ગુજરાત સરકાર મહેસુલ વિભાગ પરિપત્ર નં.હકપ-૧૦૮૩/રપર-જ
સચિવાલય, ગાંધીનગર તા. પ મી એપ્રિલ ૧૯૮૩
વંચાણમાં લીધા ઃ (૧) કલેકટરશ્રી રાજકોટના પત્ર ક્રમાંક રેવ-અપીલ-વ.સી.૧૬૩૪-૮ર તા.૩૧-૮-૮ર.
(ર) કલેકટરશ્રી સાબરકાંંઠાના પત્ર ક્રમાંક ટીએનસી/હકપ/૮ર, તા.૩૧-૧-૮ર
પરિપત્ર
જમીન સુધારા કિશનરશ્રીની કચેરીના, કલેકટરશ્રીઓને લખેલ પત્ર ક્રમાંંક હકપ/જીએલટી/ ૧ર/ ૮૧, તા. ર૪-૧-૮૧થી આપેેલ સુચનાઓથી ગેરસમજ ઉભી થયેલ હોવાનું સરકારશ્રીના ધ્યાન પર આવ્યું છે. સરકારી પરિપત્ર નં. આર ટી એસ -૧૦૬૬ / ૯૯ર૪ - જે, તા.રપ-પ-૬૬ના ઉપરોક્ત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંંતુ તે પરિપત્રમાં પરિપત્ર ક્રમાંક આર. ટી એસ -૧૦૬૬ / ૯૯ર૪ - જે, તા. ૭-૧૦-૬૬થી જે સુધારો કરી સુચના આપવામાં આવી છે કે કૌટુંબીક વહેંચણી અંગેની નોંધોને તા.રપ-પ-૬૬ના પરિપત્રમાંના હુકમોમાંથી બાકાત રાખવી એટલે કે આવી નોંધો પ્રમાણિત કરવા રજીસ્ટર્ડ દસ્તાવેજ રજુ કરવાનું જણાવવું નહી, તે સુધારાનો ઉલ્લેખ કર્યો નથી અને તે અન્વયે ગેરસમજણ ઉભી થઇ ઓવાનુ ધ્યાનમાં આવ્યું છે.
(ર) આ અંગે જણાવવાનું કે તા.રપ-પ-૬૬ નાં પરિપત્રમાં આપેેલ સુચનાઓ અંગે સરકારશ્રી સમક્ષ એવી રજુઆત કરવામાં આવી હતી કે કૌટુંબીક વહેંચણી અંગેની નોંધોને ઉપરોક્ત હુકમોમાંથી બાકાત રાખવી જોઇએ. કારણ કે આવી વહેંચણી રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવવમાં મુશ્કેલી ઉભી થાય છે, તેથી તા. રપ-પ-૬૬ નાં પરિપત્રમાં આપેે લ સુચનાઓમાં તા. ૭-૧૦-૬૬ નાં પરિપત્રથી સુધારો કરી સરકારશ્રીએ સુધારેલ સુચના બહાર પાડી હતી કે કૌટુંબીક વહેંચણી અંગેની નોંધોને તા.રપ-પ-૬૬ ના પરિપત્રમાંના હુકમોમાંથી બકાત રાખવી, એટલે કે આવી નોંધો પ્રમાણિત કરવા રજીસ્ટર્ડ દસ્તાવેજ રજુ કરવાનું જણાવવું નહીં, તે અન્વયે પિતા પોતાની હ્યાતીમાં પુુુુુુત્રો ને ખેતીની જમીન વહેંચણી કરી આપેે, પિતાનાં મૃૃૃૃત્યુ બાદ પુુુત્ર - પુુુુુુુુત્રીઓની વારસાઇ થયે પુુુુુુત્રીઓ પોતાનો હક્ક જતો કરે, વગેરે પ્રકારની પૈૈૈૈૈસાની લેવડ-દેવડ થયેલ ના હોય તેવી કૌટુંબીક વહેંચણી અંગેની નોંધો પ્રમાણિત કરવા રજીસ્ટર્ડ દસ્તાવેજ રજુ કરવાનું જણાવવાનું નથી. આ સુચના સંકલિત ઠરાવ નં. હકપ- ૧૦૭૯ -૩૪-જ, તા.૧૦-૧ર-૭૯નાં ફકરા (ચ) માં આપેેેલી છે. તો બાબતમાં ઉપરોક્ત નીતિ વિષયક હુકમ મુજબ કાર્યવાહી થાય તે જોવાની કલેક્ટરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ વગેરેને આથી સુચના આપવામાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ર.મ.શાહ
સરકારના નાયબ સચિવ, મહેુલ વિભાગ
No comments:
Post a Comment