હવેથી અધૂરા પુરાવા હશે તો દસ્તાવેજ નહીં થઈ શકે ?* - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, June 30, 2022

હવેથી અધૂરા પુરાવા હશે તો દસ્તાવેજ નહીં થઈ શકે ?*

 » 1 લી જુલાઈથી નવા આદેશનો અમલ 

રાજ્ય સરકારે જમીન તથા મિલકતોના દસ્તાવેજો જુદા જુદા કારણોસર પેન્ડિંગ રાખવાની જોગવાઈ તા .1 લી જુલાઈથી ૨૬ કરવામાં આવી છે. દસ્તાવેજ નોંધણી અર્થે રજૂ થાય ત્યારે તમામ જરૂરિયાત પૂર્ણ હોય અને કોઈ વાંધો ન હોય તો દસ્તાવેજની નોંધણી થઈ શકશે અને જો દસ્તાવેજ સામે વાંધો હોય તો દસ્તાવેજ કોઈપણ સંજોગોમાં થઈ શકશે નહીં અને દસ્તાવેજ કરવો હોય તો 7 દિવસની અંદર ખૂટતી બાબતોની પૂર્તતા કરે તેવી લેખિતમાં નોંધ આપશે તો દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં મૂકી રાખવામાં આવશે અને 7 દિવસમાં વાંધા દૂર નહીં કરે તો દસ્તાવેજ પરત કરી દેવામાં આવશે એવી નવી જોગવાઈ કરવામાં આવી છે .

🧾 ચેકલિસ્ટ રજૂઅધિકૃત પુરાવા આપ્યા નથી . . 

🧾 મિલકતના દરત્તાવેજમાં મિલકત ઓળખી શકાય તેટલા પુરાવા નથી . 

🧾રજિસ્ટ્રેશન એક્ટ મુજબ નિયત સમય મર્યાદામાં દસ્તાવેજ રજૂ કર્યો નથી . 

🧾દસ્તાવેજ રજૂ કરનારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા ફિંગર પ્રિન્ટ લાવી રજૂ કર્યા નથી . 

🧾જેના દસ્તાવેજની નોંધ કરાવવાની છે તેમણે દસ્તાવેજના દરેક પાના ઉપર પક્ષકારમાંથી કોઈ એકની સહી કે અંગુઠો નથી .

🧾કુલમુખત્યારનામા ધારકે દસ્તાવેજ કરી આપ્યો હોય તેવા કિસ્સામાં મુખ્યત્યારનામુ કરી આપનાર હયાતી છે.જેવી સાબિતી જોડેલી નથી . 

🧾અંશાતધારાનું સર્ટિ . રજૂ કર્યું નથી . 

🧾તૈયાર મિલકત અંગે અધિકારીની પરવાનગી રજૂ કરાઈ નથી .

🧾જાહેર ટ્રસ્ટની મિલકત હોય તો સમક્ષ અધિકારીની પરવાનગી જરૂરી છે . કોર્ટ કેસ હોય તો તેનો નંબર , દસ્તાવેજ સાથે ઝોનિંગ સર્ટિ , રજૂ કર્યું નથી . 

🧾 જે સ્ટેમ્પનો સમય મર્યાદા 6 માસમાં ઉપયોગ કરેલ નથી .

No comments: