ગુજરાત સરકર મહેસૂલ - વિભાગ
ઠરાવ ક્રમાંક - ગણત/ર૬૯૯/૪૩૪૩/ઝ સચિવાલય, ગાંધીનગર તા.ર૬/૧ર/ર૦૦૮
વંચાણે લીધા - (૧) મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક ગણત/૧૦૯૦/એમ.પી-૪/ઝ તા. ર૦/૧૦/૧૯૯૪.
(ર) મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક- ગણત / ૨૬૯૯ / ૪૩૪૩ /ઝ. તા.ર૪/૧/ર૦૦૩.
ઠરાવ
રાજયમાં ખેડૂતની તમામ જમીન સંપાદન થતી હોય ત્યારે તથા આઠ કિલોમીટરના અંતરની મુદત દૂર થતાં રાજયમાં એક જગ્યાએ જમીન વેચી અન્ય જગ્યાએ જમીન ખરીદવાની હોય ત્યારે ખેડુત પ્રમાણપત્ર આપવામાં સ૨ળીક૨ણ કરવાની બાબત સ૨કા૨શ્રીની વિચારણા હેઠળ હતી , પુખ્ત વિચારણાને અને સરકાર આથી નીચે મુજબની બાબત ઠરાવે છે .
( ૧ ) જે ખેડુતની તમામ જમીન સંપાદનમાં જતી હોય તે ખેડુતને નવેસરથી ખેતીની જમીન નરીદવા માટે મુશકેલી ના પડે તે માટેના વળતર ચુકવતી વખતે અથવા જમીનનો કબજો સંભાળતી વખતે જ ખાસ જમીન સંપાદમાં અધિકારી કે કલેકટરશ્રીએ સંબંધિત ખેડુતને ખેતીની જમીન ખરીદ કરી શકશે તે પ્રમાણેનું પ્રમાણપત્ર આપવાની સત્તા સંભંતિ ખાસ જમીન સંપાદન અધિકારી કે કલેક્ટરશ્રીને આથી આપવામાં આવે છે , આવા પ્રમાણપત્રમાં સંબંધિત ખેડુત તથા તેના કુટુંબના સભ્યોના નામોનો સમાવેશ કરવાની ૨હેશે. તથા આવા પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષમાં સંબંધિત ખેડુતે ખેતીની જમીન ખરીદવાના રહેશે . આવું પ્રમાણપત્ર સંપાદન થતી જમીનના આધારે આપવાનું થતું કોઈ સંબધિત ખેડુુત પાસેથી આધાર પુરાવા માંગવાના રહેશે નહીં .
( ર ) આઠ કિલોમીટરની અંતર મર્યાદા દૂર થતા રાજયમાં અન્ય જગ્યાએ જમીન ખરીદવા માંગતા ખેડુતને હાલ મામલતદારશ્રીનું પ્રમાણપત્ર મેળવવામાં જે મુશ્કેલી પડે છે તે પધ્ધતિમાં વધુ સરળીકરણ કરીને નવી જગ્યાએ જમીન ખરીદ કર્યા પછી ગામ દફતરે એન્ટ્રી પાડવામાં આવે ત્યારે જે તે વેચાણ રાખનારાએ ફોટા સહિતની એફિડેવિટ સાથે જુની જગ્યાના ૭-૧૨ , ૮ - અ અને એન્ટ્રીની પ્રમાણિત નકલો બે પ્રતમાં રજુ કર્યેથી એન્ટ્રી પ્રમાણિત કરવાની કાર્યવાહી કરવાની રહેશે. બીજી પ્રત જે તે મુળના તાલુકાના મામલતદારશ્રીને ખરાઈ માટે મોકલવાની રહેશે . જો તેમાં કોઈ છેતરપીંડી કે બનાવટ માલુમ પડે તો સંબંધકર્તા સામે ફોજદારી કાર્યવાહી અને પ્રમાણિત એન્ટ્રી રીવીઝનમાં લઇ ૨દ કરવાની કાર્યવાહી કરવાનું ધોરણ રાખવાનું રહેશે.
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે .
( ઇ. પી.દેસાઈ )
નાયબ સચિવ મહેસૂલ વિભાગ ,
ગુજરાત સ૨કાર .
No comments:
Post a Comment