Hindu Succession Act, 1956 Hership entries to be made unde the - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Sunday, May 23, 2021

Hindu Succession Act, 1956 Hership entries to be made unde the

 GOVERNMENT OF BOMBAY REVENUE DEPARTMENT

Circular No. RTS 4356/80424/M.

Sachivalaya, Bombay, 30 th September 1957

CIRCULAR OF  GOVERNMENT

મુંબઇ સરકાર મહેસૂલ વિભાગ

પરિપત્ર નંબર આરટીએસ. ૪૩પ૬/૮૦૪ર૪/એમ

સચિવાલય, મુંબઇ તારીખ. ૩૦ મી સપ્ટેમ્બર ૧૯પ૭

સરકારી પરિપત્ર

ભારત સરકારે પસાર કરેલો સન.૧૯પ૬ નો હિંન્દુઓમાં વારસા હક્ક બાબતનો અધિનિયમ અમલમાં આવવાને કારણે, મરનાર ખાતેદારના વારસાહકક બાબતની નોંધ જેનો વહીવટ અધિનિયમ મુજબ થાય છે. તે સદર હું અધિનિયમના પ્રબંધો મુજબ કરવી પડશે. સદર હું અધિનિયમના પ્રસંગોચિત અને મહત્વના પ્રબંધો હેઠળ મુજબ છે.

(૧) સદર હુ અધિનિયમ સાથે જોડવામાં આવેલી અનુસૂચિ અને કલમ ૮ માં આપ્યા મુજબ વારસોના ચાર વર્ગો છે, એટલે કે - 

( અ )     પુુુુત્ર, પુુુુત્રી, વિધવા, માતા અગાઉ મરણ પામેલ  પુુુુુત્રનો પુુુત્ર, અગાઉ મરણ પામેલા પુુુત્રની પુુુત્રી, અગાઉ મરણ પામેલા  પુુુત્રીનો પુુુત્ર, અગાઉ મરણ પામેેેેલી પુુુત્રીની પુુુત્રી, અગાઉ મરણ પામેલા પુુુત્રની વિધવા, અગાઉ મરણ પામેલા પુુુત્રના, અગાઉ મરણ પામેલા પુુુત્રનો પુુુત્ર, અગાઉ મરણ પામેેેેલા પુુુત્રના, અગાઉ મરણ પામેલ પુુુત્રની પુુુત્રી અગાઉ મરણ પામેલા પુુુત્રના અગાઉ મરણ પામેેેેલા પુુુુુત્રની વિધવા

( બ)     ૧. પિતા, 

            ર. (૧) પૌત્રીનો પુુુુત્ર (ર) પૌત્રીની પુુુુુત્રી (૩) ભાઇ, (૪) બહેન. 

            ૩. (૧) દોહિત્રનો પુુુુત્ર, (ર) દોહિત્રની પુુુુુત્રી, (૩) દોહિત્રીનો પુુુુત્ર, (૪) દોહિત્રીની પુુુુુત્રી..

            ૪. (૧) ભાઇનો પુુુુત્ર, (ર) બહેનનો પુુુુત્ર (૩) ભાઇની પુુુુત્રી (૪) બહેનની પુુુુત્રી

            પ. પિતાના પિતા, પિતાની માતા.

            ૬.  પિતાની વિધવા, ભાઇની વિધવા.

            ૭.  પિતાના ભાઇ, પિતાની બહેેેન.

            ૮. માતાના પિતા, માતાની માતા.

            ૯. માતાના ભાઇ, માતાની બહેન.

નોંધ -     વર્ગ ર જામાં દર્શાવેલા ભાઇ અથવા બહેનમાં, એક જ માતા પરંતુ જુદા જુદા બાપથી ઉત્પન્ન થયેલા ભાઇ તથા બહેનનો સમાવેશ થતો નથી.

( ક )     મરનારના પિતૃબંધુઓ ( ગોત્રજ ) એટલે કે પૃૃરુુુષો દૃવારા જ હોય એવું રક્તનું અથવા દત્તવિધાનનું સગપણ ધરાવતા શખસો.

( ડ )     મરનારના માતૃબંધુઓ ( બંધુ ) એટલે કે પુુુરૃષો દૃવારા જ ન હોય તેવૂં રક્તનું અથવા દત્તવિધાનનું સગપણ ધરાવતા શખસો.

કલમ-૮ જો કોઇપણ ( હિંદુ ) પુુુુરષ ખાતેદાર બિનવસિયતી મરણ પામે તો તેની મિલ્કતના વારસાહક હેઠળ મુજબ પ્રાપ્ત થશે.

( ૧ ) પ્રથમત - ઉપર દર્શાવેલ ( અ ) માં નિર્દિષ્ટ કરેલા વારસોને.

( ર )  દ્વિતીયત વર્ગ ( અ ) નો જો કોઇપણ વારસ ન હોય તો ઉપર દર્શાવેલા વર્ગ (બ) માં નિર્દિષ્ટ કરેલા વારસોને.

( ૩ ) તૃતીયત - બે વર્ગો ( અ ) અને ( બ ) માં દર્શાવ્યા મુજબનો કોઇપણ વારસ ન હોય તો ઉપર દર્શાવેલ ( ક ) માં નિર્દિષ્ટ કરેલા વારસોને. અને

( ૪ ) અંતિમત - ત્રણે વર્ગ એટલે કે ( અ ) અને (બ) અને (ક) માં દર્શાવ્યા મુજબનો કોઇપણ વારસ ન હોય તો ઉપર દર્શાવેલા (ડ) માં નિર્દિષ્ટ કરેલા વારસોને.

ગુજરાતી પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં 📄








No comments: