કોમ્પ્યુટરાઇઝ્ડ જનરેટ થતાં ખેડૂત ખરાઈના પ્રમાણપત્રમાં e-Signનો અમલ કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : RD/WRT/e-file/15/2023/0093/H2
તા. ૨૦/૦૧/૨૦૨૩
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ઠરાવ (૫)થી ઇ-ગવર્નન્સ ક્ષેત્રે સરકારની સેવાઓ કે જે ઑનલાઇન પોર્ટલ્સ/ એપ્લીકેશન/ વેબસાઇટ થકી આપવામાં આવે છે તેમાંથી જનરેટ થતા સરકારી દસ્તાવેજો ઉપર IT Act, 2000 અને IT (Amendment) Act, 2008માં વ્યાખ્યાયિત કરેલ અને માન્યતાપ્રાપ્ત "electronic signature (e-Sign)" અને e-Seal ઉપસાવવા સંદર્ભે સૂચનાઓ પરિપત્રીત કરેલ છે, જે ધ્યાને લઈને આ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ (૬)ના પરિપત્રથી મહેસૂલ વિભાગ, ખાતાના વડા અને કલેક્ટર કચેરીના e-Sign તૈયાર કરવા અને નાગરિકલક્ષી સેવાઓ અને ઈ-સરકારમાં ઉપયોગ કરવા બાબતે સૂચનાઓ આપેલ છે.
આ વિભાગના વંચાણે લીધેલ (૧)ના પરિપત્રથી મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) અધિનિયમ, ૧૯૯૫ની (એકટ નં. /૧૯૯૫)ની કલમ-૨માં સુધારો થતાં, તાબાની કચેરીઓને કરવાપાત્ર કાર્યવાહી અંગે માર્ગદર્શક સુચનાઓ આપેલ છે. વંચાણે લીધેલ ક્ર. (૨)થી ખેડૂતની તમામ જમીન સંપાદનમાં જતી હોય ત્યારે તથા ગુજરાત રાજ્યમાં એક જગ્યાએ જમીન વેચી બીજે જમીન ખરીદવાની હોય ત્યારે ખેડૂત પ્રમાણપત્ર મેળવવામાં સરળીકરણ કરવા બાબતે પરિપત્ર કરેલ છે.
વંચાણે લીધેલ (૩)ના પરિપત્રથી હાલની જમીન ધારણ કરનાર અંગે ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની કાર્યપદ્ધતિ ઓનલાઇન કરવા બાબતની સુચનાઓ તથા વંચાણે લીધેલ (૪)ના પરિપત્રથી iORA.gujarat.gov.in પર કરવામાં આવતી ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની ઓનલાઇન અરજીઓની કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા બાબતે સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
ઠરાવ:-
પુખ્ત વિચારણાને અંતે આ વિભાગના તા. ૩૧/૦૭/૨૦૨૦ના પરિપત્ર ક્રમાંક: ગણત/૧૦૨૦૨૦/૪૨/ઝ ની સાથે સામેલ પરિશિષ્ટ-૬ (અરજી દફતરે કરવાનો પત્ર) અને પરિશિષ્ટ-૭ (ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર) હાલની સિસ્ટમ મુજબ જનરેટ થયા પછી તેમાં ફિઝીકલી સહિ કર્યા બાદ પુન: અપલોડ કરવા અથવા પત્ર દ્વારા મોકલવાની પદ્ધતિની જગ્યાએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના વંચાણે લીધેલ (૫)ના ઠરાવ મુજબ "electronic signature (e-Sign)" નો ઉપયોગ કરીને જ ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર/અરજી દફતરે કરવાનો પત્ર ઇ-મેઇલથી મોકલી આપવાના રહેશે તેમજ iORA પરથી તેની નકલ અરજદાર પોતાના અરજી નંબર પરથી ડાઉનલોડ કરી શકશે. આ નકલ IT Actની જોગવાઇઓ મુજબ માન્યતાપ્રાપ્ત હોઇ, તેને અલગથી ફિઝીકલી સહી કરીને પ્રમાણિત કરવાની જરૂર રહેશે નહિ. આ નકલની ખરાઇની ખાતરી ઓનલાઇન કરી શકાય તે હેતુસર દરેક નકલ ઉપર ક્યુઆર કોડ (QR Code) પણ લગાડવાનો રહેશે. આ માટેની આનુષાંગિક વ્યવસ્થા સ્ટેટ મોનીટરીંગ સેન્ટર દ્વારા NIC સાથે રહીને કરવાની રહેશે.
ઉક્ત ઠરાવ તા. ૨૩/૦૧/૨૦૨૩થી અમલમાં આવશે.
આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ઈ-ફાઇલ પર અધિક મુખ્ય સચિવશ્રી (મહેસૂલ)ની તા.૧૯/૦૧/૨૦૨૩ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલ છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment