રિ-સરવેને લઇને સ્પષ્ટતા
ગુજરાત સરકારની કેબિનેટ બેઠક્ બાદ એવા સમાચાર વહેતા થયા હતા કે રાજ્યમાં ખેતીની જમીનનો રિસર્વે રદ્દ કરવામાં આવ્યો છે, જોકે આ મામલે અતિ મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે કે, રિ- સર્વે રદ કરવામાં આવ્યો નથી પરંતું જમીન માપણી ક્ષતિઓ દૂર કરવામાં આવશે
જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે નિર્ણય લેવાયો, પાયલોટ પ્રોજેક્ટ જિલ્લાઓ જામનગર અને દેવભૂમિકા દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરાશે
રિ-સર્વેમાં કઈ કઈ ભુલો ?
- ખેડૂતોના નામ બદલાઈ ગયા
- ખેડૂતોના નામ નીકળી ગયા
- ક્ષેત્રફળ ઘટી કે વધી ગયા
- કબ્જામાં ફેરફાર થયો
- નક્શામાં ફેરફાર થયા
- ગામની આકારણી પણ બદલાઈ ગઈ
રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી
ધારાસભ્યો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી તેમજ વખતો વખતે રી-સર્વે પ્રમોલગેશનની કામગીરીના સમયમાં વધારો કરવામાં આવતો હતો. તેમને જણાવી દઈએ કે, અગાઉ રિ સર્વે માટેની એજન્સીઓ પણ બદલવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી કેબિનેટ બેઠકમાં રિ સર્વે પ્રમોલગેશન માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. મહેસુલ વિભાગ વર્તમાનમાં મુખ્યમંત્રી પાસે છે જેને લઈ સીએમ પાસે ફરિયાદો આવતા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો હોય તેમ લાગી રહ્યું છે.
** નવેસરથી થશે જમીન રી-સર્વે ?.
કેબિનેટ બેઠકમાં જનો જમીન રી-સર્વે રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. ? રાજ્ય સરકાર હવે નવે સરથી જમીન રી-સર્વે કરાવશે. જામનગર અને દેવભૂમિ દ્વારકાથી જમીન રી-સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે.
જામનગર-દ્વારકાથી થશે શરૂઆત
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાંમ તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણા ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે.
જુની એજન્સી સામે અનેક ફરિયાદ
જણાવી દઈએ કે, જુનો જમીન રી-સર્વે કરવા માટે સરકારે એક એજન્સીને કામ સોંપ્યું હતું જે માટે રૂ. 700 કરોડ ચૂકવ્યા હોવાનો અંદાજ છે. જુના રી-સર્વેમાં અનેક ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશા બદલાય ગયા હતા, ખેડૂતોના નામ બદલાઈ ગયા હતા. જે બાદ સરકારે નવેસર થી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.
અનેક સવાલો
અહીં સવાલ એ કે જૂની એજન્સીને જે રકમ ચૂકવીને જમીનનો સર્વે કરવામાં આવ્યો તે જનતાના નાણાનું શું? નવેસરથી સરકાર એજન્સી હાયર કરીને ફરી નાણાનો વ્યય કરશે. જૂની એજન્સી પાસેથી નાણાં વસુલવા ને લઈને કોઈ સ્પષ્ટતા નહિ.
અનેક અરજી
રાજ્યમાં ખેતીની જમીનોની પુનઃ માપણી કરાવેલ તે સંબંધમાં પ્રમોલેશન થયા પછી થયા પછી પણ ખેડૂતોની જમીનોની માપણીમાં ક્ષતિઓ સુધારવા માટે 1,67,664 અરજીઓ મળી છે. જે પૈકી 76,778 અરજીઓનો નિકાલ કરવાનો પણ બાકી છે.
સંદર્ભ:- ગુજરાત ફર્સ્ટ સમાચાર
No comments:
Post a Comment