The Bombay Prevention of fragmentation and consolidatidation of holdings ( Gujarat Amendment ) Bill 2011 - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, May 25, 2021

The Bombay Prevention of fragmentation and consolidatidation of holdings ( Gujarat Amendment ) Bill 2011

મુંબઇનું ખેતીની જમીન ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબતનું ( ગુજરાત સુધારા ) વિધેયક ર૦૧૧

મુંબઇનું ખેતીની જમીન ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબતનો અધિનિયમ ૧૯૪૭ વધુ સુધારવા બાબત વિધેયક.



આથી, ભારતના ગણ રાજયના બાસઠમા વર્ષમાં નીચેનો અધિનિયમ કરવામાં આવે છેે

૧. ટુંકી સંજ્ઞા અને આરંભ.

(૧) આ અધિનિયમ મુંબઇનો ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબતનો અધિનિયમ ર૦૧૧ કહેવાશે.

(ર) તે રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી નક્કી કરે તેવી તારીખે અમલમાં આવશે.

ર. સ.ન. ૧૯૪૭ના મુંબઇના ૬રમા અધિનિયમની કલમ ર નો સુધારો.

    મુંબઇનો ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેેેનું એકત્રીકરણ કરવા બાબતનો અધિનિયમ ૧૯૪૭ ( સન ૧૯૪૭નો મુંબઇનો ૬રમો.) ( જેનો આમાં હવે પછી, ‘‘મુખ્ય અધિનિયમ તરીકે ઉલ્લેખ કર્યો છે તે ) માં કલમ ર માં, ખંંડ ( ૩ક) માં, મુંબઇ સહકારી મંડળી અધિનિયમ ૧૯રપ ( સ.ન.૧૯રપનો મુંબઇનો ૭મો.) એ શબ્દો અને આંકડાને બદલે, ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ (સ.ન.૧૯૬રનો ગુજરાતનો ૧૦ મો) એ શબ્દો અને આંકડા મૂકવા.

૩. સ.ન. ૧૯૪૭ના મુંબઇના ૬રમા અધિનિયમની કલમ ૭નો સુધારો.

મુખ્ય અધિનિયમમાં, કલમ - ૭ માં-

(૧) પરંતુક સિવાયની પેેેેેેેટા-કલમ (૧) ને બદલે, નીચેની પેેેટા - કલમ અને પરંતુક મૂકવા - (૧) જે ટુકડાના સંબંધમાં કલમ ૬ ની પેેેટા કલમ (ર) હેઠળ નોટીસ આપવામાં આવી હોય તેવો કોઇ ટુકડો, સંબંધિત ગણોત વહીવટ કાયદામાં વ્યાખ્યા કર્યા પ્રમાણેના કોઇ પણ ખેડૂતને તબદીલ કરી શકાશે.

પરંતુ તેવો ટુકડો તેની લગોલગ આવેલા સર્વે નંબરના અથવા સર્વે નંબરના માન્ય રાખેલા પેટા - વિભાગના માલિને તબદલી કરવામાં આવે, તો તેવા ટુકડાનું એકત્રીકરણ કરવું જોઇશે.

(ર) પેેટા - કલમ (૧) ના વિધમાન પરંતુકમાં, ‘‘પરંતુ એ શબ્દને બદલે, ‘‘વધુમાં’’ એ શબ્દ મૂકવો.

૪. સન.૧૯૪૭ના મુંબઇના ૬રમા અધિનિયમની કલમ ૯નો સુધારો.

    મુખ્ય અધિનિયમમાં, કલમ ૯ માં પેેટા - કલમ (ર) ને બદલેેે, નિચેની પેેટા કલમ મૂકવી.

‘‘(ર) એવી રીતે તબદીલ અથવા વિભાજિત કરેલી કોઇ જમીનનો માલિક, કલેકટર ફરમાવે તે પ્રમાણે, શહેરી વિસ્તાર માટે પાંચ હજાર રૃપીયાનો અથવા જમીનની બજાર કિંમતના દસ ટકા, તે બેમાંથી જે વધુ હોય તેટલો અને બાકીના વિસ્તાર માટે બે હજાર રૃપીયાનો અથવા જમીનની બજાર કિંમતના દસ ટકા, તે બેમાંથી જે વધુ હોય તેટલો દંડ ભરવાને પાત્ર થશે. આવો દંડ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવામાં આવશે.’’

પ. સન.૧૯૪૭ ના મુંબઇના ૬રમા અધિનિયમની કલમ ૧૦નો સુધારો.

    મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૦માં પેેટા કલમ (૧) માં, ‘‘પરંતુ ઉપર પ્રમાણે કલેકટરે નક્કી કરેલી વળતરની રકમ  આપવામાં આવે તોએવો કોઇ ટુકડોએ’’ એ ભાગથી શરૃ થતા અનેે ‘‘ તેની વળતરની રકમ ચૂકવી તે ટુકડો ખરીદવાની માલિકે ના પાડી ન હોય તો રાજય સરકારને તબદીલ કરી શકાશે નહિ.’’ થી પૂૂૂરો થતો ભાગ કમી કરવો.

૬. સન.૧૯૪૭ના મુંબઇના ૬રમા અધિનિયમની કલમ ૧૪ નો સુધારો.

મુખ્ય અધિનિયમમાં, કલમ ૧૪માં ‘‘લગોલગ આવેલા સર્વે નંબરની અથવા સર્વે નંબરના માન્ય રાખેલા પેેટા વિભાગની જમીનના માલિક એ શબ્દોને બદલે સંબંધિત ગણોત વહીવટ કાયદામાં વ્યાખ્યા કર્યા પ્રમાણેના કોઇપણ ખેડૂત એ શબ્દો મૂકવા.

૭. સન. ૧૯૪૭ના મુંબઇના ૬રના અધિનિયમની કલમ ર૭નો સુધારો.

    મુખ્ય અધિનિયમમાં, કલમ ર૭ માં, ખંંડ (ક)માં, પેેટા ખંડ (ર) માં ‘‘ મુુંબઇ સહકારી  મંડળી અધિનિયમ ૧૯રપ (સન.૧૯રપનો મુંબઇનો ૭મો) એ શબ્દો અને આંકડાને બદલે, ‘‘ ગુજરાત સહકારી મંંડળી અધિનિયમ, ૧૯૬૧’’ (સન. ૧૯૬રનો ગુજરાતનો ૧૦મો.) એ શબ્દો અને આંકડા મૂકવા.

૮. સન. ૧૯૪૭ના મુંબઇના ૬રના અધિનિયમની કલમ ૩૧ બદલવા બાબત.

મુખ્ય અધિનિયમમાં, કલમ ૩૧ને બદલે, નીચેનો મજકૂર મૂકવો -

‘‘ ૩૧ એકત્રિત જમીનોના દુમાલા અને પેેેટા વિભાગ કરવા પર નિયંત્રણ 

તત્સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદામાં ગમે તે મજકૂર હોય તે છતાં, આ અધિનિયમ હેઠળ ફાળવેલી કોઇ જમીન, આ અધિનિયમની કલમ ૮ની જોગવાઇઓની વિરૃદ તબદીલ કરી શકાશે નહિ.’’

૯. સન. ૧૯૪૭ના મુંબઇના ૬રના અધિનિયમની કલમ ૩૭નો સુધારો.

મુખ્ય અધિનિયમમાં, કલમ ૩૭માં પેેેટા - કલમ (ર)માં, ખંડ (થ) કમી કરવો.

No comments: