મનાઇ હુકમના અનાદર બદલ છ પક્ષકારોને એક મહિનાની કેદ ફટકારતી ગ્રામ્ય કોર્ટ
@ કોર્ટે વચગાળાનો મનાઇ હુકમ કર્યો હોવા છતાં બાનાખતના હકનો દસ્તાવેજ કર્યો
@ બિલાસીયાની સીમમાં આવેલી જમીન અંગે કોર્ટમાં દાવો કરાયો હતો
શહેરના બિલાસીયા ગામની સીમમાં આવેલી જમીન અંગે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ્ય કોર્ટે વચગાળાનો મનાઇ હુકમ આપી જમીનની પરિસ્થિતિ જૈસે થે રાખવા આદેશ કર્યો હતો. જો કે, વાદી(પક્ષકારો) એ તે જમીન ચાલુ દાવાએ બાનાખતના હનો દસ્તાવેજ કરી આપ્યો હતો. જેથી ગ્રામ્ય કોર્ટના જજ એચ.જે. વસાવડાએ વાદીઓએ કરેલો દાવો રદ કરી દીધો છે. આ સાથે જ છ પક્ષકારો, એટલે કે દાવો કરનારાઓને એક માસની કેદની સજા પણ ફટકારી છે.
No comments:
Post a Comment