ઘરેલુ હિંસાના કાયદા હેઠળ પતિ પાસેથી છુટાછેડા માગનાર પણ માગી શકે છે ભરણપોષણ, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચૂકાદોDivorce seekers can also seek alimony from husband under domestic violence law, court rules
વરાછાની પરણીતાએ ઘરેલું હિંસાના કાયદા હેઠળ પતિ પાસેથી છુટાછેડા મેળવવા કરેલા દાવા દરમિયાન પોતાના તથા સગીર પુત્રના વચગાળાના ભરણપોષણ માટે માંગ કરતાં સુરત ફેમીલી કોર્ટના જજ બીનાબેન એસ.ચૌહાણે અરજદાર પત્ની તથા પુત્રને માસિક રૃ.5 હજાર ભરણ પોષણ સહિત આવવા-જવા તથા અરજી ખર્ચ પેટે રૃ.6 હજાર ચુકવવા પતિને હુકમ કર્યો છે.
માનસિક ત્રાસના લીધે મહિલાએ કર્યો લગ્ન વિચ્છેદનો દાવો

વરાછા વિસ્તારમાં રહેતા સંગીતાબેન શાહે નવસારી બજાર ખાતે રહેતા રાજેશ શાહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.બંને પક્ષકારોને લગ્નજીવનથી એક પુત્રનો જન્મ થયા બાદ પતિ-સાસરીયા દ્વારા યેનકેન પ્રકારે ઘરેલું હિંસા આચરાતા સંગીતાબે સગીર પુત્ર સાથે પિયર જતા રહ્યા હતા. અને પતિના અસહ્ય શારીરિક માનસિક ત્રાસના લીધે સાથે રહેવાનું અશક્ય હોઈ તેમણે પ્રીતીબેન જોશી મારફતે લગ્ન વિચ્છેદનો દાવો કર્યો હતો.
પરંતુ દાવો કર્યા બાદ કોરોના મહામારીમાં સગીર પુત્રના ભરણ પોષણમાં મુશ્કેલી પડતી હોઈ વચગાળાનું ભરણપોષણ માંગ્યું હતું. છુટાછેડાનો દાવો પેન્ડિંગ છે અને પત્ની પાસે કોઈ આવકનું સાધન ન હોઈ પત્ની તથા પુત્રની ભરણ પોષણની જવાબદાર પતિની છે. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઈને લક્ષમાં લઈ અરજદાર પત્ની-પુત્રને માસિક રૃ.5 હજાર ભરણ પોષણ તથા અરજી ખર્ચ અને આવવા જવાના ખર્ચ પેટે કુલ રૃ.6 હજાર ચુકવવા પતિ રાજેશભાઈને હુકમ કર્યો છે.
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment