Self Certification સ્વ પ્રમાણીત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, June 29, 2022

Self Certification સ્વ પ્રમાણીત

 ભારત સરકારના વંચાણે લીધા ક્રમાંક ( ૧ ) ના પત્રથી રાજયના નાગરિકોને " ખરી નકલ " કરાવવા તથા સોંગદનામા ( Affidavit ) કરાવવામાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઇને ઉકત બાબતનું સરલીકરણ કરવા માટે શકય હોય તે કિસ્સામાં " સ્વ પ્રમાણીત " ( Self Certification ) ની કાર્યપધ્ધતિ અપનાવવા ભલામણ કરવામાં આવેલ છે . વંચાણે લીધેલ ક્રમાંક ( ર ) ના પરિપત્રથી નાગરિકોને તેમના હક્કો / સુવિધાઓ મેળવવામાં પડતી મુશ્કેલી નિવારવા માટે જુદી જુદી યોજનાઓ , કાર્યો અને સેવાઓનો લાભ લેવા માટે જયાં નાગરિકોને સોંગદનામા ( Affidavit ) રજુ કરવા પડતા હોય તેવી સેવાઓ / બાબતોમાં સ્વ પ્રમાણીત " ( Self Certification ) ની કાર્યપદ્ધતિ ને મંજુરી આપવા જણાવેલ હતું . વંચાણે લીધેલ ક્રમાંક ( ૩ ) ના પત્રથી નિયંત્રકશ્રી , કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની કચેરી ચાલતી કામગીરીઓ પૈકી ૧૮ પ્રકારના સોગંદનામા સ્વપ્રમાણીત કરવાની કાર્યપધ્ધતિ અપનાવી શકાય તેમ જણાવેલ હતું . આમ , ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પારદર્શક અને લોકાભિમુખ વહીવટ માટે હાલ નાગરિકોને અપાર્લી સેવાઓ , કાર્યો અને યોજનાઓમાં તેના લાભો મેળવવા માટે નાગરિકોને પડતી મુશ્કેલીઓ નિવારવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી .



No comments: