જામનગર: ગુજરાતમાં જમીનની વહેચણી, પૈકી વેચાણ, હેતુ ફેરના હુકમો, તેમજ ગ્રાન્ટના કિસ્સામાં ગામના નમુના નં.7માં પાનીયા અલગ કરવા માટે અલગ-અલગ પધ્ધતિ અનુસરવામાં આવે છે જેમાં મહેસુલ વિભાગે તા.7-8-20ના નવો પરિપત્ર બહાર પાડીને સુધારો કરીને આ પધ્ધતિમાં એકસુત્રતા જળવાઇ રહે તે માટે જરૂી સુધારાના આદેશ સાથે પરિપત્ર કરવામાં આવ્યો છે જેનો લાભ ઘણા ખેડૂતો વગેરેને મળશે.
ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ કઇ રીતે સરવે નંબરની હદ નક્કી કરવી, દુરસ્તી કરવા અંગેની જોગવાઇ કરેલ છે. આ જોગાવાઇની અમલવારી યોગ્ય રીતે કરવા વહેચણી/પૈકી વેચાણ/પૈકી હેતુ ફેરના હુકમ/પૈકી ગ્રાન્ટના હુકમના કિસ્સામાં પહેલા હિસ્સા માપણી થાય અને ત્યારબાદ તે મુજબ રેકર્ડ બનાવવા, હિસ્સા માપણી મુજબ પુરવણી પત્રક નં.12 અથવા હુકમની કિસ્સામાં કે.જે.પી.ની નોંધ પાડી અને ગામ નમુના નં.7 અલગ પડે તો તે યોગ્ય ગણાય તથા રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડ એક સરખુ બને તે જરૂરી છે.જમીનની વહેચણી/પૈકી વેચાણ/પૈકી હેતુ ફેરના હુકમ/પૈકી ગ્રાન્ટના કિસ્સામાં ગામ નમુના નં.7ના પાનિયા અલગ કરવા માટે રાજ્યમાં હાલમાં અલગ અલગ પધ્ધતિ અનુસરવામાં આવે છે જેના કારણે રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડમાં વિસંગતતા ઉભી થાય છે તેમજ ખેડૂત ખાતેદારોને હાલાકી ભોગવવી પડે છે, તેવું સામે આવ્યું છે.
આથી રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડમાં એકસુત્રતા જળવાઇ રહે અને ખેડૂત ખાતેદારોને તથા બોનાફાઇડ પર્ચેઝરના કિસ્સામાં રેકર્ડ અને સ્થળ ઉપર ક્ષેત્રફળની વિસંગતતાના કારણે કૌટુંબિક તકરાર અને કોર્ટ લીટીગેશન નિવારી શકાય તથા ભવિષ્યમાં અધ્યતન નકશા તમામ હિસ્સેદારોને આપી શકાય તે માટે સૂચનાઓ પરિપત્રિત કરવાની બાબત સરકારની વિચાણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા જમીનની વહેચણી/પૈકી વેચાણ/પૈકી હેતુ ફેરના હુકમ/પૈકી ગ્રાન્ટના કિસ્સામાં ગામ નમુના નં.7ના પાનીયા અલગ કરવા માટે નવો પરિપત્ર જાહેર કરીને અમલવારી માટે સુચના આપવામાં આવી છે.
નવા પરિપત્ર મુજબ નાયબ મામલતદાર, ઇ-ધરાએ વહેચણી/પૈકી વેચાણ/પૈકી હેતુ ફેરના હુકમ/પૈકી ગ્રાન્ટના હુકમની હક્કનોંધ પ્રમાણિત થયા બાદ તેની અસર આપતા સમયે ફકત કબજેદારના કોલમમાં હક્ક પ્રાપ્ત કરનારનું નામ અને ક્ષેત્રફળ દર્શાવવુ અને મુળ ગામ નમુના નં.7 જાળવી રાખવુ જેમાં કુલ ક્ષેત્રફળમાં કોઇ ફેરફાર કરવાનો રહેશે નહી તથા ગામ નમુના નં.7ના પૈકી પાનીયા અલગ કરવાના રહેશે નહીં. જ્યારે હિસ્સા ઉપસ્થિત કરાવનાર કે હિસ્સાનો હક્ક પ્રાપ્ત કરનાર હિસ્સા માપણી કરાવે ત્યારે જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી દ્વારા હિસ્સા માપણી થયા બાદ હિસ્સા પુરવણી પત્રક નં.12 અથવા હુકમના કિસ્સામાં કે.જે.પી.ના આધારે તેની નોંધ ઇ-ધરામાં પડે ત્યારે તેની અસર આપતા સમયે ગામ નમુના નં.7ના પાનીયા અલગ કરવાના રહેશે જેથી રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડમાં ક્ષેત્રફળમાં વિસંગતતા નિવારી શકાય અને હક્ક પ્રાપ્ત કરનારનો અધ્યતન નકશો બની શકે અને ગુજરાત જમીન મહેસુલ નિયમોની જોગવાઇ મુજબ અમલવારી થઇ શકશે.
જમીનની વહેચણી/પૈકી વેચાણ/પૈકી હેતુ ફેરના હુકમ/પૈકી ગ્રાન્ટના હુકમની હક્કનોંધની અસર આપનાર નાયબ મામલતદાર, ઇ-ધરા દ્વારા આવી હક્કનોંધોની ચકાસણી કરવામાં આવે ત્યારે તેના સ્ટ્રકચરલ ફોર્મ (એસ.ફોર્મ)થી ખાત્રી કરવાની રહેશે અને માપણીના હિસ્સા ફોર્મ નં.4ના આધારે ઇ-ધરા શાખામાં કોઇ હક્ક નોંધ તથા ગામ નમુના નં.7 અલગ પાડવાના રહેશે નહી પરંતુ જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી દ્વારા પુરવણી પત્રક નં.12 અથવા હુકમના હિસ્સામાં કે.જે.પી. બનાવે ત્યારે જ તેની હક્કનોંધ પાડી તે મુજબ ગામ નમુના નં.7 અલગ પાડવાના રહેશે. હવેથી હિસ્સા પુરવણી પત્રક નં.12 અથવા હુકમના કિસ્સામાં કે.જે.પી.ની હક્ક નોંધ જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી દ્વારા તથા તેની અસર ઇ-ધરા શાખા દ્વારા ગામ નમુના નં.7માં આપવાની રહેશે.
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment