ણય લેવામાં એકસૂત્રતા અને ચોકસાઇ જળવાઇ રહે અને અપીલ કરવા કે ન કરવા સંબંધે સ્પષ્ટ અને વિગતવાર દરખાસ્ત મળે તે હેતુથી જમીન સંપાદનના કેસોમાં આ સાથે રાખેલ નમૂના મુજબના પત્રકમાં દર્શાવેલ તમામ જરુરી અને પૂરતી વિગતો યોગ્ય અને કાળજીપૂર્વક ભરીને આ વિભાગને દરખાસ્ત તાત્કાલિક મોકલવાની જવાબદારી સંબંધિત વહીવર્ટી વિભાગની રહેશે.
(૫) વહીવટી વિભાગે સમયસર દરખાસ્તો મોકલવા અંગે પૂરતી અને જરુરી કાળજી રાખવા અને વિલંબ નિવારવા અધિકારીઓને જરુરી સૂચના આપવી, જરુર જણાય ત્યાં જે તે કર્મચારી/અધિકારીની જવાબદારી નક્કી કરી શિસ્ત વિષયક પગલાં ભરવાનાં રહે છે.
આ સાથે રાખેલ નમૂના મુજબનાં પત્રક આપના તાબાની કચેરીઓને પણ પરિપત્રિત કરી, તે પ્રમાણેની જરુરી વિગતો સાથે જ દરખાસ્ત કરવા માટે સૂચના આપવા વિનંતી છે.
No comments:
Post a Comment